________________
-
અધ્યયન છ ]
૧૫૯ [ બ્રહ્મચર્યને વાસ્તવિક અર્થ “બ્રહ્મ એટલે આત્મા, તેના સ્વરૂપમાં રમવું એ અને વ્યવહારથી મૈથુન તજીને વીર્યની રક્ષા કરવી એ થાય છે. ત્રણે જગતમાં બ્રહ્મચર્યનું મહત્ત્વ સર્વાધિક રહ્યું છે, દેવોને પણ તે અસાધ્ય છે, દૈવી શક્તિ ન કરી શકે તેવાં દુષ્કર કાર્યો બ્રહ્મચારી મનુષ્ય કરી શકે છે. આત્માના ન્હાના મોટા સર્વ ગુણોને વિકાસ બ્રહ્મચર્યથી થાય છે. તેનું પાલન દુષ્કર-અતિદુષ્કર હોવાથી તેને મહાવ્રતમાં ગણ્યું છે.
મનુષ્યની જ મુક્તિ થઈ શકે છે, કારણ કે બ્રહ્મચર્યને યથાર્થરૂપે મનુષ્ય જ પાળી શકે છે. એ શક્તિ હોવાથી જ જ્ઞાનીઓએ મનુષ્યને મુક્તિની સાધનાને ઉપદેશ કર્યો છે. બ્રહ્મચર્યદ્વારા વીર્યની રક્ષા કર્યા વિના શેષ સ્થાનેનું પાલન દુ શક્ય છે. વીર્ય મનુષ્યની સર્વદેશીય શક્તિ છે. - વીર્યને “ધાતુ” પણ કહેવાય છે. જેમ જ મું નમું વગેરે ધાતુઓથી અનેક શબ્દો બને છે, સુવર્ણ, ત્રાંબુ, વગેરે ધાતુઓથી સર્વ સમ્પત્તિ સઈ શર્માય છે, તેમ શરીરની વિવિધ શક્તિઓનું મૂળ વીર્ય નામની ધાતુ છે. વીર્યમાં ઉષ્ણતા, પ્રકાશ, વીજળી, આકર્ષણ વગેરે એવી શકિતઓ છે, કે જેના બળે શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક શક્તિઓ ખીલે છે અને તેનાથી જગતનાં સ્થૂલ કે સૂક્ષ્મ સજને થઈ શકે છે. વીર્યથી શરીરબળ, તેમાંથી મનોબળ, તેમાંથી બુદ્ધિ અને બુદ્ધિથી આત્મબળ પ્રગટે છે. વસ્તુતઃ મૈથુનસેવનથી વિકાર ઘટતો નથી, પણ વૃદ્ધિ પામે છે અને તેથી શારીરિક તેમજ આધ્યાત્મિક બળ નાશ પામે છે. બ્રહ્મચર્ય દ્વારા વીર્યની રક્ષાથી પ્રગટેલા સત્ત્વગુણથી અનાદિ વાસના ઉપર વિજય મેળવી શકાય છે. મનુષ્ય જેમ જેમ ક્ષીણવીર્ય બને તેમ તેમ પાંચે ઇન્દ્રિયની વાસના વધે છે અને પ્રકૃતિ ઉપરનો કાબૂ ગુમાવે છે, કેાઈ ઉન્માદી પાગલ પણ બને છે અને કોઈ મોતને વશ પણ થાય છે. બ્રહ્મચર્યથી વીર્યની રક્ષા કરનાર યેગીનું સત્વ ખીલતું જાય છે, તેથી કાયા વચન અને મન ઉપર પણ કાબૂ મેળવીને તેના દ્વારા ક્રમશઃ સમ્યગૂ દર્શન-જ્ઞાન અને ચારિત્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org