________________
પાર્થાપત્યયો અને મહાવીરનો સંઘ
૧૮૧
ઉદકપેઢાલ પુત્તન્નાલંદામાં ગૌતમ અને તેની વચ્ચે શ્રમણોપાસકના પહેલા વ્રત વિશે લાંબી ચર્ચા થઈ અને જયારે તેને ગૌતમની વાત ગળે ઊતરી ત્યારે ગૌતમ તેમને મહાવીર પાસે લઈ ગયા. ત્યાં તેણે પરિવર્તન કર્યું.
સૂય. ૨. ૭. સ્થવિરો (૨ ?)–તેમણે મહાવીરને સાંત લોકમાં અનંત રાત્રીઓનો સંભવ કેવી રીતે ઘટી શકે એ વિશે પૂછ્યું હતું. મહાવીરે તેમને પાર્શ્વવચનનું પ્રમાણ આપીને એ સમજાવ્યું અને તે સાંભળી તેમણે પરિવર્તન કર્યું.
ભગ-પ-૯. ગાંગેય–તેણે વાણિજ્જ ગામમાં મહાવીર સાથે નારકીના જીવ વિશે ખૂબ લાંબી ચર્ચા કરી. અને જ્યારે તેને મહાવીરની સર્વજ્ઞતાની ખાતરી થઈ ત્યારે પરિવર્તન કર્યું. ભગ-૯-૩૨.
નીચે જેઓ મહાવીરના સંઘમાં ભળ્યા હતા તેઓનો ટૂંકો પરિચય આપવામાં આવ્યો છે. અને આગમના સ્થળનો પણ સાથે નિર્દેશ કરવામાં આવ્યો છે જેથી વિશેષ જાણવાની જિજ્ઞાસા ધરાવનાર સહજમાં તે જોઈ શકશે. ૧. શ્રમણો અને શ્રમણીઓ ૧. બ્રાહ્મણ શ્રમણો તથા શ્રમણીઓ.
() - ઇન્દભૂઈ—(ગોયમ), મૂળમાં તેઓ જ્યારે દીક્ષિત થયા, જ્યાં દીક્ષિત થયા, એમાંનું કાંઈ પણ મળતું નથી. તેઓ અગિયાર ગણધરમાંના એક હતા. આગમનો મોટો ભાગ એ ગૌતમે મહાવીરને પૂછેલા પ્રશ્નો તથા તેના ઉત્તરો રોકે છે. સમવાય. ૧૧. ભગઇ નાયા, વગેરે.
અગ્નિભૂઈ–(બીજા ગૌતમ). એ પણ ગણધર હતા. મૂળમાં તેમના વિશે કાંઈ જ કહેવામાં આવ્યું નથી. એક વખત તેઓએ માયા નગરીમાં મહાવીરને પ્રશ્નો પૂછેલ.
સમવાય ૧૧. ભગ. ૩. ૧. વાયુભૂઈ–(ત્રીજા ગૌતમ). એ ગણધર હતા. તેમણે મહાવીરને માયામાં પ્રશ્નો પૂછ્યા હતા. એ સિવાય બીજું કાંઈ વિશેષ આગમમાં મળતું નથી. સમવાય. ૧૧. ભગ. ૩. ૧.
ઉસભદત્ત–મહાવીર પ્રથમ આ ઉસભદત્તની પત્નીના ગર્ભમાં આવ્યા પરંતુ પછી તિસલાના ગર્ભમાં દેવો લઈ ગયા. કેવળજ્ઞાન પછી જયારે મહાવીર બ્રાહ્મણકુડપુરમાં આવ્યા ત્યારે તેણે દીક્ષા લીધી.
આયાદ ૨. ૧૫. ભગત ૯. ૩૩. સવાણભૂઈ–પૂર્વદેશના શ્રમણ માત્ર એટલું જ તેમને વિશે જણાવ્યું છે. નામ પરથી બ્રાહ્મણ જણાય છે. તેમને ગોશાલે બાળી મૂક્યા હતા.
ભગત ૧૫. જયઘોસ અને વિજયઘોસ–વારાણસીના યાજક બ્રાહ્મણો. ઉત્ત, ૨૫. કપિલ–જેણે ચોરોને પ્રતિબોધ્યા.
ઉત્ત. ૮. પુરોહિત અને તેના બે પુત્રો–એ ઉસુયાર નગરના બ્રાહ્મણો હતા. પુત્રો અવિવાહિત
ઉત્ત. ૧૪
હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org