________________
પ્રથમ વિનય છે
[ ૩૨ ]
વારંવાર ઉતરીને પાછા ચડે છે ? રાજાએ જવાબ આપ્યો કે, જેમ માતાને બાળક મૂકી શકતું નથી તેમ આ તીર્થને પણ હું મૂકવા સમર્થ નથી, માટે અહિંયાં જ નવું નગર વસાવીને આપણે તે રહીશું, કેમકે નિધાન સરખું આ સ્થાન પામીને કણ પાછું મૂકે !! - પિતાના સ્વામીની આજ્ઞા, વિચક્ષણ વિવેકી કોણ લોપી સકે ! માટે જ તે દિવાને રાજાની આજ્ઞાથી તેજ પર્વતની પાસે વાસ્તુ શાસ્ત્રની વિધિપૂર્વક નગર વસાવ્યું. “ આ નગરમાં જે નિવાસ કરશે તેમની પાસેથી કાંઈ પણ કર લેવામાં આવશે નહીં.” એવી વાણું સાંભળીને કેટલાક લેભથી, કેટલાક તીર્થ ભકિત ભારથી, તેમ કેટલાક સહજ સ્વભાવથી પણ તે સંઘ મધ્યેના તેમજ બીજા લેક પણ આવીને વસ્યા. પાસેજ નવીન વિમલાચલ તીર્થ હોવાથી અને વિમળ( નિર્મળ ) પરિણામીને જ ઘણે ભાગ આવીને નિવાસ કરવાથી જ તે નગરનું નામ પણ “વિમલપુર” સાર્થક થયું. નવી દ્વારામતી નગરી વસાવીને જેમ શ્રીકૃષ્ણ વાસુદેવ વસ્યા તેમ મોટી રાજયઋદ્ધિને ભેગવતે અને શ્રી જિનેશ્વરના ધર્મધ્યાનથી યુક્ત આ રાજા પણ સુખરૂપ ત્યાં નિવાસ કરવા લાગ્યા.
તે નગરના ચૈત્ય ઉપર જેમ મીણ સ્વરને બોલનાર એક પોપટ રાજહંસની જેમ તે જિતારી રાજાને પરમાનંદકારી કીડાના સ્થાનરૂપ થયે. જ્યારે જ્યારે તે રાજા જિનાલયમાં આવીને અહંત પ્રભુના દર્શન તથા સ્થાનમાં નિમગ્ન થાય ત્યારે ત્યારે તે શુકનાં મીણ વચન સાંભળવામાં તેનું મન લાગતું; તેથી જેમ ચિત્રામણ પર ધુમ લાગવાથી કાળાશ લાગી જાય તેમ, તેના શુભ ધ્યાનમાં તે પોપટનાં મિણ વચન પર( પ્રીતિ ) થવાથી મલિનતા લાગી જતી. એમ કેટલેક કાળ ગયા પછી તેણે એક સમયે શ્રી રાષભસ્વામિના સન્મુખ અણસણ કર્યું, કેમકે એવા વિવેકી પુરુષે છેલી અવસ્થામાં સમાધિમરણની જ ચાહના રાખે છે. સમયની જાણ અને વૈર્યવંતી તે હંસી અને સારસી બનને રાણીઓ તે વખતે રાજાને નિયમ કરાવતી નવકાર શ્રવણ કરાવવા લાગી. તે સમયે પેલે પોપટ તે જ દેરાસરના શિખર પર ચડીને મીષ્ટ વચન ઉચ્ચાર કરવા લાગ્યું જેથી રાજાનું ધ્યાન તે પોપટ પર જ લાગી ગયું. તે જ સમયે રાજાનું આયુષ્ય પણ પરિપૂર્ણ થવાથી થકવચનના રાગને લીધે પિપટની જાતિમાં ઉત્પન્ન થયા. અહાહા !! ભવિતવ્યતા પિતાના શરીરની છાયાની માફક દુર્તવ્ય છે. છેલ્લા( અંત) સમયે જે મતિ હોય તે જ આ આત્માની ગતિ થાય એવી જે પંડિત જનની ઉક્તિ તેને આ રાજાએ પિપટની જાતિમાં જન્મી સિદ્ધ કરી કે, પોપટ, મેના, હંસ અને કુતરા પ્રમુખ કીડા સર્વથા તીર્થકરોએ અનર્થદંડપણે બતાવી છે તે સત્ય જ છે, નહીં તો આવા સમકીતિ રાજાની આવી નીચ ગતિ કેમ થાય? એ જમાં રહેલી વિચિત્રતા સ્યાદ્વાદને જ સિદ્ધ કરે છે. તેવા પ્રકારને આ રાજાને ધર્મને વેગ છતાં પણ જ્યારે આવી દુષ્ટ ગતિ થઈ, નર્ક અને તિર્યંચ એ બે ગતિએ જે દુષ્ટ કર્મથી પ્રાણુએ બાંધેલી હોય, તેને ક્ષય વિમલાચળ તીર્થની યાત્રાથી થઈ જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org