________________
આગમયુગના વ્યવહાર અને નિશ્ચયનયો
૧૬૧
સમ્યક્ત અને જ્ઞાનોત્પત્તિ વિશે (ક્રિયમાણ-કૃત વિશે)
| ક્રિયાકાળમાં કાર્યનિષ્પત્તિ માનવી કે નિષ્ઠાકાળમાં–આ જૂનો વિવાદ છે. આની સાથે અસત્કાર્યવાદ અને સત્કાર્યવાદ પણ સંકળાયેલા છે. ભગવાન મહાવીર અને જમાલીનો મતભેદ પણ આ વિશે જ હતો. આ વિવાદનો વ્યવહાર અને નિશ્ચયનયના મતોમાં સમાવેશ કરવાનો પ્રયત્ન આ, જિનભદ્ર ભાષ્યમાં કર્યો છે. તેમાં મિથ્યાત્વના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થયે સમ્યક્ત એટલે કે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની ઉત્પત્તિના પ્રસંગે તેમણે વ્યવહાર-નિશ્ચયની જે યોજના કરી છે તે આ પ્રમાણે છે–વ્યવહારનયને મતે સભ્યત્વ અને જ્ઞાન જેનામાં ન હોય એટલે કે જે મિથ્યાષ્ટિ અને અજ્ઞાની હોય તેને સમ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે. પણ નિશ્ચયનયનો મત છે કે સમ્યક્ત અને જ્ઞાનથી સહિતને જ સમ્યગૂ જ્ઞાન થાય છે.
"सम्मत्तनाणरहियस्स नाणमुप्पज्जइ त्ति ववहारो । नेच्छइयनओ भासइ उप्पज्जइ तेहिं सहिअस्स ॥" ।
–વિશેષા. ગા૪૧૪. વળી જુઓ આવશ્યકચૂર્ણિ પૃ. ૧૮, ૨૩ અહીં વ્યવહાર અને નિશ્ચયનયો વચ્ચે જે શંકા-સમાધાન છે તે આ પ્રમાણે છે :
વ્યવહાર : સમ્યજ્ઞાનીને સમ્યજ્ઞાન થતું હોય તો તો એનો અર્થ એ થયો કે જે જાતઉત્પન્ન-સત્ છે તે જ ઉત્પન્ન થાય છે, અજાત-અસત્ નહિ. પણ આપણે જોઈએ છીએ કે જે જાત છે તે ઉત્પન્ન થતું નથી, પણ જે અજાત હોય છે તે જાત-ઉત્પન્ન થાય છે, જેમકે માટીના પિંડમાંથી અજાત એવો ઘડો જાત થાય છે. પણ જો ઘડો પ્રથમથી જ જાત હોય તો તેને ઉત્પન્ન કરવાપણું કાંઈ રહેતું નથી; એટલે કે તેને વિશે કશું જ કરવાપણું રહેતું નથી, માટે અજાતની ઉત્પત્તિ માનવી જોઈએ, જાતની નહિ. અને વળી જાતની પણ જો ઉત્પત્તિ માનવામાં આવે, એટલે કે જે કૃત છે તેને પણ કરવામાં આવે તો પછી કરવાનો ક્યાંય અંત જ નહિ આવે; એટલે કે કાર્યસમાપ્તિ કદી થશે જ નહિ. માટે માનવું જોઈએ કે મિથ્યાત્વી જીવમાં સમ્યક્ત અને સમ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે, જે તેનામાં પ્રથમ હતાં નહિ, પણ એમ ન માની શકાય કે સમ્યજ્ઞાનીને સમ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે.
–વિશેષા. ગા. ૪૧૫ વળી, કૃતને પણ કરવામાં આવે તો ક્રિયાનું કાંઈ ફળ મળે નહિ. અને વળી પૂર્વમાં ન હોય તે જ ક્રિયાના ફળરૂપે દેખાય છે તો કૃતને કરવાપણું ન હોવાથી સની ક્રિયા નહિ પણ અસની ક્રિયા માનવી ઘટે. વળી, એવું પણ નથી કે જે કાળમાં ક્રિયા શરૂ થઈ એ જ કાળમાં નિષ્પત્તિ થાય, પણ દીર્ઘકાલની ક્રિયા પછી ઘટાદિ દેખાય છે માટે તેની ક્રિયાનો કાળ દીર્ઘ માનવો જોઈએ. આમ વિચારતાં મિથ્યા જ્ઞાનીને દીર્ઘકાળ પછી સમ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે એમ માનવું જોઈએ.
–વિશેષા. ગા. ૪૧૬ વળી, કોઈ પણ કાર્યનો આરંભ કરીએ છીએ ત્યારે આરંભમાં તો તે દેખાતું નથી, પણ ક્રિયાની સમાપ્તિ થયે તે દેખાય છે, માટે પણ ક્રિયાકાળમાં કાર્યને સત્ માની શકાય નહિ, તે જ રીતે ગુરુ પાસેથી તત્ત્વનું શ્રવણ કરવાની ક્રિયા ચાલી રહી હોય ત્યારે તત્કાળે કોઈ જ્ઞાન થઈ જતું નથી પણ શ્રવણાદિ ક્રિયાની સમાપ્તિ થયે જ્ઞાન થાય છે. સારાંશ એ છે કે ક્રિયાકાળમાં કાર્ય દેખાતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org