SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૨૨૮ અધોલોક ગણિતાનુયોગ ૧૨૩ चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो १. सोमरस महारण्णो सोमप्पभे उप्पायपव्वए दस जोयणसयाई उड्ढे उच्चत्तेणं, दस गाउयसयाई उब्वेहेणं, मूले दस जोयणसयाई विक्खंभेणं पण्णत्ते। चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो २. जमस्स महारण्णो जमप्पभे उप्पायपव्वए दस जोयणसयाई उड्ढं उच्चत्तेणं, दस गाउयसयाई उव्वेहेणं, मूले दस जोयणसयाई विक्खंभेणं पण्णत्ते। एवं ३ वरूणस्स वि एवं ४ वेसमणस्स वि। बलिस्स णं वइरोयणिंदस्स वइरोयणरण्णो रूअगिंदे उप्पाय पव्वए मूले दसबावीसे जोयणसए विक्खंभेणं बलिस्स णं वइरोयणिंदस्स सोमस्स एवं चेव । जहा चमरस्स लोगपालाणं तं चेव बलिस्स वि । અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરના(૧)સોમ(લોકપાલ) મહારાજનો સોમપ્રભ ઉત્પાત પર્વત દસસો (એક હજાર) યોજન ઉપરની બાજુ ઉન્નત છે. એનો ઉદ્દવેધ ભૂમિનીનીચેની બાજુદસસો-(એકહજાર)ગાઉ-કોશનો છે. એનો મૂળમાં વિખંભ દસ સો- (એક હજાર) યોજનનો કહેવામાં આવ્યો છે. અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરના(૨)યમ(લોકપાલ) મહારાજનો યમપ્રભ ઉત્પાત પર્વત દસસો (એક હજાર) યોજન ઉપરની બાજુ ઉન્નત છે. એનો ઉદ્દવેધ દસ સો (એક હજાર) ગાઉ- કોશ'નો છે. અને એનો મૂળમાં વિધ્વંભ દસ સો-(એક હજાર) યોજનનો કહેવામાં આવ્યો છે. એ પ્રમાણે (૩) વરૂણ લોકપાલ અને (૪) વૈશ્રમણ લોકપાલના ઉત્પાત પર્વત માટે જાણવું જોઈએ. વૈરોચનેન્દ્રરોચનરાજ બલિનો રૂચકેન્દ્ર નામનો)ઉત્પાત પર્વત છે. તે પર્વતના મૂલનો વિધ્વંભ દસ સો બાવીસ(એક હજાર બાવીસ યોજન)નો કહેવામાં આવ્યો છે. વૈરોચનેન્દ્ર બલિના સોમ લોકપાલનો ઉત્પાત પર્વત' પણ એવો (જ) છે. અર્થાત્ ચમરના લોકપાલોના ઉત્પાત પર્વત જેવો છે. એવાજ બલિના લોકપાલોના ઉત્પાત પર્વતોને માટે જાણવું જોઈએ. નાગકુમારેન્દ્રનાગકુમારરાજ ધરણનો ધરણપ્રભ ઉત્પાત પર્વત દસસો-(એક હજાર)યોજન ઉપરની તરફ ઉન્નત છે. તેમનો ઉદ્દધ ભૂમિની નીચેની બાજુ દસ સો- (એક હજાર) ગાઉ કોશ'નો છે. એના મૂળનો વિષંભ દસ સો (એક હજાર) યોજનનો કહેવામાં આવ્યો છે. નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણના કાલવાલ 'લોકપાલ મહારાજનો મહાકાલપ્રભ ઉત્પાત પર્વત સો યોજન ઉપરની તરફ ઉન્નત છે. એ પ્રમાણે સંખવાલના 'ઉત્પાત પર્વત પર્યત જાણવું જોઈએ. એ પ્રમાણે (ધરણની સમાન) ભૂતાનન્દના ઉત્પાત પર્વત (ની ઉંચાઈ આદિ) માટે જાણવું જોઈએ. એ પ્રમાણે ધરણના લોકપાલોની જેવા ભૂતાનંદના લોકપાલોના ઉત્પાત પર્વત’ છે. ધરણના તથા એના લોકપાલોના ઉત્પાત પર્વત જેવા છે તેવા જ યાવતુસ્તનિતકુમારોના અને એના લોકપાલોના ઉત્પાત પર્વતો માટે સમજવું જોઈએ. धरणस्सणं नागकुमारिंदस्स नागकुमाररण्णोधरणप्पभे उप्पायपव्वए दसजोयणसयाई उड्ढं उच्चत्तेणं, दसगाउयसयाइं उब्वेहेणं, मूले दसजोयणसयाई विक्खंभेणं पण्णत्ते। धरणस्म णं नागकुमारिंदस्स नागकुमाररणो कालवालस्स महारणो महाकालप्पभे उप्पायपव्वए जोयणसयाई उड्ढं उच्चत्तेणं एवं-जाव-संखवालस्स । एवं भूयाणंदस्स वि, एवं लोगपालाण वि। से जहा धरणस्स एवं-जाव-थणियकुमाराणं सलोगपालाणं भाणियब्वं । ૧. વૈરોચનેન્દ્ર બલિના સૂચકેન્દ્ર ઉત્પાત પર્વતનું પ્રમાણ અસુરેન્દ્ર ચમરના તિગિચ્છકૂટ ઉત્પાત પર્વત જેટલું જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001946
Book TitleGanitanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages602
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy