________________
[ ૩૨૦ ]
श्राविधिप्रकरण ।
એવા હે દંડચર્મ ધારી તાપસ ! ચોરી કરી હમણાં જ તું કપટથી સૂઈ રહ્યો છે ! બેટી નિદ્રા લેનાર તને હું હમણું જ મરણને શરણ કરીશ એટલે કે મહાનિદ્રા લાવીશ.”
રાજાનાં વાપાત સરખાં આવાં કઠીણું વચનથી તાપસ ભયભીત થયે, ગભરાયો અને જાગૃત થયે હતો, તે પણ ઉત્તર દઈ શક્યો નહિ. નિર્દય રાજાએ સુભટ પાસે બંધાવીને તેને સવારમાં શૂળીએ ચઢાવવાને હુકમ કર્યો. અરે રે ! અવિચારી કૃત્યને ધિક્કાર થાઓ ! ! ! તાપસે કહ્યું. “હાય હાય ! હે આર્ય પુરુષ ! ચોરી કર્યા વિના તપાસ ન કરવાને લીધે માર્યો જાઉં છું.” તાપસનું એ કહેવું સાચું હતું, તે પણ તે વખતે અધિક ધિક્કારને પાત્ર થયું. જ્યારે દેવ પ્રતિકૂળ થાય ત્યારે અનુકૂળ કેણ રહે ? જુઓ રાહુ ચંદ્રમાને એકલે જઇ તેને ગ્રાસ કરે છે ત્યારે તેની મદદમાં કઈ પણ આવતું નથી. પછી યમના વિકરાળ દૂત સરખા તે સુભટએ તે તાપસને મુંડાવી, ગર્દભ ઉપર ચઢાવી તથા બીજી પણ ઘણું વિટંબણ કરી પ્રાણઘાતક સૂળી ઉપર ચઢાવ્યું. અરેરે ! પૂર્વભવે કરેલાં ખોટાં કર્મોનું પરિણામ કેવું ભયંકર આવે છે !! તાપસ સ્વભાવથી શાંત હતા, તે પણ તેને તે વખતે ઘણે ક્રોધ આવ્યો. જળ સ્વભાવથી શીતળ છે, તો પણ તેને તપાવીએ તે તે ઘણું જ ગરમ શું ન થાય? તાપસ તત્કાળ મરણ પામીને રાક્ષસ યોનિમાં ગયે. મરણ વખતે તેવી અવસ્થામાં ( રૌદ્રધ્યાનમાં) રહેનારા જીવોને વ્યંતરની ગતિ મળે છે. હીન નિમાં ઉત્પન્ન થએલા તે દુષ્ટ રાક્ષસે રોષથી ક્ષણમાત્રમાં એકલા રાજાને મારી નાંખે. અરેરે ! અણુવિચાર્યું કાર્ય કરવાથી કેવું માઠું પરિણામ આવે છે !! પછી રાક્ષસે નગરવાસી બધા લોકોને બહાર કાઢી મૂક્યા. રાજાના અવિચારી કૃત્યથી પ્રજાઓ પણ પીડાય છે. તે રાક્ષસ હજી પણ જે કઈ નગરની અંદર પ્રવેશ કરે છે, તેને ક્ષણમાત્રમાં હશે છે. અથવા અંતઃપુરમાં પ્રવેશ કરનારની કણ ક્ષમા કરે ? માટે હે વીરપુરૂષ! હારૂ શુભ ઇચ્છનારી હું તને યમના મુખ સરખી એ નગરીમાં પ્રવેશ કરતાં અટકાવું છું.”
રત્નસાર કુમારને મેનાનું એવું હિતકારી વચન સાંભળી અને તેની વાકચાતુર્ય જે આશ્ચર્ય લાગ્યું તે પણ રાક્ષસથી તે લેશમાત્ર પણ ડર્યો નહિ. વિવેકી પુરૂષે કઈ કાર્ય કરતાં ઉત્સુક, કાયર તથા આળસુ ન થવું. એમ છતાં કુમાર તે નગરની અંદર પ્રવેશ કરવા ઘણે જ ઉત્સુક થયો. પછી કેઈને ડર ન રાખનાર શૂરવીર કુમાર રાક્ષસનું પરાક્રમ જોવાના કૌતુકથી જેમ સંગ્રામ ભૂમિમાં ઉતરવું, તેમ શીધ્ર તે નગરીમાં ગયે. આગળ જતાં કુમારે જોયું તે, કઈ ઠેકાણે મલય પર્વત સરખા ચંદન કાષ્ઠના ઢગલા પડ્યા હતા યુગલિયાને જોઈએ તેવાં પાત્ર આપનાર ભંગાંગ કલ્પવૃક્ષની પેઠે, કઈ ઠેકાણે સુવર્ણના, રૂપાના તથા બીજા પાત્રના ઢગલા પડ્યા હતા; ખેતરના ખળામાં જેમ અનાજના ઢગલા પડેલા હોય છે, તેમ ત્યાં કઈ ઠેકાણે કપૂર સાલ આદિ ધાન્યના ઢગલા પડેલા હતા
કઈ ઠેકાણે સાર્થના નિવાસ સ્થળની માફક સેપારી વગેરે પાર વિનાનાં કરિયાણું પડ્યાં Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org