________________
ઉો કર-ચાર
[ ૪૦૧ ]
ઉદાયન રાજા તથા જીવતસ્વામીની પ્રતિમાનું વૃત્તાન્ત. ચંપા નગરીમાં સ્ટીલ પટ એ એક કુમારનંદી નામનો સોને રહેતા હતા. તે પાંચ સોનૈયા આપીને સુંદર કન્યા પરણતો હતો. આ રીતે પરણેલી પાંચસે સ્ત્રીઓની સાથે ઈર્ષાવાળા તે કુમારનંદી એક થંભવાળા પ્રાસાદમાં ક્રિીડા કરતો હતે. એક વખતે પંચશેલ દ્વીપની અંદર રહેનારી હાસા તથા પ્રહાસા નામની બે વ્યંતરીઓએ પિતાને પતિ વિદ્યમાળી ચળે ત્યારે ત્યાં આવી પોતાનું રૂપ દેખાડીને કુમારનંદીને વ્યામોહ પમાડ્યો. કુમારનંદી ભેગની પ્રાર્થના કરવા લાગ્યું, ત્યારે “પંચશલ દ્વીપમાં આવ” એમ કહી તે બને જણીઓ નાશી ગઈ. પછી કુમારનંદીએ રાજાને સુવર્ણ આપી પડતું વજડાવ્યું કે, “જે પુરુષ મને પંચશેલ દ્વીપે લઈ જાય, તેને હું ક્રોડ દ્રવ્ય આપું ” પછી એક વૃદ્ધ ખલાસી હતા, તે કટિ દ્રવ્ય લઈ, તે પિતાના પુત્રને આપી, કુમારનંદીને વહાણમાં બેસારી સમુદ્રમાં બહુ દૂર ગયો, અને પછી કહેવા લાગ્યા કે, “આ વડવૃક્ષ દેખાય છે, તે સમુદ્રને કિનારે આવેલી ડુંગરની તલાટીએ થએલ છે. એની નીચે આપણું વહાણ જાય, ત્યારે તું વડની શાખાને વળગી રહેજે. ત્રણ પગવાળા ભારંડપક્ષી પંચશેલ દ્વીપથી આ વડ ઉપર આવીને સૂઈ રહે છે. તેમના વચલે પગે તે પિતાના શરીરને વસ્ત્રવડે મજબૂત બાંધી રાખજે, પ્રભાત થતાં ઉડી જતાં ભારંડપક્ષીની સાથે તે પણ પંચશલ દ્વીપે પહોંચી જઈશ. આ વહાણ તે હવે હોટા ભમરમાં સપડાઈ જશે. ” પછી નિર્યામકના કહેવા પ્રમાણે કરી કુમારનંદી પંચશેલ કીપે ગયે. ત્યારે પાસા પ્રહાસાએ તેને કહ્યું કે, “હારાથી આ શરીરવડે અમારી સાથે ભેગ કરાય નહીં માટે અગ્નિ પ્રવેશ વિગેરે કર. ' એમ કહી તે સ્ત્રીઓએ કુમારનંદીને હસ્તુસંપુટમાં બેસારી ચંપા નગરીના ઉદ્યાનમાં મૂકો પછી તેના મિત્ર નાગિલ શ્રાવકે ઘણે વાર્યો, તો પણ તે નિયાણું કરી અગ્નિમાં પડ્યો, અને મરણ પામી પંચશેલ દ્વીપને અધિપતિ વ્યંતર દેવતા થયો. નાગિલને તેથી વૈરાગ્ય ઉત્પન્ન થયે, અને તે દીક્ષા લઈ કાળ કરી બારમા અચુત દેવલોકે દેવતા થયે.
એક વખતે નંદીશ્વર દ્વીપે જનારા દેવતાઓની આજ્ઞાથી હાસા પ્રહાસાએ કુમારનંદીના જીવ વ્યંતરને કહ્યું કે, “તું પડહ ગ્રહણ કર.” તે અહંકારથી હુંકાર કરવા લાગે; એટલામાં પડહ તેને ગળે આવીને વળગે. કોઈ પણ ઉપાયે તે પડહ છૂટો પડે નહિ. તે વખતે અવધિજ્ઞાનથી જાણીને નાગિલ દેવતા ત્યાં આવ્યું, જેમ ઘુઅડ સૂર્યના તેજથી નાસીપાસ થાય તેમ તે દેવતાના તેજથી કુમારનંદી વ્યંતર નાસવા લાગ્યું, ત્યારે નાગિલ દેવતાએ પિતાનું તેજ સંહરીને કહ્યું કે, “તું મને ઓળખે છે?” વ્યંતરે કહ્યું બઇ આદિ દેવતાઓને કોણ ઓળખે નહીં ? ” પછી નાગિલ દેવતાએ પૂર્વભવના | શ્રાવકના રૂપે પૂર્વભવ કહી વ્યંતરને પ્રતિબંધ પમાડ્યો. ત્યારે વ્યંતરે કહ્યું, “હવે મારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org