________________
220
ŚRUTA-SARITĀ
મતોનો સમન્વય કાર્ય પરત્વે પણ જૈનોએ કર્યો છે તે અહીં રાસમાં પણ ઉપાધ્યાયજીએ સ્પષ્ટ કર્યું છે.
દ્રવ્યનું વ્યાવર્તક લક્ષણ તેનો ગુણ જ બને છે તેથી ગુણને દ્રવ્યથી સર્વથા ભિન્ન માની શકાય નહીં કારણ તે તેનો સ્વભાવ છે. અને સ્વભાવને ભિન્ન માનવા જતાં તે વ્યાવર્તક બની શકશે નહીં. છતાં પણ ભિન્ન એટલા માટે માનવો ઘટે કે દ્રવ્ય ધ્રુવ છે જયારે ગુણ પરિવર્તનશીલ છે. આમ દ્રવ્ય અને ગુણનો ભેદાભેદ ઉપાધ્યાયજીએ સિદ્ધ કર્યો છે.
નૈયાયિકોએ સામાન્ય અને વિશેષ નામે સ્વતંત્ર પદાર્થો સ્વીકાર્યા છે. તે બાબતમાં ઉપાધ્યાયજીએ સ્પષ્ટ કર્યું છે કે દ્રવ્ય એ જ સામાન્ય છે અને પર્યાય એ વિશેષ છે. તેથી તેમને ભિન્ન માનવાની જરૂર નથી.
મુખ્ય રૂપે આ ચર્ચા પછી સપ્તભંગી અને નયોની ચર્ચા વિસ્તારથી દ્રવ્યગુણના સંદર્ભમાં કરવામાં આવી છે, અને ગ્રંથને પૂર્ણ કરવામાં આવ્યો છે. અંતના પદ્યમાં જશ એવું નિર્દિષ્ટ હોઈ તે નિશ્ચિત રૂપે યશોવિજયજીની કૃતિ છે–
જે દિનદિન એમ ભાવએ દ્રવ્યાદિ વિચાર તે લેશે જશ સંપદા સુખ સઘળા સાર. (૧૪.૧૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org