SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વિનાયાવર. [ ૩૦૨ ] વિયેગથી શરણ વિનાના અને ચારે બાજુથી બાણ વડે વીંધાયલા જેવા થએલા હવે શી રીતે ટકી શકશે ? હે તાત! હું જીવતી રહી એ કરતાં બીજી શી ખરાબ વાત છે? સહન કરી ન શકાય એ મહારી બહેનને વિગ હું હવે શી રીતે સહન કરૂં?” એ વિલાપ કરનારી તિલકમંજરી ઘેલી થયાની માફક ધૂળમાં આળોટવા અને જળમાં માછલી ની માફક ઉછળવા લાગી. જેમ દવના સ્પર્શથી વેલડી સૂકાઈ જાય છે, તેમ તે ઉભીને ઉભી જ એટલી સૂકાઈ ગઈ કે, કોઈને પણ તેના જીવવાની આશા ન રહી. એટલામાં તેની માતા પણ ત્યાં આવીને આ રીતે વિલાપ કરવા લાગી. “હે દુર્દેવ ! તેં નિર્દય થઈ એવું દુઃખ મને શા સારૂ આપ્યું ? તું એક હારી પુત્રીને હરણ કરી ગયો અને આ બીજી પુત્રી તેના વિરહથી દુઃખી થઈ હારા દેખતાં મરણ પામશે ! હાય હાય! નિભંગી એવી હું હણાણી!!! હે ગોત્રદેવીઓ ! વનદેવીઓ ! આકાશદેવીઓ! તમે હવે તુરતજ પાસે આવો, અને એ હારી પુત્રીને કઈ પણ રીતે લાંબા આયુષ્યવાળી કરે.” રાણીની સખીઓ, દાસીઓ અને નગરની સતી સ્ત્રીઓ ત્યાં આવી રાણીના દુઃખથી પોતે દુઃખી થઈ ઉચસ્વરે અતિશય વિલાપ કરવા લાગી. તે વખતે ત્યાંના સર્વ લેકેને શોક થયો એમાં શું કહેવું ? અશક એવું નામ ધરાવનારા ઝાડો પણ ચારે તરફથી શેક કરતા હોય એમ લાગ્યું. તે વખતે તે લેકના દુઃખથી જાણે અતિશય દુઃખી થઈ ત્યાં રહી ન શકતા ન હોય! એ સૂર્ય પણ પશ્ચિમ સમુદ્રમાં ડૂબી ગયો. પૂર્વ દિશા તરફથી ફેલાતા અંધકારને અશોકમંજરીના વિરહથી થએલા શોકે માર્ગ દેખાડે તેથી તે સુખે ઝડપથી ત્યાં સર્વ ઠેકાણે પ્રસરી રહ્યો. મનની અંદર શોક હોવાથી પ્રથમથી જ ઘણું આકુળવ્યાકુળ થએલા સર્વ લોકે, બહાર અંધકાર થઈ ગયા ત્યારે ઘણુજ અકળાણા. મલિન વસ્તુનાં કૃત્ય એવાં જ હોય છે. પછી અમૃત સરખા સુખદાયી છે. કિરણ જેનાં એ ચંદ્રમા ગેલેકયને મલિન કરનારા અંધકારને દૂર કરતો છતો જાહેર થશે. જેમ સજળ મેઘ વેલડીને તૃપ્ત કરે છે, તેમ ચંદ્રમાએ મનમાં દયા લાવીને જ કે શું ! પોતાની ચંદ્રિકારૂપ અમૃતરસની વૃષ્ટિથી તિલકમંજરીને પ્રસન્ન કરી. પછી રાત્રિને પાછલે પહેરે જેમ માર્ગની જાણ પથિક મુસાફર સ્ત્રી ઊઠે છે, તેમ જાણુમાં ઉત્તમ એવી તિલકમંજરી મનમાં કાંઈક વિચાર કરીને ઊઠી, અને મનમાં ક્યુટ ન રાખતાં સખીઓને પરિવાર સાથે લઈ ઉદ્યાનની અંદર આવેલા નેત્રદેવી ચક્રેશ્વરીના મંદિરમાં શીધ્ર ગઈ. મહિમાનું સ્થાનક એવી ચક્રેશ્વરી દેવીની પરમ ભક્તિવડે સારા કમ ની માળાઓથી પૂજા કરીને તિલકમંજરીએ તેને નીચે પ્રમાણે વિનતિ કરી:–“હે સ્વામિનિ ! મેં જે મનમાં કપટ રહિત ભકિત રાખીને સર્વ કાળ હારી પૂજા, વંદના અને સ્તુતિ કરી હોય, તે આજ મહારા ઉપર પ્રસાદ કરી પોતાની પવિત્ર વાણીથી દીન હારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy