________________
દ્વિતીય આવૃત્તિ અંગે કિંચિત્
મહાજ્ઞાની પૂ. શ્રી શય્યભવસૂરિજીએ રચેલ આ દશવૈકાલિક સૂત્ર મૂળ, અર્થ અને વિવેચન સહિત આજથી તેર વર્ષ પહેલાં પૂ. પંન્યાસજી ભદ્રકવિજયજી ગણિવરે (પૂ. આ. સિદ્ધિસૂરિજીના સમુદાયના) તૈયાર કરેલ અને બાઈ સમરથ જૈન શ્વેટ મૂર્તિપૂજક જ્ઞાનોદ્ધાર
સ્ટ. ઠે. મનસુખભાઈની પોળ અમદાવાદ તરફથી પ્રગટ થયેલ.
- અત્યંત ઉપકારી અને અતિશય ઉપયોગી આ ગ્રંથની ૧૦૦૦ નકલ પણ થોડા જ સમયમાં ખલાસ થઈ ગયેલી. દિન પ્રતિદિન માગણું વધવાથી તથા પૂ. સાધુ–સાવીઓને માટે આ ગ્રંથ ઘણું જ ઉપકારી હોવાથી તેને ફરી છપાવવાની જરૂરીઆત ઉભી થઈ. એ અરસામાં શ્રી શશીકાન્ત પટલાલ ટ્રસ્ટના સંચાલકોએ પૂ. પન્યાસજી મહારાજ પાસે વિનંતી કરી કે અમારા ટ્રસ્ટ તરફથી છાપવા એગ્ય કેઈ ઉપગી ગ્રંથ જણા.
પૂ. પન્યાસજી મહારાજે આ ગ્રન્થનું સૂચન કર્યું. આ ગ્રંથનું પ્રફરીડીંગ કાર્ય મને સેંપવામાં આવ્યું.
આ શ્રી દશવૈકાલિક સૂત્રને મહિમા એટલે અપાર છે કે તેના માટે મારા જેવા માણસે શું લખવું? આથી પૂ. પૂન્યાસજી મહારાજે પોતે લખેલી પ્રસ્તાવનામાં તેને ઉદ્ભવ, તેનું માહાત્મ્ય અને તેની ઉપયોગિતા વિસ્તારથી વર્ણવેલ છે. તે વાંચી જવા ભલામણ કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org