________________
ચતુર્થ ચાતુર્માસ-ચાલારા |
[ ૩૬૭ ]
તર્ક જવું નહીં. એમજ સર્વ સચિત્ત વસ્તુનો ત્યાગ કરી ન શકે તે, જે વખતે જે વસ્તુ વિના નિવડ થઈ શકે એમ હોય, તે વખતે તે વસ્તુને નિયમ લે. જે માણસને જે ઠેકાણે, જે વખત જે વસ્તુ મળવાનો સંભવ ન હોય, જેમ કે, દરિદ્રી પુરુષને હાથી વગેરે, મરુદેશમાં નાગરવેલનાં પાન વગેરે, તથા આંબા વગેરે ફળની ઋતુ ન હોય તે, તે તે ફળ દુર્લભ છે, માટે તે પુરૂષે તે ઠેકાણે તે વખતે તે વસ્તુને તે નિયમ ગ્રહણ કરો. આ રીતે અછતી વસ્તુને નિયમ કરવાથી પણ વિરતિ વગેરે હોટું ફળ થાય છે.
અછતી વસ્તુના ત્યાગ વિષે દ્રમકમુનિનું દષ્ટાન્ત. એમ સંભળાય છે કે– રાજગૃહી નગરીમાં એક ભીખારીએ દીક્ષા લીધી, તે જોઈ લેકે “એણે ઘણું ધન છેડીને દીક્ષા લીધી !” એ રીતે તેની હાંસી કરવા લાગ્યા. તેથી ગુરૂ મહારાજે વિહાર કરવાની વાત કરી. ત્યારે અભયકુમારે ચોટામાં ત્રણ ક્રોડ સેનેયાને એક મોટો ઢગલે કરી સર્વ લોકોને લાવીને કહ્યું કે, “ જે પુરૂષ કૂવા વગેરેનું પાણી, દેવતા, અને સ્ત્રીને સ્પર્શ, એ ત્રણ વાનાં યાજજીવ મૂકી દે, તેણે આ ધનને ઢગલે ગ્રહણ કરે.” લોકોએ વિચાર કરીને કહ્યું કે, “ ત્રણ ક્રોડ ધન છોડી શકાય, પરંતુ પાણી વગેરે ત્રણ વસ્તુ ન છોડાય.” પછી મંત્રીએ કહ્યું કે, “અરે મૂઢ લોકે! તે તમે આ દ્રમક મુનિની હાંસી કેમ કરે છે ? એણે તે જળાદિ ત્રણ વસ્તુને ત્યાગ કરેલ હોવાથી ત્રણ કોડ કરતાં પણ વધુ ધનને ત્યાગ કર્યો છે. ” પછી પ્રતિબંધ પામેલા લોકેએ દ્રમક મુનિને નમાવ્યા. આ રીતે અછતી વસ્તુનો ત્યાગ કરવા ઉપર દાખેલે કહ્યો છે.
માટે અછતી વસ્તુનાં પણ નિયમ ગ્રહણ કરવી જોઈએ, તેમ ન કરે તે તે તે વસ્તુ ગ્રહણ કરવામાં પશુની માફક અવિરતિપણું રહે છે, તે નિયમ ગ્રહણ કરવાથી દૂર થાય છે. ભર્તુહરિએ કહ્યું છે કે–અમે ક્ષમા આપી પણ અપમાન સહન ન કર્યું. સંતેષથી ઘરમાં ભેગવવા યોગ્ય સુખને ત્યાગ કર્યો નહી, દુઃસહ ટાઢ, વાયુ અને તાપ સહન કયો પણ કલેશ વેઠીને તપ કર્યું નહી. રાત દિવસ ધનનું ધ્યાન કર્યા કર્યું, પણ નિયમિત પ્રાણાયામ કરીને મુક્તિનું ધ્યાન ધર્યું નહી. આ રીતે મુનિઓએ કરેલાં તે તે કર્મો તે અમે કર્યા પણ તે તે કમેનાં ફલ તે અમને પ્રાપ્ત ન જ થયાં. અહેરાત્રમાં દિવસે એક વાર ભેજન કરે, તે પણ પચ્ચખાણ કર્યા વિના એકાશનું ફળ મળતું નથી. લેકમાં પણ એવી જ રીતિ છે કે, કોઈ માણસ કોઈનું ઘણું ધન ઘણા કાળ સુધી વાપરે, તે પણ કદા વિના તે ધનનું થોડું વ્યાજ પણ મળતું નથી. અછતી વસ્તુને નિયમ ગ્રહણ કર્યો હોય તે, કદાચ કઈ રીતે તે વસ્તુને પેગ આવી જાય તે પણ નિયમ લેનાર માણસ તે વસ્તુ લઈ ન શકે, અને નિયમ ન લીધે હોય તો લઈ શકે. આ રીતે અછતી વસ્તુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org