SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ 180 ŚRUTA-SARITĀ ભગવાન મહાવીરના સંઘમાં મળી જનારા પાર્થાપત્યીયો ઉત્તરાધ્યયનમાં એમ કહેવામાં આવ્યું છે કે મહાવીર પહેલાના શ્રમણો ઋજુ અને પ્રાજ્ઞ હતા અને તેથી એમ જણાય છે કે ભગવાન પાર્શ્વનાથે તેમના માટે નિયમોપનિયમ બનાવવામાં બહુ જ ધ્યાન ન આપ્યું. તેમને આધ્યાત્મિક માર્ગમાં ચાલવા પાર્શ્વનાથે ચાર વ્રતો પાળવાની આવશ્યકતા બતાવી દીધી અને તેમની સમજણ પર વિશ્વાસ રાખીને, તેમની સહૃદયતા પર નિર્ભર રહી બીજા નિયમોપનિયમ ઘડવા તરફ ઉપેક્ષા કરી હોય એમ જણાય છે. જેમ જેમ સમય વ્યતીત થતો ગયો, તેમ તેમ લોકોમાં ઋજુતાને બદલે વકતા આવતી ગઈ અને પ્રજ્ઞાને બદલે જડતા વધતી ગઈ. પરિણામે પાર્થપરંપરામાં શિથિલાચાર વ્યાપે એ સ્વાભાવિક છે. તેથી જયારે ભગવાન મહાવીરે ઉપદેશ દેવો શરૂ કર્યો ત્યારે પાર્થપરંપરામાં શિથિલાચારીઓનું સામ્રાજ્ય વ્યાપી ગયું હતું. ભગવાન મહાવીરથી આ દેખી શકાય તેમ હતું નહિ. તેથી તેમણે ચાર વ્રતોને બદલે પાંચક વ્રતો લેવાની આવશ્યકતા સમજાવી અને આધ્યાત્મિક જીવનમાં શિથિલતા ન આવે માટે અનેક નિયમોપનિયમોષ બનાવ્યા. તેઓ પોતાના સંઘમાં તેમને જ સ્થાન આપતા જેઓ તેમના બનાવેલા નિયમોપનિયમો તથા પાંચ વ્રતોને સ્વીકારવા રાજી હતા. પરિણામ એ આવ્યું કે તેમના સંઘમાં જેમને આધ્યાત્મિક જીવન માટે ખરી ભૂખ હતી તેઓ જ મળતા. અને એ રીતે જયારે મહાવીરનો સંઘ ખરા આધ્યાત્મિક પ્રેમીઓથી ઊભરાવા લાગ્યો, અને તેની અસર જ્યારે સર્વત્ર વ્યાપી ગઈ ત્યારે જે પાર્થાપત્યયોનું ખાસ કરીને સંયમનિર્વાહ જ ધ્યેય હતું તેઓ પણ તેમના સંઘમાં ભળ્યા. અને એ રીતે પ્રાચીન અને નવીન સંઘનું ઐક્ય થવા પામ્યું. જ્યારે તેઓ પરિવર્તન કરતા ત્યારે ચાતુર્યામિક ધર્મ છોડી તેમને પાંચ મહાવ્રતો સ્વીકારવા પડતા અને તદુપરાંત પ્રતિક્રમણને સવારસાંજ કરવાનું સ્વીકારવું પડતું. મહાવીરના સંઘમાં મળી જનારા પાર્થાપત્યયોની સંખ્યા મોટી હશે પરંતુ તેમાંના બહુ જ થોડા વિશે આગમમાં નોંધ મળી આવે છે. વળી કેટલેક ઠેકાણે “થેરો' કહીને કામ ચલાવ્યું છે. એ પ્રસંગે મોટી સંખ્યા હોવાનો સંભવ છે છતાં અહીં ગણતરીમાં બે જ ગણ્યા હોઈ આગમમાંથી ઓછામાં ઓછા એવા મળી જનારા પાર્થાપત્યીયો ની સંખ્યામાં મળી આવે છે. જેમના વિશે આગમમાં નોંધ છે તે પણ એટલી અધૂરી છે કે તે ઉપરથી તેમના પૂર્વ જીવનની માહિતી આપવી અશક્ય છે. તે પાર્થાપત્યીયો નીચે પ્રમાણે હતા – કાલાસવેસિયપુત્ત–એ શ્રમણ હતા. તેમણે ભગવાન મહાવીરના વિરોને સામાયિક વિશે પ્રશ્નો પૂક્યા હતા. અને જ્યારે તેમને બોધ થયો ત્યારે ચાતુર્યામિક ધર્મ છોડી ભગવાન મહાવીરે પ્રરૂપેલ સપ્રતિક્રમણ પંચ મહાવ્રતો અંગીકાર કર્યા. ભગ. ૧-૯. કેસી–તેણે સાવત્થીમાં ગૌતમ સાથે ભગવાન મહાવીર અને પાર્શ્વના ઉપદેશમાં જે કાંઈ ભેદ દેખાતો હતો તે વિશે ચર્ચા કરી. અને વાસ્તવિક કાંઈ ભેદ હતો નહિ તેની જ્યારે ખાતરી થઈ ત્યારે પરિવર્તન કર્યું. તેમની સાથે તેમના ઘણા શિષ્યો પણ હતા. તેમણે પણ અવશ્ય પરિવર્તન કર્યું હશે પરંતુ ઉત્ત. માં કેશીએ પરિવર્તન કર્યું એમ જણાવ્યું છે. બીજા વિશે ઉત્ત. મૌન છે. ઉત્ત. ૨૩. રાય. પ૩ વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001940
Book TitleSruta Sarita
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2001
Total Pages310
LanguageEnglish, Prakrit, Hindi
ClassificationBook_Devnagari & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy