________________
[ રૂટ ].
श्राद्धविधिप्रकरण ।
દેવસી પ્રતિક્રમણમાં જઘન્ય ત્રણ, ૫ખી તથા માસીમાં પાંચ અને સંવત્સરીમાં સાત સાધુઓને જરૂર ખમાવવા. પાક્ષિકસૂત્ર વૃત્તિ અને પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં આવેલી વૃદ્ધસામાચારીમાં પણ એ પ્રમાણે કહ્યું છે.
હવે પ્રતિક્રમણના અનુક્રમનો વિચાર પૂજ્ય શ્રી જયચંદ્રસૂરિકૃત ગ્રંથમાંથી જાણ. પ્રતિક્રમણ વિધિ ઊપર કહી તે પ્રમાણે છે.
ગુરૂની વિશ્રામણા. તેમજ આશાતના ટાળવા વગેરે વિધિથી મુનિરાજની અથવા ગુણવંત તથા અતિશય ધર્મિષ્ઠ શ્રાવક આદિની સેવા કરે. વિશ્રામણું એક ઉપલક્ષણ છે, માટે સુખસંયમયાત્રાની પૃચ્છા વગેરે પણ કરે. પૂર્વ ભાવે પાંચસે સાધુઓની સેવા કરવાથી ચક્રવતી કરતાં અધિક બળવાન થએલા બાહુબળિ વગેરેના દષ્ટાંતથી સેવાનું ફળ વિચારવું. ઉત્સર્ગ માર્ગે જતાં સાધુઓએ કઈ પાસે પણ સેવા ન કરાવવી, કારણ કે, “તવાપરામા” એ આગમ વચનમાં નિષેધ કર્યો છે. અપવાદ–સાધુઓએ સેવા કરાવવી હોય તે સાધુ પાસે જ કરાવવી તથા કારણે પડે સાધુને અભાવે લાયક શ્રાવક પાસે કરાવવી. જો કે મોટા મુનિરાજ સેવા કરાવતા નથી, તથાપિ મનના પરિણામ શુદ્ધ રાખી સેવાને બદલે મુનિરાજને ખમાસમણ દેવાથી પણ નિર્જરાને લાભ થાય છે, અને વિનય પણ સચવાય છે.
સ્વાધ્યાય કરે. તે પછી પૂર્વ કહેલા દિનકૃત્ય આદિ શ્રાવકને વિધિ દેખાડનારા શ્રેથેની અથવા ઉપદેશમાળા, કર્મગ્રંથ વગેરે ગ્રંથને ફેરવવારૂપ, શીલાંગ વગેરે રથની ગાથા ગણવારૂપ અથવા નવકારની વલયાકાર આવૃત્તિ વગેરે સ્વાધ્યાય પિતાની બુદ્ધિ પ્રમાણે મનની એકાગ્રતાને માટે કરવી.
૧૮ હજાર શીલાંગ રથનું સ્વરૂપ, શીલાંગ રથ આ ગાથા ઉપરથી જાણ. - करणे ३ जोए ३ सन्ना ४, इंदिअ ५ भूमाइ १० समणधम्मो अ १० ॥ सिलंगसहस्साणं, अट्ठारसगस्स निष्फत्ती ॥ १॥
અર્થ –કરણું, કરાવણ, અનુમોદન એ ત્રણ કરણ, એ ત્રણેને મન, વચન અને કાયાના ત્રણ વેગથી ગુણતાં નવ થયા. તે નવને આહાર, ભય, મેથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાથી ગુણતાં ૩૬ છત્રીશ થયા. તેને ચક્ષુ, સ્પર્શ, શ્રોત્ર, રસ અને બ્રાણ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org