________________
-
[ ૩૦૦ ]
श्राद्धविधिप्रकरण ।
લાગ્યું. આશ્ચર્યની વાત એ છે કે-હિંડોળા ઉપર બેસી હીંચકા ખાનારી અશોકમંજરી તરુણું પુરુષોના મનમાં નાનાવિધ વિકાર ઉત્પન્ન કરી તેમનાં મનને અને નેત્રને પણ હિંડોળે ચડ્યાં હોય તેમ હીંચકા ખવરાવવા લાગી. તે વખતે રણઝણ શબ્દ કરનારાં અશોકમંજરીના રતનજડિત મેખળા આદિ આભૂષણે જાણે પોતે ત્રુટી જશે એવા ભયથી રુદન કરવા લાગ્યાં કે શું ! એમ લાગ્યું.
કીડારસમાં નિમગ્ર થએલી અશોકમંજરી તરફ તરુણ પુરુષ વિકસ્વર રેમરાજીવાળા થઈ અને તરુણ સ્ત્રીઓ મનમાં ઈર્ષ્યા આણુ ક્ષણ માત્ર જોતાં હતાં, તેટલામાં દુર્ભાગ્યથી પ્રચંડ પવનના વેગવડે હિંડોળો વટ ત્રટ શબ્દ કરી અકસ્માત્ ત્રુટી ગયે, અને તેની સાથે લેકેના મનમાં કીડારસ પણ જતો રહ્યો. શરીરમાંની નાડી તૂટતાં જેમ લોકો આકુળવ્યાકુળ થાય છે, તેમ હિંડોળે તૂટતાં જ સવે લેકે “આનું હવે શું થશે ?” એમ કહી આકુળવ્યાકુળ થઈ હાહાકાર કરવા લાગ્યા. એટલામાં જાણે કોતકથી આકાશમાં ગમન કરતી ન હોય ! એવી તે અશોકમંજરી હિંડોળા સહિત આકાશમાં વેગથી જતી વ્યાકુળ થએલા સ લેકના જોવામાં આવી. તે વખતે લોકોએ, “હાય હાય ! કઈ યમ સરખે અદશ્ય પુરુષ એને હરણ કરી જાય છે !!” એવા ઉચ્ચ સ્વરે ઘણે કોલાહલ કર્યો. પ્રચંડ ધનુષ્ય અને બાણના સમુદાયને ધારણ કરનારા શત્રુને આગળ ટકવા ન દેનારા એવા શુરવીર પુરુષો ઝડપથી ત્યાં આવી પાસે ઉભા રહી અશકમંજરીનું હરણ ઊંચી દષ્ટિએ જોતા હતા, પરંતુ તેઓ કાંઈ પણ કરી શક્યા નહીં. ઠીક જ છે. અદશ્ય અપરાધીને કણ શિક્ષા કરી શકે ?
કનકધ્વજ રાજા કાનમાં શુળ પેદા કરે એવું કન્યાનું હરણ સાંભળીને ક્ષણ માત્ર વજપ્રહાર થયાની માફક ઘણે દુઃખી થયે. “હે વત્સ તું ક્યાં ગઈ ! તું મને કેમ પિતાનું દર્શન દેતી નથી ? હે શુદ્ધ મનવાળી ! પૂર્વને અતિશય પ્રેમ તે છેડી દીધું કે શું ? હાય હાય ! !” કનકધ્વજ રાજા વિરહાતુર થઈ આ રીતે શોક કરતા હતા, એટલામાં એક સેવકે આવીને કહ્યું કે, “હાય હાય ! હે સ્વામિન! અશોકમંજરીના શોકથી જર્જર મનવાળી થએલી તિલકમંજરી જેમ વૃક્ષની મંજરી પ્રચંડ પવનથી પડે છે, તેમ જબરી મૂછ ખાઈને પડી, તે જાણે કંઠમાં પ્રાણ રાખી શરણ વિનાની થઈ ગઈ ન હોય ! એવી જણાય છે. ” કનકધ્વજ રાજા ઘા ઉપર ખાર નાંખ્યા જેવું અથવા શરીરના બળી ગએલા ભાગ ઉપર ફેલે થાય તેવું આ વચન સાંભળી કેટલાક માણસોની સાથે શીધ્ર તિલકમંજરી પાસે આવ્યું. પછી તિલકમંજરી ચંદનને રસ છાંટવા આદિ કંઠા ઉપચાર કરવાથી મહામહેનતે સચેતન થઈ, અને વિલાપ કરવા લાગી. “મદેન્મત્ત હસ્તિ પેઠે ગમન કરનારી મહારી સ્વામિનિ ! તું ક્યાં છે? તું હારા ઉપર ઘણે પ્રેમ રાખનારી છતાં મને અહિં મૂકીને કયાં ગઈ? હાય હાય ! ભાગ્ય વિનાની મહારા પ્રાણ ત્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org