SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વિના [ ૮૨ ] શ્રાદ્ધદિનકૃત્યમાં તે એમ કહ્યું છે કે – सिज्जाहाणं पमत्तुणं चिट्ठिज्जा धरणियले । भावबंधु जगन्नाहं नमुक्कारं तओ पढे । શાસ્થાનકને મૂકી દઈ ભૂમિ પર બેસીને પછી ભાવધર્મબંધુ, જગન્નાથ, નવકાર મંત્ર ભણ. પ્રતિદિનચર્યામાં વળી એમ લખેલું છે કે – जामिणिपच्छिमजामे, सव्वे जग्गंति बालवुड्डाई । परमिट्रिपरममंतं, भणंति सत्तह वाराओ ॥ રાત્રિના પાછલા પહેરે બાળ, વૃદ્ધ વિગેરે સર્વ લેકો જાગે છે ત્યારે પરમેષ્ઠી પરમમત્રને સાત આઠ વાર ભણે (ગણે). નવકાર ગણવાની રીતિ. મનમાં નવકાર મંત્રને યાદ કરતો ઊઠીને (પલંગ) વિગેરેથી નીચે ઉતરી, પવિત્ર ભૂમિએ ઊભા રહીને કે પદ્માસન વિગેરે આસને અથવા જેમ સુખે બેસી શકાય એવા સુખાસને બેસીને પૂર્વ અગર ઉત્તર દિશા જિનપ્રતિમા કે સ્થાપનાચાર્યની સન્મુખ મનની એકાગ્રતા નિમિતે કમળબંધે અને કરજાપ આદિથી નવકાર ગણુ. કમળબંધ ગણવાની રીત. આઠ પાંખડીવાળાં કમળની કલ્પના હૃદય ઉપર કરે, તેમાં વચલી કર્ણિકા ઉપર “નમો અરિહંતાણું” પદ સ્થાપન કરે, પૂર્વાદિ ચાર દિશામાં “નમો સિદ્ધાણું, નમો આયરિઆણું, ન ઉવઝાયાણું, નમો લોએ સવ્વસાહૂણું” એ પદ સ્થાપે અને ચાર ચૂલિકાનાં પદ (એસો પંચ નમુક્કારે, સવપાવપણાસણે, મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલં) ચાર કેણ (વિદિશા) માં સ્થાપીને ગણે એવી રીતે ગણવાથી કમળબંધ જાપ કર્યો કહેવાય છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના અષ્ટમ પ્રકાશમાં પણ ઉપર પ્રમાણે જ બતાવી એટલું વિશેષ કહેલું છે કે – त्रिशुद्ध्या चिन्तयनस्य शतमष्टोत्तरं मुनिः। भुञ्जानोऽपि लभेतैव चतुर्थतपसः फलम् ॥ મન, વચન, કાયાની એકાગ્રતાથી જે મુનિ એ નવકારને એક સે આઠ વાર જાપ કરે તે ભજન કરતાં છતાં પણ ઉપવાસ તપનું ફળ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy