________________
૨૯
ઘટાડવાનો ઉપદેશ કરે છે કે જે સમગ્ર આગમ ગ્રન્થને સાર છે. તે ગ્રન્થના ઉપદેશને ઝીલી ત્યાગ અને વૈરાગ્યની વૃદ્ધિદ્વારા સ્વાશ્રયી બની શુદ્ધ સ્વતંત્રતાને આત્માઓ પ્રાપ્ત કરે એ આ ગ્રન્થને પ્રધાન સૂર છે. જે જૈનશાસને ભૂતકાળમાં અનંતા ભવ્યજીને આ ઉપદેશ દ્વારા શુદ્ધ નિત્ય સ્વતંત્રતા પ્રાપ્ત કરાવી છે, આજે પણ ચગ્ય આત્માઓને એ કાર્યમાં સહાય કરી રહ્યું છે અને ભવિષ્યમાં અનંત આત્માઓને એ શુદ્ધ નિત્ય સ્વતંત્રતા પ્રાપ્ત કરાવનાર છે. તે જૈન શાસન એ જ એક સાચું પરમાર્થિક શાસન છે. જેના પ્રભાવે અને જીવાડનારાં પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ વગેરે તો પણ અનુકૂળ બની જીવનદાન આપે છે, તે શાસન સદા જયવંતું રહે, ભવ્ય આત્માઓ એની નિરતિચાર વિશુદ્ધ આરાધના કરી સ્વ-પર કલ્યાણને સાધો અને એ ભાવના સદાય ભવ્યજીના હૈયામાં જીવંત અને વૃદ્ધિવંત બનતી રહે. એજ એક અભિલાષા-પૂર્વક આ ગ્રન્થનું પઠન પાઠન કરવા કરાવવા દ્વારા સવાર કલ્યાણ સાધે એ અભ્યર્થના. જિનાજ્ઞા વિરુદ્ધ લેશ પણ લખાણ અંગે મિચ્છામિ દુક્કડ
સાણંદ. જી. અમદાવાદ ) લી. પરોપકારી સ્વ. ગુરુદેવ શ્રી વિજય૨૦૨૮, ચૈત્રી પૂર્ણિમા ! મને હરસૂરીશ્વર શિષ્યાણબુધવાર,
પં. ભદ્રંકરવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org