SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ જંa g-ચાર | [ ૩૭૨ ] વસ્ત્રોથી પૂજાયેલી ન હોય? એવી રીતે શોભવા લાગી. જેની અંદર દીપતી દીપશિખાઓ છે એવી ભગવાનની આરતી શ્રાવકોએ કરી. તે દીપતી ઔષધીવાળા પર્વતની ટૂંક માફક શોભતી હતી. અરિહંતના પરમભક્ત એવા તે શ્રાવકેએ ભગવાનને વંદના કરી અશ્વિની માફક આગળ થઈ પોતે રથ ખેંચ્યો. તે વખતે નગરવાસી જનેની સ્ત્રીઓએ હલ્લીસક રાસ શરૂ કર્યા. શ્રાવિકાઓ ચારે તરફ ઘણું મંગળ ગીત ગાવા લાગી, પાર વિનાનું કેશરનું જળ રથમાંથી નીચે પડતું હોવાથી આગળના રસ્તામાં છંટકાવ થવા માંડયા. આ રીતે પ્રત્યેક ઘરની પૂજા ગ્રહણ કરતો રથ, દરરોજ સંપ્રતિ રાજાના દ્વારમાં હળવે હળવે આવતા હતા. તે જોઈ સંપ્રતિ રાજા પણ રથની પૂજા કરવાને તૈયાર થાય અને ફણસ ફળની માફક સર્વાગ વિકસ્વર રેમરાજવાળે થઈ ત્યાં આવે. પછી નવા આનંદરૂપ સરવરમાં હંસની માફક ક્રીડા કરતે સંપ્રતિ રાજા, રથમાં વિરાજમાન થએલી પ્રતિમાની અષ્ટપ્રકારી પૂજા કરે. કુમારપાલે કરેલી રથયાત્રા. મહાપદ્ય ચઢીએ પણ પિતાની માતાના મનોરથ પૂર્ણ કરવાને સારુ ઘણું આડંબરથી રથયાત્રા કરી. કુમારપાળે કરેલી રથયાત્રા આ રીતે કહી છે–ચૈત્ર માસની આઠમને દિવસે ચોથે પહેરે જાણે ચાલતે મેરૂ પર્વત જ ન હ! એ અને સુવર્ણમય હેટા દંડ ઉપર રહેલી વજા, છત્ર, ચામર વગેરે વસ્તુથી દીપો એવો સુવર્ણમય રથ ઘણું સદ્ધિની સાથે નીકળે છે, તે વખતે હર્ષથી નગરવાસી લેકે એકઠા મળીને મંગળકારી જય શબ્દ કરે છે. શ્રાવકે નાત્ર તથા ચંદનનું વિલેપન કરી સુંગધી પુથી પૂજાચલી શ્રી પાર્શ્વજિનની પ્રતિમાને કુમારપાળના બંધાવેલા મંદિર આગળ ઊભા રહેલા રથમાં ઘણું દ્ધિથી સ્થાપન કરે છે. વાજિંત્રના શબ્દથી જગતને પૂર્ણ કરનાર અને હર્ષથી મંગળ ગીત ગાનારી સુંદર સ્ત્રીઓની તથા સામંતના અને મંત્રીઓના મંડળની સાથે તે રથ કુમારપાળના રાજમહેલ આગળ જાય. પછી રાજા રથની અંદર પધરાવેલી પ્રતિમાની પટ્ટવસ્ત્ર, સુવર્ણમય આભૂષણ વગેરે વસ્તુઓથી પિતે પૂજા કરે, અને વિવિધ પ્રકારનાં ગાયન, નાટક વગેરે કરાવે. પછી તે રથ ત્યાં એક રાત રહી સિંહદ્વારની બહાર નીકળે, અને ફરકતી ધ્વજાઓથી જાણે નૃત્ય જ કરી રહેલ ન હાય! એવા પટમંડપમાં આવીને રહે. પ્રભાતકાલે રાજા ત્યાં આવી રથમાં શોભતી જિનપ્રતિમાની પૂજા વગેરે કરે અને ચતુર્વિધ સંઘ સમક્ષ પિતે આરતી ઉતારે. પછી હાથી જેતપેલે રથ સ્થાનકે સ્થાનકે બંધાવેલા ઘણા પટ્ટમંડપમાં રહેતે નગરમાં ફરે વગેરે. તીર્થયાત્રા અને તેની વિધિ. હવે ૩ તીર્થયાત્રાનું સ્વરૂપ કહું છું. તેમાં શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy