________________
[ દશ વૈકલિક પણ અધિક પાણી કે સખત વાયુ વગેરેથી તે હણાય છે. પાણું પણ પૃથ્વી-અગ્નિ અને વાયુથી સૂકાય છે વનસ્પતિને પણ પૃથ્વી-પાણીવાયુ અને સૂર્યને તાપ (અનિ), એ દરેક ખોરાક છતાં તે ઘણું કે આકરાં હોય તો વૃક્ષો સૂકાય છે, એમ વિવિધ રીતે એકેન્દ્રિયે હણાય. છે. જે જેનાથી હણાય તે તેનું શસ્ત્ર કહેવાય.
વનસ્પતિકાયના “અઝબીજ' વગેરે ભેદ કહીને તેની ઉત્પત્તિના પ્રકારો, વિવિધ જાતિઓ, વગેરે વર્ણવ્યું છે. એ રીતે ત્રસકાયને ઓળખવા માટે પણ “અંડજ' વગેરે ઉત્પત્તિના પ્રકારે, તથા સામે આવવું-જવું વગેરે તેની વિવિધ ચેષ્ટાઓ કહીને કીડી, પતંગીયાં વગેરે જાતિઓ દ્વારા બેઈન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના સર્વત્રસ જીવને જુદી જુદી રીતે ઓળખાવ્યા છે. પૃથવી વગેરે ચારમાં ભેદોની સ્પષ્ટતા નથી કરી, તો પણ તે ચારેમાં જુદી જુદી અનેકાનેક જાતિઓ છે, તે જીવવિચાર વગેરે ગ્રંથમાંથી જાણી લેવી.
આ પાંચે સ્થાવર જીવોને પણ જઘન્ય ઉત્કૃષ્ટ દેહપ્રમાણઆયુષ્ય-પ્રાણ-નિઓ જ્ઞાન, દર્શન, લેશ્યા, કષાયો, સંજ્ઞાઓ, સ્વકાસ્થિતિ, ગબળ, પર્યાપ્તિઓ, ઇત્યાદિ સઘળું ઓછા વધુ પ્રમાણમાં હોય છે અને તે સૂક્ષ્મબુદ્ધિથી સમજાય તેવું પણ છે.
ઈત્યાદિ છકાયજીવોને ઓળખાવીને “ઘરમામિયા’ પદથી એ સર્વ જીવો સુખના અથ-દુઃખના દ્વેષી છે, માટે કોઈ જીવને દુઃખ થાય નહિ તેમ વર્તવાનું અહીં વિધાન કર્યું છે. સૂ–૧]
હવે હિંસા નહિ કરવારૂપ બીજો અધિકાર કહે છે–
इच्चेसिं छण्हं जीवनिकायाणं नेव सयं दंडं समारंभिज्जा नेवन्नेहिं दंडं समारंभाविज्जा, दंडं समारंभंते वि अन्ने न समणुजाणामि, जावज्जीवाए, तिविहं-तिविहेणं, मणेणं वायाए काएणं, न करेमि-न कारवेमि-करतं पिअन्नं न समणुजाणामि,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org