________________
[ ૮ ]
श्राविधिप्रकरण |
દૂર સુધી જોયા. તે ઉપરાંત તે અદૃશ્ય થયા. કુમારના ભયથી નાસી ગયા કે શું ? કાણુ જાણે ! પછી કુમાર આશ્ચર્ય થી મનમાં વિચારે છે કે, “ એ કાઈ નક્કો મ્હારા વરી છે. કાણુ જાણે વિદ્યાધર, દેવ કે દાનવ હશે! જે કાઈ હશે. એ શું મ્હારૂં નુકશાન કરનારા હતા ? પણ મ્હારૂં પોપટરૂપી રત્ન હરણુ કરવાથી એ આજ સુધી મ્હારા શત્રુ હતા, તે હવે ચાર પણ થયા. હાય હાય ! જાણ પુરૂષાની પંક્તિમાં અગ્રેસર, ધીર, શૂર, એવા હું પાપટ! વ્હાલા દાસ્ત એવા ત્હારા વિના મને હવે સુભાષિત સંભળાવી કાનને સુખ કાણુ આપશે ! અને હું ધીરશિરામણે ! મને માઠી અવસ્થામાં ત્હારા વિના ખીજો કાણુ મદદ આપશે ! ’
એવા ક્ષમાત્ર મનમાં ખેદ કરીને પાળે કુમાર વિચાર કરવા લાગ્યા કે, “ વિષ ભક્ષણ કરવા જેવા આ ખેદ કરવાથી શું સારૂ પરિણામ નીપજવાનું ? નાશ પામેલી વસ્તુની પ્રાપ્તિ કદાચ થાય તેા તે ચેાગ્ય ઉપાયની ચેાજનાથીજ થાય. ઉપાયની ચેાજના પશુ ચિત્તની સ્થિરતા હાય તેા જ સફળ થાય છે, નહીં તા થતી નથી. મંત્ર વગેરે પણ ચિત્તની સ્થિ રતા વિના કાઇ કાળે પણુ સિદ્ધ થતા નથી, માટે હું હુવે એવા નિર્ધાર કરૂ છું કે, “ મ્હારા પોપટ મને મળ્યા વિના હું પાછે વળું નહીં. ” પેાતાના કર્ત્તવ્યના જાણુ રત્ન સાર કુમાર એવા નિશ્ચય કરી પાપટની શેાધમાં ભમવા લાગ્યા. ચાર જે દિશાએ આકાશમાં ગયા, તે દિશાએ થાક વિના ઘણે દૂર સુધી કુમાર ગયા, પરંતુ ચારના કાંઇ પણ પત્તો લાગ્યું નહીં. ડીકજ છે, આકાશમાર્ગે ગએલાનેા પત્તો જમીન ઉપર ક્યાંથી લાગે ? હેશે, તથાપિ “ કાઇ પણ ઠેકાણે કઈ રીતે પેાપટના પત્તો લાગશે ” મનમાં એવી આશા રાખી કુમારે તપાસ કરવામાં કંટાળા નહીં કર્યા સત્પુરૂષાની પેાતાના આશ્રિતને વિષે કેવી લાગણી હાય છે ? પાપઢે મુસાફરીમાં સાથે રહી અવસરને ઉચિત મધુર સુભાષિત કહી કુમારને માથે જે ઋણ ચઢાવ્યું હતું. તે ઋણુ પાપટની તપાસ કરતાં અનેક કલેશ સહન કરનાર કુમારે ઉતારી નાંખ્યું. કુમારે આ રીતે પાપની શેષમાં ભમતાં એક આખા દિવસ ગાખ્યા.
ખીજે દિવસે આગળ સ્વર્ગ સમાન એક નગર તેના જોવામાં આવ્યું, તે નગર આકાશ સુધી ઊંચા સ્ફટિકમય àીપ્ચમાન કાટવડે ચારે તરફથી વીંટાયલું હતું, તેની દરેક પાળને વિષે માણિક્ય રત્નના દરવાજા હતા, રત્નજડિત મ્હાટા મહેલેાના સમુદાયાથી તે નગર રાહણુ પર્વતની ખરાખરી કરતું હતું, મહેલ ઉપર હજારા સફેદ ધ્વજાએ ક્રતી હતી, તેથી તે સહસ્રમુખી ગંગા નદી જેવું દેખાતું હતું. ભ્રમર જેમ કમળની સુગંધથી ખેંચાય છે તેમ નગરની વિશેષ શેાલાથી ખેંચાયલા રત્નસાર કુમાર તેની પાસે આવ્યા. ખાવના ચંદનનાં ખારણાં હાવાથી જેની સુગંધી આસપાસ ફેલાઇ રહી છે એવા તથા જગતની લક્ષ્મીનું જાણે સુખ જ ન હાય ! એવા ગાપુરદ્વારમાં કુમાર દાખલ થવા લાગ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International