________________
તૃતીય પર્વ-પ્રારા
[ ૩૬ ]
પર્વ દિવસની આરાધના કરનાર લોકોમાં અગ્રેસર એવા એ શેઠને સહાધ્ય કરવાને સારુ આ કામ કર્યું, માટે તું ધર્મકૃત્યમાં પ્રમાદ ન કર. હવે હું ઘાંચીના અને કોટુંબિકના જીવ જે રાજાઓ થયા છે, તેમને પ્રતિબંધ કરવા જઉં છું.”
એમ કહી દેવતા ગયા. પછી તે બન્ને રાજાઓને સમકાળે વનમાં પૂર્વ ભાવ દેખાડ્યો, તેથી તેમને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી શ્રાવક ધર્મની અને વિશેષે કરી પર્વદિવસની સમ્યફ પ્રકારે આરાધના કરવા લાગ્યા. પછી તે ત્રણ રાજાઓએ દેવતાના કહેવાથી પોતપોતાના દેશને વિષે અમારિની પ્રવૃત્તિ, સાતે વ્યસનની નિવૃત્તિ, ઠેકાણે ઠેકાણે નવ નવા જિનમંદિર, પૂજા, યાત્રા, સાધર્મિક વાત્સલ્ય, પર્વને પહેલે દિવસે પટની ઉદ્દઘષણ તથા સર્વે ને વિષે સર્વે લોકોને ધર્મકૃત્યને વિષે લગાડવા વગેરે ધમની ઉન્નતિ એવી રીતે કરી છે, જેથી એક છત્ર સામ્રાજ્ય જેવો જૈનધર્મ પ્રવર્તી રહ્યો, અને તેના પ્રભાવથી તથા શેઠના જીવ દેવતાની મદદથી તે ત્રણે રાજાઓના દેશમાં તીર્થકરની વિહારભૂમિની માફક અતિવૃષ્ટિના, અનાવૃષ્ટિ, દુભિક્ષના, સ્વચક્ર-પરચક્રના, વ્યાધિના, મરકીના તથા દારિદ્ર વગેરેના ઉપદ્રવ સ્વપ્નમાં પણ રહ્યા નહીં. એવી દુઃસાધ્ય વરતુ શી છે કે, જે ધર્મના પ્રભાવથી સુસાધ્ય ન થાય? આ રીતે સુખમય અને ધર્મમય રાજ્યલક્ષ્મીને ચિરકાળ ભેગવી તે ત્રણે રાજાઓએ સાથે દીક્ષા લઈ ઘણી તપસ્યાથી શીઘ્ર કેવળજ્ઞાન ઉપાર્યું. શેઠનો જીવ દેવતા, તેમને મહિમા ઠેકાણે ઠેકાણે ઘણે જ વધારવા લાગે. પછી પ્રાયે પિતાનું જ દાંત કહી ઉપદેશ કરી પૃથ્વીને વિષે સર્વ પર્વરૂપ સમ્યફ ધર્મનું સામ્રાજ્ય અતિશય વિસ્તાર્યું, અને ઘણા ભવ્ય જીનો ઉદ્ધાર કરી પોતે મોક્ષે ગયા. શેઠનો જીવ દેવતા પણ અયુત દેવકથી એવી માટે રાજા થઈ ફરી વાર પર્વને મહિમા સાંભળવાથી જાતિસ્મરણ જ્ઞાન પામ્ય, અને દીક્ષા લઈ મોક્ષે ગયે. આ રીતે પર્વની આરાધના ઉપર કથા કહી. અગીઆરમી ગાથાને અર્થ ઉપર પ્રમાણે છે. (૧૧) તપાગચ્છીય શ્રી રત્નશેખરસૂરિવિરચિત “શ્રાદ્ધવિધિપ્રકરણ” ની
શ્રાદ્ધવિધિમુદિ' ટીકામાં તૃતીય “પકૃત્યપ્રકાશ સંપૂર્ણ થયે.
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org