________________
અધ્યયન પાંચમુ]
૧૧૩
એમ વૈષ્ણવને કહી વસ્ત્ર લાવવા માસ મેાકલ્યા, તે માણુસે ત્યાં ઘેાડાને જોયા અને પાછા આવી પેાતાના સ્વામીને કહ્યું. એથી વૈષ્ણવે પરિત્રાજકના ધ્યેયને સમજી લીધું અને કહ્યું કે દાતારને બદલે આપવાની વૃત્તિવાળાને દાન આપવાથી ધર્મ ન થાય માટે અહીં થી ચાલ્યા જાઓ. તાત્પર્ય કે સ્વક વ્ય સમજીને નિષ્કામવૃત્તિથી દાન કરનારા ગૃહસ્થ મુધાદાયી જાણવા. મુધાવી માટે પણ કહ્યું છે કે-એક રાજાએ ધર્માંની પરીક્ષા માટે ધી એને આમ ત્રણ આપ્યું. કાર્પેટિક વગેરે વિવિધ લાંકા આવ્યા. તેને જીવન ઉપાય માટે પૂછતાં એકે કહ્યું હું મુખખશે ( કથા સંભળાવવાથી મળતી આજીવિકાથી) જીવું છું, ખીજાએ કહ્યું હું પગના બળે (લેખા-પત્રો પહોંચાડીને તેના બદલે મળતી આવિકાથી) જીવુ છું. ત્રીજાએ કહ્યું હું હાથના બળે (લેખનાદિ હસ્તકળાથી આવિકા મેળવીને) જીવું છું. ચોથાએ કહ્યું હું પ્રત્રજિત હોવાથી લેાકાની ભક્તિના બળે જીવું છું, ત્યારે પાંચમા ક્ષુલ્લક સાધુએ કહ્યું સંસારથી વિરક્ત થએલા મુધા (કાઇ આશા-આલંબન વિના) જીવુ છુ'. તે સાંભળી રાજાએ તેના ધમ ને શ્રેષ્ઠ માની સ્વીકાર્યો. અર્થાત્ વૈરાગ્યના બળે જીવનાર મુધાવી સમજવા.
पंचमाज्झयणस्स पढमो उद्देसो सम्मत्तो
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org