SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પવૅત્યપ્રજા । જિનકલ્યાણકાદિ પાની આરાધના, "" સંભળાય છે કે—સર્વે પવૃતિથિઓની આરાધના કરવાને અસમર્થ એવા કૃષ્ણ મહારાજે શ્રી નેમિનાથ ભગવાનને પૂછ્યું કે, “ હે સ્વામિન્! આખા વર્ષમાં આરાધવા ચેાગ્ય ઉત્કૃષ્ટ પર્વ કર્યું ? ” ભગવાને કહ્યું. “ હે મહાભાગ 1 જિનરાજનાં પાંચ કલ્યાણકાથી પવિત્ર થએલી માગશર શુદ્ધિ અગીઆરશ (મૌન અગીઆરશ ) આરાધવા ચેાગ્ય છે. આ તિથિને વિષે પાંચ ભરત અને પાંચ એરવત મળી દશ ક્ષેત્રમાં એકેકમાં પાંચ પાંચ પ્રમાણે સર્વ મળી પચાસ કલ્યાણક થયા. પછી કૃષ્ણે મોન, પૌષધાપવાસ વગેરે કરીને તે દિવસની આરાધના કરી. તે પછી જેવા રાજા તેવી પ્રજા ” એવા ન્યાય હાવાથી સર્વ લેાકેામાં “ એ. એકાદશી આરાધવા ચેાગ્ય છે ” એવી પ્રસિદ્ધિ થઈ. પતિથિએ વ્રત પચ્ચખાણુ વગેરે કરવાથી માટુ' કુળ મળે છે, કેમકે, તેથી શુભ ગતિનું આયુષ્ય બંધાય છે. માગમમાં *હ્યું છે કે— પ્રશ્ન—હૈ ભગવાન ! બીજ વગેરે તિથિને વિષે કરેલું ધર્મા નુષ્ઠાન શું ફળ આપે છે ? ઉત્તરઃ—હે ગૌતમ ! બહુ ફળ થાય છે. કેમકે, પ્રાયે આ પતિથિઓને વિષે પરભવનું આયુષ્ય બંધાય છે, માટે એને વિષે જાતજાતની તપસ્યા તથા ધર્માનુષ્ઠાન કરવાં, કે જેથી શુભ આયુષ્ય ઉપાર્જન કરાય. પ્રથમથીજ આયુષ્ય બધાએલું ડાય તા પાછળથી ઘણુંએ ધર્માનુષ્ઠાન કરવાથી પણ તે ટળતુ નથી. જેમ પૂર્વે શ્રેણિક રાજાએ ગર્ભવતી હરણીને હણી, તેના ગર્ભ જૂદો પાડી પેાતાના ખભા તરફ્ ષ્ટિ કરતાં નરક ગતિનું આયુષ્ય ઉપાયું. પાછળથી તેને ક્ષાયિક સમ્યકત્વ થયું, તે પશુ તે આયુષ્ય રન્યુ નહીં. અન્યદર્શનમાં પણ પતિથિએ તેલ ચાપડીને ન્હાવુ, મૈથુન વગેરે કરવાની ના કહી છે. વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે-ડે રાજેંદ્ર ! ચૌદશ, આઠમ, અમાસ, પુનઃમ અને સૂર્યની સંક્રાંતિ એટલાં પ કહેવાય છે. જે પુરુષ આ પર્ધાને વિષે અભ્યંગ ન કરે, સ્ત્રી ભાગવે અને માંસ ખાય, તે પુરુષ મરણુ પામીને વિમુત્રèાજન નામે નરકે જાય. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે-ઋતુને વિષેજ સ્રીસ@ગ કરનારા અને અમાવાસ્યા, અષ્ટમી, પૂર્ણિમા અને ચતુર્દશી એ તિથિયાને વિષે સભાગ ન કરનારા બ્રાહ્મણ હમેશાં બ્રહ્મચારી કહેવાય છે; માટે પર્વ આવે તે વખતે પાતાની સર્વ શક્તિવડે ધર્માચરણને સારૂ યત્ન કરવા. અવસરે થાડુ પણ પાન ભાજન કરવાથી જેમ વિશેષ ગુણ થાય છે, તેમ અવસરે ઘેાડું' પણ ધર્માનુષ્ઠાન કરવાથી ઘણું ફળ મળે છે. વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે-શરઋતુમાં જે કાંઇ જળ પીધું હાય, પાષ માસમાં તથા મહા માસમાં જે કાંઇ ભક્ષણ કર્યુ” હાય, અને જ્યેષ્ઠ માસમાં તથા આષાઢ માસમાં જે કાંઇ ઊંઘ લીધી હાય, તે ઉપર માણસે જીવે છે. વર્ષાઋતુમાં મીઠું, શરદઋતુમાં પાણી, હેમંત ( માગશર પાષ) ઋતુમાં ગાયનું દૂધ, શિશિર ( મહા તથા ફાગણુ ) ઋતુમાં આમળાના રસ, વસંત (ચૈત્ર તથા વૈશાખ ) ઋતુમાં ઘી અને શ્રીષ્મ ( જ્યેષ્ઠ તથા અષાડ) ૠતુમાં ગાળ અમૃત સમાન છે. પા મહિમા એવા છે કે-તેથી પ્રાયે અધીને ધર્મ કરવાની, નિર્દયને દયા કરવાની, અવિરતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org 66 [ ૧૭ ]
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy