________________
પ્રથમ જિન-પ્રારા !
[ ૩૨૨ ]
હતાં. સરવર જેમ સરસ જળવાળું હોય છે, તેમ કઈ ઠેકાણે સરસ લાડવાવાળી એવી કોઈની દૂકાની શ્રેણિ હતી; કઈ ઠેકાણે સફેદ કિરણવાળા ચંદ્રમાની માફક સફેદ કપડાંવાળી કાપડિયાની દુકાન હતી; કોઈ ઠેકાણે સોના રૂપા આદી ઉત્તમ વસ્તુવાળા નિધિની માફક કપૂર આદિ સુગંધી વસ્તુવાળી સુધીની દુકાન હતી. કેઈ ઠેકાણે હિમવત પર્વતની માફક જાતજાતની ઔષધીનો સંગ્રહ રાખનારી ગાંધીની દુકાન હતી. અભવ્ય જીવોની ધર્મક્રિયા જેમ ભાવવિનાની હોય છે, તેમ કોઈ ઠેકાણે ભાવ વિનાની અક્કલની દુકાન હતી, સિદ્ધાંતનાં પુસ્તક જેમ સુવર્ણથી (અક્ષરથી) ભરેલાં હોય છે, તેમ કે ઠેકાણે સુવર્ણથી (સોનાથી ભરેલી સરાફેની દુકાન હતી; મુક્તિ પદ જેમ અનંત મુકતાત્ય (અનંતા સિદ્ધોથી શોભતું) છે, તેમ કોઈ ઠેકાણે અનંત મુક્તાલ્ય (પાર વિનાના મતીથી શોભતી) એવી મેતીની દુકાન હતી; વન જેમ વિદ્રુમપૂર્ણ (સારા વૃક્ષથી વ્યાસ) હોય છે, તેમ કઈ ઠેકાણે વિદ્રુમપૂર્ણ (પરવાળાથી વ્યાસ) એવી પરવાળાની દુકાને હતી, કઈ ઠેકાણે રોહણ પર્વતની માફક ઉત્તમ રત્નવાળી જવેરાતની દુકાન હતી; કઈ ઠેકાણે આકાશની માફક દેવતાધિષિત એવા કુત્રિકા પણ હતા; સુતેલા અથવા પ્રમાદી પુરૂષનું ચિત્ત જેમ શૂન્ય દેખાય છે તેમ તે નગરીમાં સર્વ ઠેકાણે શૂન્ય દેખાય છે, તેમ તે નગરીમાં સર્વ ઠેકાણે શૂન્યતા દેખાતી હતી, પણ વિષ્ણુ જ્યાં જાય ત્યાં જેમ તેની સાથે લક્ષમી હોય છે, તેમ ત્યાં સર્વ ઠેકાણે ઘણી લક્ષમી દેખાતી હતી.
- બુદ્ધિશાળી રત્નસાર કુમાર સર્વ રત્નમય નગરીને અનુક્રમે જેતે હતે. ઈંદ્ર જેમ પિતાના વિમાનમાં જાય તેમ રાજમહેલમાં ગયો. એક પછી એક ગજશાળા, અશ્વશાળા, શસ્ત્રશાળા વગેરેને ઉલંઘન કરતો કુમાર ચક્રવતીની માફક ચંદ્રશાળાએ (છેલે મજલે) ગયે. પછી તેણે ત્યાં એક ઇંદ્રની શયા સરખી ઘણું જ મનહર રત્નજડિત શયા દીઠી. ઇંદ્ર સરખો સાહસી અને ભય રહિત એ કુમાર ઘણી નિદ્રા આવતી હોવાથી તથા થાક દૂર કરવાને માટે શવ્યા ઉપર પોતાના ઘરની માફક હર્ષવડે સૂઈ રહ્યો એટલામાં રાક્ષસ માણસના પગની હાલચાલ જાણ ક્રોધ પામે, અને મહાટો વ્યાવ્ર જેમ સિંહની પાછળ જાય, તેમ કુમારની પાસે આવ્યું. અને કુમાર સુખે સૂતો છે એમ જોઈ તેણે મનમાં વિચાર્યું કે, “જે વાત બીજે કઈ મનમાં પણ આણી ન શકે, તે વાત એણે સહજ લીલાથી કરી. પિઠાઈનાં કામ કાંઈ વિચિત્ર પ્રકારનાં હોય છે. આ મહારા વૈરીને હવે કયા મારથી મારૂં? જેમ નખથી ફળ તોડે છે, તેમ એનું મસ્તક નખથી તોડું કે કેમ? અથવા એને ગદાવડે મારી એકદમ ચૂરેચૂરા કરી નાંખ્યું ? કિંવા છરીવડે ચીભડાની માફક એના કટકા કરી નાંખ્યું ? અથવા બળતા નેત્રથી નીકળેલા અગ્નિથી શંકરે જેમ કામદેવને બાળી નાંખે, તેમ એને બાળી નાંખું ? કિવા આકાશમાં જેમ દડો ફેંકે છે, તેમ એને ઊંચે ફેંકી દઉં? અથવા મહેલમાં સૂતાં છતાં જ એને ઉપાડી સ્વયંભૂરમણ સમુદ્રમાં ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org