________________
[ ૨૮૦ ]
બાવિધિજાળા
સમજવાં. તેમજ તીર્થકરોની જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણ અને વિહારની ભૂમિએ પણ ઘણા ભવ્ય જીને શુભ ભાવ ઉત્પન્ન કરે છે અને ભવસમુદ્રમાંથી તારે છે, માટે તે ભૂમિઓ પણ તીર્થ જ કહેવાય છે. આ તીર્થોને વિષે સમ્યકત્વ શુદ્ધિને સારૂ ગમન કરવું, તે તીર્થયાત્રા કહેવાય છે. તેનો વિધિ એ છે કે – એક આહાર, સચિત્ત પરિહાર, ભૂમિશયન, બ્રહ્મચર્ય વ્રત વગેરે કઠણ અભિગ્રહ યાત્રા કરાય ત્યાં સુધી પળાય એવા પ્રથમ ગ્રહણ કરવા. પાલખી, સારા ઘોડા, પલંગ વગેરે સમગ્ર દ્ધિ હોય, તે પણ યાત્રા કરવા નીકળેલા ધનાઢ્ય શ્રાવકને પણ શકિત હોય તો પગે ચાલવું ઉચિત છે. કેમકે-વાત્રા કરનાર શ્રાવકે 1 એકાહારી, ૨ સમકિતધારી, ૩ ભૂમિશયનકારી, ૪ સચિરપરિહારી, ૫ પાદચારી અને ૬ બ્રહ્મચારી રહેવું. લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-યાત્રા કરતાં વાહનમાં બેસે તે યાત્રાનું અધુર ફળ જાય, પગરખાં પહેરે તો ફળને ચોથો ભાગ જાય, મુંડન ન કરે તે ત્રીજો ભાગ જાય, અને તીથે જઈને દાન લે તે યાત્રાનું સર્વ ફળ જતું રહે. માટે તીર્થયાત્રા કરનાર પુરુષે એક ટંક ભોજન કરવું, ભૂમિ ઉપર સૂવું અને સ્ત્રી ઋતુવંતી છતાં પણ બ્રહ્મચારી રહેવું.
ઉપર કહ્યા પ્રમાણે અભિગ્રહ લીધા પછી શકિત પ્રમાણે રાજાને ભેટયું વગેરે આપી પ્રસન્ન કરી તેની આજ્ઞા લેવી. યાત્રામાં સાથે લેવા માટે શકિત પ્રમાણે ઉત્તમ મંદિર તૈયાર કરવાં. સ્વજનના તથા સાધર્મિ ભાઈઓના સમુદાયને યાત્રાએ આવવા માટે નિમંત્રણ કરવું. પરમ ભક્તિથી સદગુરુને પણ નિમંત્રણ કરવું. અમારી પ્રવર્તાવવી. જિનમંદિરમાં મહાપૂજાદિ મહોત્સવ કરાવવા. જેની પાસે ભાતું ન હોય તેને ભાતું તથા જેને વાહન ન હોય તેને વાહન આપવું. નિરાધાર માણસને પૈસાને તથા સારા વચનને આધાર આપો. ચોગ્ય મદદ આપીશ એવી ઉષણું કરી ઉત્સાહ વિનાના યાત્રાળુ લોકોને પણ સાર્થવાહની પેઠે હિમ્મત આપવી. આડંબરથી મહટા અને અંદરના ભાગમાં ઘણા સમાસવાળી કઠીઓ, શરાવલ, કનાતે, તંબૂઓ, મહાટી કઢાઈનું તથા બીજાં પણ પાણીનાં મહેતાં વાસણ વગેરે કરાવવાં. ગાડાં, પડદાવાળા રથ, પાલખી, પોઠિયા, ઉંટ, અશ્વ વગેરે વાહને સજજ કરાવવાં. શ્રીસંઘની રક્ષાને સારૂ ઘણા શૂર અનેક સુભટને સાથે લેવા, અને કવચ શિરસ્ત્રાણ વગેરે ઉપકરણ આપીને તેમને સત્કાર કરે. ગીત, નૃત્ય, વાજિંત્ર વગેરે સામગ્રી તૈયાર કરાવવી. પછી સારા શકુન, નિમિત્ત વગેરે જેઈને ઘણા ઉત્સાહવાળા થઈ સારા મુહૂર્ત ઉપર જવું.
માર્ગમાં યાત્રાળુના સર્વ સમુદાયને એકઠો કરે. સારાં પકવાનનો જમાડી તેમને તાંબલ વગેરે આપવું. તેમને અંગે આભૂષણ તથા વસ્ત્રો પહેરાવવાં સારા પ્રતિષ્ઠિત,
ધર્મિષ્ઠ, પૂજ્ય અને ઘણા ભાગ્યશાળી પુરુષો પાસે સંઘવીપણાનું તિલક કરાવવું. સંઘપૂજા ' વગેરે હેટો ઉત્સવ કરવો. બીજાઓ પાસે પણ યેયતા પ્રમાણે સંધવીપણું વગેરેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org