________________
[ ૩૪ ].
भाद्धविधिप्रकरण ।
સામગ્રીને જગ છતાં પણ તે ધર્માનુષ્ઠાન કરવામાં આલસ્ય વગેરે દેષથી પ્રમાદી થયે. તેથી આ ભવને વિષે તને આ રીતે લાભહાનિ થાય છે. વળી કહ્યું છે કે-ધર્મને વિષે પ્રમાદ કરનારો માણસ જે કાંઈ પિતાનું નુકશાન કરી લે છે, તે ચોરના લૂંટવાથી, અગ્નિના બાળવાથી, અથવા જૂગટામાં હાર ખાવાથી પણ થતું નથી.
જ્ઞાનીનું એવું વચન સાંભળી તે શેઠ પોતાના કુટુંબ સહિત હમેશાં ધર્મને વિષે સાવધાન રહ્યો, અને પોતાની સર્વ શક્તિથી સર્વે પર્વોની આરાધના કરવા લાગે, અને ઘણું જ છેડો અથવા થોડો આરંભ કરી તથા વ્યવહારશુદ્ધિ બબર સાચવીને વ્યાપાર વગેરે બીજ આદિ પર્વને દિવસે જ કરતા હતા, પરંતુ બીજી વખતે નહીં. તેથી સર્વે ગ્રાહકોને વિશ્વાસ પડી ગયો. સર્વે તેની સાથે જ વ્યવહાર કરવા લાગ્યા, પણ બીજાઓની સાથે કોઈ વ્યવહાર કરે નહીં. થોડા દિવસમાં તે ક્રોડ સોનૈયાનો ધણ થયે. કાગડા, કાયસ્થ અને કૂકડા એ ત્રણ જણ પોતાના કુળનું પોષણ કરે છે, અને વણિક, શ્વાન, ગજ તથા બ્રાહ્મણ એ ચારે જણ પિતાના કુળનો નાશ કરે છે. એવી કહેવત છે, તે પ્રમાણે બીજા વણિક લેકેએ અદેખાઈથી રાજાની પાસે ચાડી ખાધી કે, “એને ક્રોડ સોનૈયાનું નિધાન મળ્યું.” તેથી રાજાએ શેઠને ધનની વાત પૂછી. શેઠે કહ્યું. સ્થળ મૃષાવાદ, સ્થળ અદત્તાદાન વગેરેનો ગુરુ પાસે નિયમ લીધો છે. ” પછી બીજા વાણિયાઓના કહેવાથી રાજાએ “એ ધર્મ ઠગ છે. ” એમ વિચારી તેનું સર્વધન પિતાના કબજામાં લઈ તેને તથા તેના પરિવારને પોતાના મહેલમાં કબજે રાખ્યો. શેઠે મનમાં વિચાર્યું કે, “આજે પંચમી પર્વ છે, તેથી આજ મને કંઈ પણ રીતે અવશ્ય લાભ થવો જ જોઈએ.”
પ્રભાતવખતે રાજા પિતાના સર્વ ભંડાર ખાલી થએલા અને શેઠનું ઘર સેનાહેરથી તથા ઝવેરાતથી સંપૂર્ણ ભરાઈ ગએલું જઈ ઘણું આશ્ચર્ય અને ખેદ પામ્યો. પછી તેણે શેઠને ખમાવીને પૂછયું કે, “હે શેઠજી! આ ધન શી રીતે હારે ઘેર ગયું?” શેઠે કહ્યું. “હે પણ ! કાંઈ જાણતો નથી, પરંતુ પર્વને દિવસે પુણ્યના મહિમાથી મને લાભ જ થાય છે. ” આ રીતે સર્વ વાત શેઠે કહી, ત્યારે પર્વનો મહિમા સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામેલા રાજાએ પણ છીએ પર્વો પાળવાને યાજજીવ નિયમ લીધો. તે જ વખતે ભંડારીએ આવી રાજાને વધામણી આપી કે, “વષકાળના વરસાદથી જેમ સરોવર ભરાય છે, તેમ આપણા સર્વ ભંડાર ધનથી હમણાં જ પરિપૂર્ણ થયા છે.” તે સાંભળી રાજા ઘણું અજાયબ થયે અને હર્ષ પામ્યો. એટલામાં ચંચળ એવા કુંડળ આદિ આભૂષણેથી દેદીપ્યમાન એ એક દેવતા પ્રકટ થઈ કહેવા લાગ્યો કે, “હે રાજન ! ત્યારે પૂર્વ ભવને મિત્ર જે શેઠનો પુત્ર છે, જે હમણુ દેવતાનો ભવ ભેગવે છે, તેને તું ઓળખે છે ? મેં પૂર્વ ભાવે વચન આપ્યું હતું તેથી તેને પ્રતિબંધ કરવાને અર્થે તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org