________________
૧૬૪
[દશ વેકાલિક તેઓ અનુસરે છે અને ગણધરાદિ સર્વ તે વસ્ત્રોના ધારક હોય છે. મૂછ વિના જેમ શરીરને સાથે લેવાય છે, તેમ વસ્ત્રાદિને પણ નિર્મમભાવે વાપરવાં એ જ યુક્તિયુકત છે. આ ગાથાના તિ ને સ્થાને ર્નિતિ એવો પાઠ પણ છે.]
કર્મબન્ધને હેતુ નથી માટે તાળા ત્રાતા (સ્વપરની રક્ષા કરવામાં સમર્થ) નાગપુત્તિળ શ્રી વમાન સ્વામીએ (નિમમભાવે વસ્ત્રપાત્રાદિ રાખવાં) તેને પરિગ્રહ નથી કહ્યો. (કિન્તુ અસત્ વસ્તુમાં પણ કરેલી મૂછ કર્મબંધનું કારણ હોવાથી તત્ત્વથી) મૂછને પરિગ્રહ કહ્યો છે. રુએ પ્રમાણે (તીર્થંકર પાસેથી જાણીને) સિળ = ગણધર ભગવતે વૃત્ત (સૂત્રમાં કહ્યું છે. (૨૧)
[શ્રીશય્યભવસૂરિજીએ મનકમુનિને તીર્થકરેએ કહેલી અને ગણધરોએ સૂત્રરૂપે ગ્રન્થમાં ગૂંથેલી-આ પરિગ્રહની વ્યાખ્યા કહી છે. તત્ત્વથી જે કર્મબન્ધને હેતુ બને તે શાસ્ત્રવિહિત પણ તજવું જોઈએ અને જેથી કર્મબન્ધ ન થાય તે સંયમની દૃષ્ટિએ સૂત્રનિષિદ્ધ પણ કરવું અહિતકર નથી. એનાં દષ્ટાન્ત મહાત્મા સ્થૂલભદ્રજી અને સિંહગુફાવાસીમુનિ વગેરે છે. નવાવાડનું પાલન શાસ્ત્રવિહિત છતાં સ્કૂલભદ્રજી વેશ્યાને ત્યાં રહી સંયમની રક્ષા કરી શક્યા અને ઉગ્રતપસ્વી છતાં સિંહગુફાવાસી મુનિ વેશ્યાને દેખવા માત્રથી સંયમથી ચલિત થયા. વર્તમાનમાં વિશિષ્ટ જ્ઞાનીઓને અભાવ હોવાથી શાસ્ત્રોક્ત વિધિનિષેધને અનુસરવું હિતકર છતાં દષ્ટિ તત્ત્વને અનુસરતી હેવી જોઈએ.]
અહીં પ્રશ્ન થાય કે–વસ્ત્રાદિના અભાવે પણ મમત્વ થાય તો વસ્ત્રાદિ રાખવા છતાં કેમ ન થાય ? તેનું સમાધાન એ છે કે મમત્વ વસ્તુતઃ અજ્ઞાનથી થાય છે, જ્ઞાનીઓને મમત્વ થવામાં બીજભૂત અજ્ઞાન ટળી જવાથી વસ્ત્રાદિ-હાવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org