________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૨૨૭]
પુયના ઉદયથી સસરાએ આપેલા મહેલમાં બીજા રાજાની માફક બે સ્ત્રીઓની સાથે કામવિલાસ ભેગવવા લાગે. સેનાના પાંજરામાં રહેલે પિપટ ઘણે કૌતુકી હવાથી વ્યાસની માફક કુમારની સાથે હમેશાં સમસ્યા પૂર્તિ, આખ્યાયિકા, પ્રહેલિકા વગેરે વિનેદના પ્રકાર કરતું હતું. ત્યાં રહેલા કુમારે દેદીપ્યમાન શ્રેષ્ઠ લક્ષમીની પ્રાપ્તિ હેવાથી જાણે માણસ કાયાથીજ સ્વર્ગે ગયે ન હોય! તેમ પૂર્વની કઈ પણ વાત સંભારી નહીં. એવા સુખમાં કુમારે એક વર્ષ એક ક્ષણની માફક ગાળ્યું. તેવામાં દૈવયોગથી જે વાત થઈ તે કહું છું.
એક વખત હલકા લોકોને હર્ષ આપનારી રાત્રિના વખતે કુમાર પિપટની સાથે ઘણી વાર સુધી વાર્તાલાપરૂપ અમૃતપાન કરી રત્નજડિત ઉત્તમ શય્યાગ્રહમાં બિછાના ઉપર સૂતો હતો, અને નિદ્રાવશ થઈ ગયે. અંધકારથી સર્વ લોકોની દષ્ટિને દુઃખ દેનાર મધ્ય રાત્રિને વખત થયે. ત્યારે સર્વે પહેરાયત કો પણ નિદ્રાવશ થયા. એટલામાં દિવ્ય આકાર ધારણ કરનારા, દેદીપ્યમાન અને મૂલ્યવાન શૃંગારથી શોભતો, ચાર ગતિએ ચાલનારે અને સ્થાનમાંથી બહાર કાઢેલી તરવાર હાથમાં ધારણ કરનાર એ કઈક ક્રોધી પુરૂષ લોકોનાં નેત્રોની માફક મહેલનાં સર્વે દ્વાર ચારે તરફથી બંધ થયાં છતાં પણ કોણ જાણે ક્યાંથી ત્યાં આવી પહો ! તે પુરૂષ છુપી રીતે શય્યાગૃહમાં પેઠે, તો પણ દેવ અનુકૂળ હોવાથી કુમાર શીધ્ર જાગ્યે. ઠીકજ છે, પુરૂષની નિદ્રા થોડા સમયમાં તુરતજ જાગૃત થાય એવી હોય છે. “આ કોણ છે? અને શા માટે અને શી રીતે શયાગ્રહમાં પેઠે?” એ વિચાર કુમારના મનમાં આવે છે, એટલામાં ક્રોધથી કોઈને ન ગણે એવા તે પુરૂ ઉચ્ચ સ્વરે કહ્યું કે,
અરે કુમાર ! જે તે શો હોય તો સંગ્રામ કરવા તૈયાર થા. સિંહ જેમ ધૂતારા શિયાળિયાના ખાટા પરાક્રમને સહન ન કરે, તેમ હું હારા જેવા એક વણિકના ખોટા ફેલાથલા પરાક્રમને સહન કરું કે શું ?” એમ બોલતાં બોલતાં જ તે પુરૂષ પિપટનું સુંદર પાંજરું ઉપાડી ઉતાવળથી ચાલવા લાગ્યા. કપટી લેકેના કપટ આગળ અકકલ કામ કરતી નથી. હશે, કુમાર પણ મનમાં રોષને આવેશ આવ્યાથી, બિલમાંથી જેમ સર્પ બહાર નીકળે તેમ મ્યાનમાંથી ખડ્ઝ બહાર કાઢીને તે પુરૂષ પાછળ દોડ્યો. તે પુરૂષ આગળ અને કુમાર પાછળ એ રીતે ઉતાવળા ચાલતા અને એક બીજાને જોતા એવા તે બને જણ વચ્ચે આવેલા કઠણ પ્રદેશ, ઘર વગેરે વસ્તુને સહજ ઉલ્લંઘન કરતા ચાલ્યા.
દુષ્ટ ભૂમિ જેમ મુસાફરને આડે માર્ગે લઈ જાય છે, તેમ તે દિવ્ય પુરૂષના તેજના અનુસારથી તેની પાછળ જનારા કુમારને તે પુરૂષ ઘણેજ દૂર કયાંય લઈ ગયે. પછી કોઈ પણ રીતે તે દાગ્નિ સરખે પુરૂષ કુમારને મળ્યા. કુમાર ક્રોધથી શીધ્ર ચેરની માફક તેને જીવતો પકડવા લાગે એટલામાં તે ચેર પુરૂષ, કુમારના જોતાં જોતાં જ ગરૂડ પક્ષીની માફક આકાશમાં ઊડી ! કુમારે આકાશમાં ગમન કરનાર તે પુરૂષને કેટલેક
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org