SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ હિન- ઇરાદા | [ ૮૭ ] નિયમ નથી. શરીરની જે અવસ્થાએ જિનેશ્વર ભગવાનનું ધ્યાન કરી શકાય એમ હોય તે અવસ્થામાં ધ્યાન કરવું. સૂતાં, બેઠાં કે ઊભાનો કાંઈ ખરેખરો નિયમ નથી. દેશ, કાળની ચેષ્ટાથી સર્વે અવસ્થાએ મુનિએ ઉત્તમ કેવળજ્ઞાનાદિકનો લાભ કરી પાપ રહિત થયા, માટે ધ્યાન કરવામાં દેશકાળને કાંઈ ખરેખર નિયમ નથી. જ્યાં જે સમયે ત્રિકરણ યોગ સ્થિર હોય ત્યાં તે વખતે ધ્યાનમાં વર્તવું શ્રેયસ્કર છે.” નવકારને મહિમા અને ફળ. નવકાર મંત્ર આ લેક અને પરલેક એમ બને લેકમાં અત્યંત ઉપકારી છે. મહાનિશીથ સૂત્રમાં કહેલું છે કે – ના વોર-સાવચ-વિસર-૪૪-જ્ઞઢ-વંધ-મારું चिंतितो रक्खस-रण-राय-भयाई भावेण ॥ १ ॥ ભાવથી નવકાર ગણતાં ચેર, સિંહ, સર્પ, પાણ, અગ્નિ, બંધન, રાક્ષસ, સંગ્રામ, રાજ ભય વિગેરે ભયે જતાં રહે છે. બીજા ગ્રંથમાં પણ કહેવું છે કે –“પુત્રાદિકના જન્મ વખતે પણ નવકાર ગણ 'કે જેથી તે નવકારના ફળથી અદ્ધિવંત થાય, અને મરણવખતે પણ નવકાર સંભળાવવો કે જેથી મરનાર જરૂર સદ્દગતિ જાય છે. આપદા વખતે પણ નવકાર ગણો કે જેથી સેંકડો આપદાઓ જતી રહે છે. ધનવંતે પણ નવકાર ગણવો કે જેથી તેની શક્તિ વિસ્તાર પામે. નવકારને એક અક્ષર સાત સાગરોપમનું પાપ દૂર કરે છે, નવકારના એક પદથી પચાસ સાગરો૫મમાં કરેલાં પાપને ક્ષય થાય છે અને આખો નવકાર ગણવાથી પાંચસો સાગરોપમનું પાપ નાશ પામે છે. વિધિપૂર્વક જિનેશ્વર ભગવંતની પૂજા કરીને જે ભવ્ય જીવ એક લાખ નવકાર ગણે તો તે પ્રાણુ વગર શંકાએ તીર્થંકરનામગોત્રબાંધે છે, આઠ ક્રોડ આઠ લાખ આઠ હજાર આઠસે આઠ (૮૦૮૦૮૮૦૮) નવકાર ગણે તે પ્રાણ ખરેખર ત્રીજે ભવે મોક્ષપદને પામે છે. ” નવકારથી થતા આ લેકના ફળ ઉપર શિવકુમારનું દૃષ્ટાંત. જુગાર આદિ વ્યસનમાં આસક્ત થયેલા શિવકુમારને તેના પિતાએ પિતાના મૃત્યુ સમયે શિખામણ દીધી કે–“કષ્ટ પડે ત્યારે નવકાર ગણજે.” પછી પિતાના મરણ પામ્યા બાદ તે પોતાના દુર્વ્યસનથી નિધન થયેલ ધનાથી કઈક દુષ્ટ પરિણામવાળા ચગીના કહેવાથી તેને ઉત્તરસાધક બનીને કાળી ચઉદશની રાત્રે તેની સાથે સ્મશાનમાં આવી, હાથમાં ખગ લઈ ત્યાં તે યોગીઓ તૈયાર રાખેલા મડદાના પગને મસળતું હતુંતે વખતે પિતાના મનમાં ભય લાગતાં તે નવકારનું સ્મરણ કરવા લાગ્યો. બે ત્રણ વાર તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy