________________
અધ્યયન આઠમું]
૨૩૧ કણમાં જે નખાયું હોય છે તેમાં પ્રાયઃ બીજને જીવ રહે છે, એથી કણના ટુકડા થવા છતાં નખીયું અખંડ હોય તો તે સજીવ હોવાને સંભવ છે, ૭ સૂક્ષ્મવનસ્પતિ પણ પૃથ્વીના સમાન વર્ણવાળી હોય છે અને અવાન્તર અનેકાનેક વર્ણવાળી હોય છે. વર્ષાના પ્રારંભમાં એવા સક્ષમ અંકુરાએ ઉગે છે કે જે સૂક્ષ્મદષ્ટિએ જોવા છતાં કષ્ટથી જ દેખાય. ૮-સૂક્ષ્મઈડાંના પણ પાંચ પ્રકારો કહ્યા છે. ૧-મધમાખી માંકડ વગેરેનાં ઉદ્દેશઅંડ, ૨-કળિયા વગેરેનાં ઉત્કલિકાઅંડ, ૩–કીડીઓનાં ઈંડાને પિપીલિકાઅંડ, ૪-ઘીરેલીનાં (બ્રાહ્મણનાં) ઈડને હલિકાઅંડ અને પકકિંડીનાં ઈંડાને હલ્લોલિકા અંડ કહે છે. એના ઉપલક્ષણથી બીજ પણ બેઈન્દ્રિયાદિ વિવિધ સંમઈિમ જીવોનાં ઈંડાં સમજી લેવાં. ઈડાં જીવને ઉત્પન્ન થવાની નિ રૂપે સચિત્ત હેય છે, તે પ્રત્યેકને ગુરુગમથી ઓળખવાં જોઈએ.
આ આઠે પ્રકારના જીવોનાં સૂક્ષ્મ સ્થાનને જાણ્યા વિના યથાર્થ અહિંસા (દયા) થઈ શકે નહિ, એ માટે સર્વથા પ્રાણાતિપાતના ત્યાગી સાધુને એનું જ્ઞાન આવશ્યક છે. એ જ્ઞાન વિનાને સાધુ વિશિષ્ટજ્ઞાનીની નિશ્રા વિના બેસવા ઉઠવા કે જવા આવવાના અધિકારી ગણાય નહિ. કારણ કે પૂર્વે કહ્યું તેમ જે જીવને જાણે નહિ, અજીવને જાણે નહિ, કે જીવાજીવને જાણે નહિ તે કેવી રીતે સંયમને જાણી (પાળી) શકે ? આ કારણે વિશિષ્ટજ્ઞાન મેળવ્યા વિના ગુરુથી. અલગ રહેવાને નિષેધ કરેલ છે. જિનાજ્ઞાને અનાદર કરીને સંયમની રક્ષા કદી કઈ કરી શક્યું નથી, ઉલટું ભવભ્રમણ વધે, માટે ઉપકારી જ્ઞાની પુરુષોએ તે તે જ્ઞાન પ્રાપ્ત કરવા ભારપૂર્વક જણાવ્યું છે.] (૩૫૨) બાળ જ્ઞાત્તિ, સંઘમાળ સંશા |
વઘમો નિ, સમિgિ I૮-૨દ્દા એ પ્રકારે આ આઠ સૂમને જાણીને સર્વ ઈન્દ્રિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org