________________
-
-
-
-
-
-
[ ૩૬૮]
श्राद्धविधिप्रकरण ।
નિયમ ગ્રહણ કરવામાં પણ પ્રકટ ફળ દેખાય છે. જેમ પલ્લીપતિ વંકચૂલને ગુરૂમહારાજે “અજાણ્યાં ફળ ભક્ષણ ન કરવાં” એવો નિયમ આપે તે, તેથી તેણે ભૂખ ઘણી લાગી હતી, અને લોકોએ ઘણું કહ્યું, તોપણ અટવીમાં કિં પાકફળ અજાણ્યાં હોવાથી ભક્ષણ કર્યા નહીં તેની સાથેના લેકે એ ખાધા, અને તેથી તે લેક મરણ પામ્યા.
દરેક ચોમાસામાં નિયમ લેવાનું કહ્યું, તેમાં ચોમાસું એ ઉપલક્ષણ જાણવું. તેથી પખવાડિયાના અથવા એક, બે ત્રણ માસના તથા એક, બે અથવા તેથી વધુ વર્ષના પણ નિયમ શક્તિ માફક ગ્રહણ કરવાં. જે નિયમ જ્યાં સુધી અને જે રીતે આપણાથી પળાય, તે નિયમ ત્યાંસુધી અને તે રીતે લે. નિયમ એવી રીતે ગ્રહણ કરવા કે, જેથી નિયમ વિના એક ઘડી રહી ન શકે. કેમકે, વિરતિ કરવામાં મહેટા ફળનો લાભ છે, અને અવિર તિપણામાં ઘણું કર્મ બંધનાદિક હોય છે, એ વાત પૂર્વે કહેવામાં આવી છે. પૂર્વે જે નિત્ય નિયમ કહેવામાં આવ્યા છે, તે જ નિયમ વર્ષાકાળના ચોમાસામાં વિશેષ કરી લેવા. તેમાં દિવસમાં બે વાર અથવા ત્રણ વાર પૂજા, અષ્ટપ્રકારી પૂજા, સંપૂર્ણ દેવવંદન, જિનમંદિરે સર્વે જિનબિંબની પૂજા અથવા વંદના, સ્નાત્ર મહોત્સવ, મહાપૂજા, પ્રભાવના વગેરે અભિગ્રહ લેવા. તથા ગુરુને મહાટી વંદના, દરેક સાધુને વંદના, ચોવીશ લેગ
સને કાઉસ્સગ્ગ, નવા જ્ઞાનનો પાઠ, ગુરુની સેવા, બ્રહ્મચર્ય, અચિત્ત પાણી પીવું, સચિત્ત વસ્તુને ત્યાગ ઈત્યાદિ અભિગ્રહ લેવા. તથા વાસી, વિદળ, પૂરી, પાપડ, વડી, સૂકું શાક, તાંદલજા વગેરે પાંદડાંની ભાજી, ખારેક, ખજૂર, દ્રાક્ષ, ખાંડ, સુંઠ, વગેરે વસ્તુને વર્ષાકાળના ચોમાસામાં ત્યાગ કરવો. કેમકે, એ વસ્તુમાં લીલફુલ, કુંથુ આ, અને ઇયળો વગેરે ઉત્પન્ન થવાનો સંભવ રહે છે. ઔષધ વગેરે કામમાં ઉપર કહેલી વસ્તુ લેવી હોય તે સારી પેઠે તપાસીને ઘણું જ સંભાળથી લેવી. તેમજ વર્ષાકાળના ચોમાસામાં ખાટલે, ન્હાવું, માથામાં ફેલ વગેરે ગુંથાવવાં, લીલું દાતણ, પગરખાં વગેરે વસ્તુને યથાશક્તિ ત્યાગ કરે. ભૂમિ દવી, વસ્ત્ર વગેરે રંગવાં, ગાડી વગેરે ખેડવાં, બીજે ગામે જવું વગેરેની પણ બાધા લેવી.
ઘર, હાટ, ભીંત, થાંભલે, કપાટ, પાટ, પાટિયું, પાટી, શીંકું, ઘીનાં, તેલનાં તથા પાણી વગેરેનાં પાણી વગેરેનાં તથા બીજાં વાંસણ, ઇંધણ, ધાન્ય વગેરે સર્વે વસ્તુઓને નીલકૂલ વગેરે જીવની સંસક્તિ ન થાય, તે માટે જેને જે યોગ્ય હોય તે પ્રમાણે કેઈને ચૂનો લગાડો, કોઈમાં રાખ ભેળવવી, તથા મેલ કાઢી નાંખ, તડકામાં મૂકવું, શરદી અથવા ભેજ ન હોય તેવા સ્થાનમાં રાખવું વગેરે સંભાળ લેવી, પાણીને પણ બે ત્રણ વાર ગાળવા વગેરેથી સંભાળવું. ચીકણી વસ્તુ, ગોળ, છાશ, પાણી વગેરેની પણ સારી પેઠે ઢાંકણું વગેરે મૂકીને સંભાળ કરવી. ઓસામણુનું તથા નાનનું પાણી વગેરે લીલફૂલ વળેલી ન હોય એવી ધૂળવાળી શુદ્ધ ભૂમિને વિષે છુટું છૂટું અને થોડું થોડું નાંખવું. ચૂલાને અને દીવાને ઉઘાડો ન મૂકો અને તે માટે ખાસ સંભાળ લેવી. ખાંડવું, દળવું, For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International