SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય રિ-ચપરા [ રૂ૪૨]. ટાળવે, પવિત્ર થવું, પછી વસ્ત્ર બરોબર પહેરીને રક્ષામંત્રથી પવિત્ર કરેલી પહેલી પથારીને વિષે સર્વ આહારને પરિત્યાગ કરીને ડાબે પડખે સૂઈ રહેવું. ક્રોધથી, ભયથી, શેકથી, મદ્યપાનથી, સ્ત્રીસંગથી, ભાર ઉપાડવાથી, વાહનમાં બેસવાથી તથા માગે ચાલવાથી ગ્લાનિ પામેલા, અતિસાર, શ્વાસ, હેડકી, શૂળ, ક્ષત (ઘા), અજીર્ણ વગેરે રોગથી પીડાયલા, વૃદ્ધ, બાળ, દુર્બળ, ક્ષીણ થએલા અને તૃષાતુર થએલા એટલા પુરુષોએ કોઈ વખતે દિવસે સૂઈ રહેવું. ત્રીષ્મ ઋતુમાં વાયુને સંચય, હવામાં રૂક્ષતા તથા ટૂંકી રાત્રિ હોય છે, માટે તે ઋતુમાં દિવસે ઊંઘ લેવી લાભકારી છે, પણ બીજી ઋતુમાં દિવસે નિદ્રા લે તો તેથી કફ પિત્ત થાય. ઘણી આસક્તિથી અથવા અવસર વિના ઉંઘ લેવી સારી નથી, કેમકે તેવી ઉંઘને વખત રાત્રિની માફક સુખને તથા આયુષ્યને નાશ કરે છે. સૂતી વખતે પૂર્વે દિશાએ મસ્તક કરે તે વિદ્યાન, અને દક્ષિણ દિશાએ કરે તે ધનને લાભ થાય. પશ્ચિમ દિશાએ મસ્તક કરે તો ચિંતા ઉપજે, તથા ઉત્તર દિશાએ કરે મૃત્યુ અથવા નુકશાન થાય. આ રીતે નીતિશાસ્ત્રાદિકમાં કહેલે શયનવિધિ કહ્યો છે. આગમમાં કહેલો વિધિ આ પ્રમાણે છે –સૂતી વખતે ચૈત્યવંદન વગેરે કરીને દેવને તથા ગુરૂને વંદના કરવી. ચઉવિહાર વગેરે પચખાણ ગ્રંથિ સહિત ઉચરવું, તથા પૂર્વે ગ્રહણ કરેલા વ્રતમાં રાખેલા પરિણામને સંક્ષેપ કરવારૂપ દેશાવકાશક વ્રત સવીકારવું. દિનકૃત્યમાં કહ્યું છે કે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને દિનલાભ (પ્રભાતસમયે વિદ્યમાન પરિગ્રહ), એ સર્વે પૂર્વે નિયમિત નથી તેને નિયમ કરું છું. તે એ કે –એકેંદ્રિયને તથા મશક, જૂ વગેરે ત્રસ જીવોને મૂકીને બાકીને આરંભ જ અને સાપરાધ ત્રસ જીવ સંબંધી તથા બીજે સર્વ પ્રાણાતિપાત, મનને શેકવું અશક્ય છે, માટે વચનથી તથા કાયાથી ગાંઠ ન છોડું ત્યાં સુધી ન કરું અને ન કરાવું. એ રીતે જ મૃષાવાદ, અદત્તાદાન અને મૈથુનને પણ નિયમ જાણ. તથા દિનલાભ પણ નિયમિત નહીં હતું, તેને હમણાં નિયમ કરું છું. તેમજ અનર્થદંડને પણ નિયમ કરું છું. શયન, આચ્છાદન વગેરે મૂકીને બાકીના સર્વ ઉપગ પરિભેગને, ઘરને મધ્ય ભાગ મૂકી બાકી સર્વ દિશિગમનને ગાંઠ ન છોડું ત્યાં સુધી વચનથી તથા કાયાથી ન કરૂં અને ન કરાવું. આ રીતે દેશાવકાશિક સ્વીકારવાથી મોટું ફળ મળે છે, અને એથી મુનિરાજની માફક નિ:સંગપણું પેદા થાય છે. આ વ્રત વૈદ્યના જીવ વાનરે જેમ પ્રાણાંત સુધી પાળ્યું, અને તેથી તે જેમ આવતે ભવે સર્વોત્કૃષ્ટ ફળ પામ્યા, તેમ બીજા વિશેષ ફળના અથી મનુષ્ય પણ મુખ્ય માર્ગો પાળવું. પરંતુ તેમ પાળવાની શક્તિ ન હોય તો અનાગાદિ ચાર આગારોમાં ચોથા આગારવડે અગ્નિ સળગવા વગેરે કારણથી તે (દેશાવકાશિક) વ્રત મૂકે, તે પણ વ્રતભંગ ન થાય. વિના જીવ વાનરનું દષ્ટાંત અમે રચેલા આચારપ્રદીપ ગ્રંથમાં જોઈ લેવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy