________________
અધ્યયન આઠમું]
૨૪૭
માર્ગ છે. અહીં બળ અને થામ બનેને જેવાં તે રાજમાર્ગ બતાવ્યો છે. શ્રદ્ધા અને આરોગ્ય માટે પણ એ જ કરવા ગ્ય છે. માટે ચારેને બળાબળને વિચારવું. ક્ષેત્ર-કાળ” વિચારવાનું કારણ એ છે કે પ્રત્યેક ક્ષેત્ર કે પ્રત્યેક કાળમાં કર્તવ્ય એકસરખું હેતું નથી, કાળાદિ બદલાય ત્યારે કર્તવ્ય અકર્તવ્ય અને અકર્તવ્ય પણ કર્તવ્ય બની જાય છે. માટે પ્રત્યેક ક્ષેત્રમાં કે પ્રત્યેક કાળમાં દષ્ટિ આત્મહિત સામે રાખી આરાધના જેમ નિર્વિદને થઈ શકે તેમ વર્તવું. ભયના સમયે ઘરને કે તીજોરીને વધારે સંભાળવાં જરૂરી છે, તેમ કાળ વગેરે ભાવો જેમ જેમ હીન થતા જાય તેમ તેમ આત્મા લૂંટાય નહિ, આરાધના નિવિંદને થઈ શકે અને મોહાદિનું આક્રમણ અટકાવી શકાય, તેવી મર્યાદાઓને મજબૂત કરવી જોઈએ, ઘણું કરવાના પણ ધ્યેયથી મર્યાદાઓને ઢીલી કરવાથી આખરે સર્વનાશ થાય છે અને મર્યાદાઓને મજબૂત કરતાં થોડું થાય તે પણ સંગીન-જિનાજ્ઞાને અનુસરતું થવાથી વધારે ઉપકાર કરે છે. માટે માર્ગાનુસારિણી બુદ્ધિ વડે પરિણામછા બનીને વર્તમાન સુધારવું.] (૩૭૨) = વાવ ન પડે, વાણી વાવ ન વહ્યા છે
जाविदिया न हायंति, ताव धम्म समायरे ॥८-३६॥
(વૃદ્ધત્વ, વ્યાધિ અને ઈન્દ્રિયની ક્ષીણતા ધર્મકાર્યમાં બાધાકારી છે, માટે વયની હાનિરૂપ) જરા જ્યાં સુધી પીડે નહિ, ક્રિયાના સામર્થ્યને શત્રુ એવો) વ્યાધિ જ્યાં સુધી વધે નહિ અને (ક્રિયાના સામર્થ્યમાં ઉપકારક) ઈન્દ્રિ
જ્યાં સુધી જ ફાચતિ ક્ષીણ થાય નહિ, ત્યાં સુધી (તે પહેલાં) (ચારિત્ર) ધર્મને સમ્યગ આચરે જોઈએ, (૩૬)
[મનના પરિણામ હોવા છતાં જરા, વ્યાધિ અને ઇન્દ્રિયેની ક્ષીણતા થતાં તે સફળ થતા નથી. એ કારણે જ જ્ઞાનીઓ કહે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org