SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ [ રૂ૩૦ ] શ્રાવિધિ કૃત્ય કરવાં એ જ લક્ષમીનું ફળ છે. કુમારના સહવાસથી તેની બે સ્ત્રીઓ પણ કુમાર સરખી જ ધર્મનિષ્ટ થઈ. પુરુષોની સાથે સહવાસ કરવાથી શું ન થાય? પછી રત્નસારકુમાર આયુષ્ય પૂરું થયું ત્યારે બે સ્ત્રીઓની સાથે પંડિત મરણવડે દેહ છોડીને અશ્રુત દેવલોકે ગયે. શ્રાવકને એ ગતિ ઉત્કૃષ્ટ કહી છે. રત્નસારને જીવ ત્યાંથી આવી મહાવિદેહ ક્ષેત્રમાં અવતરશે, અને જૈન ધર્મની સમ્યક પ્રકારે આરાધના કરી શીવ્ર મોક્ષસુખ પામશે. ભવ્ય જીવોએ આ રીતે કહેલું આશ્ચર્યકારી રત્નસાર કુમારનું ચરિત્ર બરોબર ધ્યાનમાં લેવું, અને પાત્રદાનને વિષે તથા પરિગ્રહ પરિમાણવ્રત આદરવાને વિષે ઘણે જ યત્ન કરે. આ રીતે પાત્રદાન ઉપર અને પરિગ્રહ પરિમાણ ઉપર રત્નસાર કુમારની કથા કહી. ભેજનાવસરે સુપાત્રદાન વિગેરે. વિવેકી પુરુષ સાધુ આદિને વેગ હોય તો ઉપર કહેલી રીતે દરરોજ વિધિ પ્રમાણે અવશ્ય પાત્રદાન કરે. તેમજ ભજનને વખતે અથવા પહેલાં આવેલા સાધમી એને પણ શક્તિ પ્રમાણે પિતાની સાથે જમાડે કારણ કે, સાધમી પણ પાત્ર જ કહેવાય છે. સાધમી વાત્સલ્યની વિધિ વગેરે આગળ આવશે. તેમજ બીજા પણ ભીખારી વગેરે લકોને ઉચિત દાન આપવું. તેમને નિરાશ કરી પાછા કાઢવા નહીં. કર્મબંધ કરાવવો નહીં, ધર્મની હીલના પણ ન કરાવવી, પિતાનું મન નિર્દય ન રાખવું. ભેજનને અવસરે દ્વાર બંધ કરવું વગેરે એ હાટા અથવા દયાળુ પુરુષોનું લક્ષણ નથી. સાંભળવામાં પણ એમ છે કે, ચિત્રકૂટને વિષે ચિત્રાંગદ રાજા હતો. તેના ઉપર ચઢાઈ કરનાર શત્રુની સેનાએ ચિત્રકૂટ ગઢને ઘેરી નાંખે. શત્રુઓની અંદર પેસવાની ઘણું ધાસ્તી હોવાં છતાં પણ ચિત્રાંગદ રાજા દરરોજ ભેજનને વખતે પિળનો દરવાજો ઉઘડાવતો હતો. તે મર્મની વાત ગણિકાએ જાહેર કરવાથી શત્રુઓએ ગઢ તાબામાં લીધે. એવી રીત છે માટે શ્રાવકે અને તેમાં પણ વિશેષ કરી અદ્ધિવંત શ્રાવકે ભેજનને વખતે દ્વાર બંધ કરવા નહીં, કેમકે – કણું પિતાનું ઉદરપોષણ કરતો નથી ? પરંતુ ઘણું જીવન નિર્વાહ ચલાવે તેની જ પુરુષમાં ગણત્રી છે, માટે ભેજન વખતે આવેલા પોતાના બાંધવ આદિને જરૂર જમાડવા. ભેજનને વખતે આવેલા મુનિરાજને ભક્તિથી, યાચકોને શક્તિના અનુસારથી અને દુઃખી ને અનુકંપાથી યથાયોગ્ય સંતુષ્ટ કર્યા પછી જ મોટા પુરુષને ભેજન કરવું ઉચિત છે. આગમમાં પણ કહ્યું છે કે–સુશ્રાવક ભજન કરતાં દ્વાર બંધ કરે નહીં, કેમકે, જિનેકોએ શ્રાવકને અનુકંપાદાનની મનાઈ કરી નથી. શ્રાવકે ભયંકર ભવસમુદ્રમાં અને સમુદાય દુઃખથી હેરાન થએલે જોઈ નાતજાતની અથવા ધમની મનમાં તફાવત ન રાખતાં દ્રવ્યથી અન્નાદિક દઈને તથા ભાવથી સન્માર્ગે લગાડીને યથાશક્તિ અનુકંપા કરવી. એવું Jain Education International For Private & Personal Use Only i www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy