________________
અદયયન ચેાથે ]
હવે અપર એટલે પછીના ત્રીજા મહાવ્રતમાં હે. ભગવંત ! નિરાળાગો=અદત્ત વસ્તુ લેવાથી વિરમવાનું (અટકવાનું કહેલું છે, માટે હે ભગવંત ! હું સર્વ રિ
ના=અદત્તાદાનને પચ્ચખું છું. તે આ પ્રમાણે-ગામમાં નગરમાં કે અરણ્યમાં, એના ઉપલક્ષણથી ક્ષેત્રમાં ખળામાં વગેરે સર્વત્ર અq=મૂલ્યથી અલ્પ કે વઘુ મૂલ્યવાન રત્નાદિ, બg= પ્રમાણથી નાનું (હીરા-માણેક મોતી આદિ) કે ધૂરં= પ્રમાણુથી મોટું (લાકડું વગેરે), તે પણ વિત્તમંd=ચેતન્યયુક્ત (સજીવ), અથવા વિત્તમંત ચૈતન્ય રહિત (
નિવ), કંઈ નિ=માલિકે આપ્યા વિના હું સ્વયં લઉં નહિ. આપ્યા વિનાનું બીજા દ્વારા લેવરાવું નહિ અને માલિકે આપ્યા વિનાનું કેઈ બીજા લે તેઓને સારા માનું નહિ. જીવતાં સુધી, ત્રિવિધ-ત્રિવિધથી, એટલે મનથી–વચનથી અને કાયાથી–એ અદત્તાદાન હું કરું નહિ, કરાવું નહિં, કે બીજા કરનારને સારો માનું પણ નહિ. હે ભગવંત ! પૂર્વે કરેલા તે અદત્તાદાનને પ્રતિકકું છું, નિન્દુ છું, આપની સમક્ષ ગહું છું અને તે મારા આત્માને (પર્યાયને) તજું છું. હે ભગવંત ! (એ રીતે) હું ત્રીજા મહાવ્રતમાં સર્વ અદત્તાદાનથી અટકવા ઉપસ્થિત(આદરવાળો) થયો છું. ૩-(સૂ. ૫)
[અદત્તાદાન દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે થઈ શકે, કોઈ દ્રવ્ય લેવું તે દ્રવ્યથી, ઘર-ગામ વગેરેમાં ક્ષેત્રથી, રાત્રે કે દિવસે લેવું તે કાળથી અને રાગાદિ દોષોને વશ બનીને લેવું તે ભાવથી જાણવું. મહાવતીને માલિકની સંમતિ વિના તૃણ-ભસ્મ જેવી મુદ્ર વસ્તુ લેવાની, કે રજા વિના માલિકીના સ્થળે ઉભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org