________________
ŚRUTA-SARITĀ
નથી માટે તે નથી પણ ક્રિયાની નિષ્ઠા થયે તે દેખાય છે તો ક્રિયાકાળમાં નહિ પણ ક્રિયાનિષ્ઠાકાળમાં તે માનવું જોઈએ. માટે માનવું જોઈએ કે મિથ્યાર્દષ્ટિ અને અજ્ઞાની સમ્યક્ત્વ અને જ્ઞાનને પામે છે, પણ સમ્યગ્દષ્ટિ કે સમ્યજ્ઞાની નહિ. -વિશેષા ગા ૪૧૭
162
નિશ્ચયનય : અજાત હોય તે જાત થાય એ માની શકાય તેવી વાત નથી, કારણ કે જે અજાત છે તે અભાવરૂપ છે અને અભાવની તો ખવિષાણની જેમ ઉત્પત્તિ સંભવતી જ નથી. માટે અજાતની ઉત્પત્તિ માનવી જોઈએ નહિ. અને જો અજાત પણ ઉત્પન્ન થતું હોય તો ખવિષાણ પણ ઉત્પન્ન થાય. માટે અસત્ની નિહ પણ સત્ની ઉત્પત્તિ માનવી જોઈએ. આથી જ અમે કહીએ છીએ કે સમ્યક્ત્વીને અને સમ્યજ્ઞાનીને સમ્યક્ત્વ અને સમ્યજ્ઞાન થાય છે, મિથ્યાત્વીને નહિ. વિશેષા૰ ગા ૪૧૮
વળી, જેમ સત્ની ક્રિયા માનવામાં ક્રિયાનો વિરામ નહિ થાય તેમ અસત્ની ક્રિયા માનવામાં ક્રિયાનો વિરામ નહિ થાય, કારંણ, તમે અસત્ એવા ખરવિષાણ વિશે ગમે એટલી ક્રિયા કરો પણ તે કદી ઉત્પન્ન જ થવાનું નહિ. આમ ક્રિયાવિરામનો અભાવ તો બન્ને પક્ષે સમાન છે. પણ વધારામાં અસત્કાર્યપક્ષે એ ક્રિયાવિરામ આદિ દોષોનો પરિહાર શક્ય નથી. સત્ એવા આકાશાદિ વિશે પર્યાયાન્તરની અપેક્ષાએ ક્રિયાવિરામ ઘટી શકે છે, પણ અસમાં તો એવો પણ સંભવ રહેતો નથી. વળી, ઉત્પત્તિની પૂર્વે કાર્ય સર્વથા અસત્ હોય તો તે જેમ ઉત્પત્તિ પછી દેખાય છે તેમ ખવિષાણ પણ પછી કેમ નથી દેખાતું ? માટે માનવું જોઈએ કે કાર્ય, ઉત્પત્તિની પૂર્વે ખરવિષાણ જેમ સર્વથા અસત્ નથી. આમ સર્વથા અસત્ની ઉત્પત્તિ માનવામાં દોષો છે, જેનું નિવારણ થઈ શકતું નથી. વિશેષા૰ ગા ૪૧૯
વળી, કાર્યનિષ્પત્તિમાં દીર્ઘકાળની વાત કરી તે પણ યુક્ત નથી, કારણ કે ઘડાની ઉત્પત્તિ પહેલાં સ્થાસાદિ અનેક કાર્યો ઉત્પન્ન થાય છે તે કાર્યો પ્રતિસમયે ઉત્પન્ન થાય છે અને તે પરસ્પર વિલક્ષણ પણ છે. આમ ઘણાં બધાં કાર્યો માટે લાંબો કાળ ગયો તેમાં એ બધો કાળ ઘટક્રિયાનો હતો એમ કેમ કહેવાય ? વિશેષા૰ ગા ૪૨૦
વળી, કાર્યની ક્રિયાના આરંભમાં તે દેખાતું નથી માટે તે સત્ હોઈ શકે નહિ એવો જે આક્ષેપ કરવામાં આવ્યો છે તેનો ઉત્તર એ છે કે તમે જે ક્રિયાનો તો આરંભ કહો છો તે તેની ક્રિયાનો તો આરંભ છે નહિ તો પછી તે ત્યારે કેવી રીતે દેખાય ? જેમ પટનો આરંભ કરીએ ત્યારે ઘટ જોવાની આશા રાખવી એ વ્યર્થ છે તેમ ઘટ પહેલાનાં જે સ્થાસાદિ કાર્યો છે તેની ક્રિયાના પ્રારંભમાં પણ જો ઘટ ન દેખાય તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી. અને સ્થાસાદિ કાંઈ ઘડો નથી જેથી તેના આરંભે તે દેખાય. માટે આરંભમાં દેખાતો નથી—ઇત્યાદિ જે આક્ષેપ છે તે યુક્ત નથી. વિશેષા ગા ૪૨૧
વળી, ઘડો અંતિમ ક્ષણમાં દેખાય છે માટે તેને તે ક્ષણમાં સત્ માનવો જોઈએ, પૂર્વક્રિયાકાળમાં નહિ—એ જે તમે કહ્યું તેમાં અમારે એટલું જ કહેવાનું છે કે ઘડાનો પ્રારંભ તો અન્ત્યક્રિયાકાળમાં જ છે તેથી તે અન્ત્યક્રિયાકાળે દેખાય છે. આમાં શું અજુગતું છે ?
વળી, વર્તમાનકાળમાં જ્યારે તે ક્રિયમાણ છે ત્યારે તેને કૃત ન માનો અને અકૃત માનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org