SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ श्राद्धविधिप्रकरण । પરિપૂર્ણ ભરાઈ ગઈ. પછી તેણે કનકધ્વજ રાજા પાસે સ્વપ્ન કહ્યું. સ્વપ્નવિચારના જાણુ એવા રાજાએ પણ [ ૨૮ ] શકાય એવા આનંદપૂરથી તે જઈને જેવુ... જોયું હતુ, તેવું સ્વપ્નનું ફળ કહ્યું, તે નીચે પ્રમાણેઃ— }}} “ હૈ સુંદરી ! વિધાતાની સૃષ્ટિને શ્રેષ્ઠ પતિએ ચઢાવનારૂં અને જગતમાં સારભૂત એવુ એક કન્યાનું જોડુ' તને થશે. ” એવું વચન સાંભળી કન્યાના લાભ થવાના છતાં પણ કુસુમસુંદરીને ઘણા જ હ થયા. ઠીકજ છે, પુત્ર અથવા પુત્રી ગમે તે બીજા સર્વ કરતાં ઉત્તમ હાય તા કાને નં ગમે ? પછી કુસુમસુંદરી ગર્ભવતી થઇ. વખત જતાં ગર્ભના પ્રભાવથી તેનુ શરીર જ઼ીકું થઈ ગયું. જાણે ગર્ભ પવિત્ર હાવાને લીધે પાંડુવષ્ણુના મિષથી તે નિર્મળ થઈ ન હાય ! ગર્ભમાં જડને રાખનારી કામિની ( મેઘની પંકિત ) જો કૃષ્ણવ થાય છે, તેા ગર્ભમાં મૂઢને ન રાખનારી કુન્નુમસુંદરી પાંડુવણૅ થઈ તે ઠીક જ છે. સારી નીતિ જેમ કીર્તિ અને લક્ષ્મીરૂપ જોડાને પ્રસવે છે, તેમ અવસર આવે કુસુમસુંદરીને એક વખતે એ પુત્રીનુ જોડુ અવતર્યું. રાજાએ પહેલી પુત્રીનુ શામજરી અને બીજીનું તિલકમજરી એવું નામ રાખ્યું. જેમ મેરૂપર્વત ઉપર કલ્પલતા વૃદ્ધિ પામે છે, તેમ પાંચ ધાવમાતાઓએ લાલનપાલન કરાતી અને કન્યાએ ત્યાં માટી થવા લાગી. તે બન્ને થાડા દિવસમાં સવે કળાઓમાં નિપુણ થઇ. બુદ્ધિશાળી મનુષ્યાને બુદ્ધિથી અની શકે એવું કાર્ય કરતાં શી વાર ? પહેલેથી તે કન્યાઓની રૂપસ પન્નામાં કાંઇ ખામી નહેાતી, તથાપિ સ્વભાવથીજ સુંદર વનશ્રી જેમ વસંતઋતુ આવે ત્યારે વિશેષ શાલે છે, તેમ તે નવી યૌવનદશા આવ્યે વધારે શેાભવા લાગી. કામદેવે જગતને જીતવા માટે એ હાથમાં પકડવાનાં બે ખડ્ગજ ઉજજવળ કરી રાખ્યાં ન હેાય ! એવી તે કન્યાઓની શેાભા દેખાતી હતી. સર્પની એ જિહ્વા માફક અથવા ક્રૂર ગ્રહનાં એ નેત્ર માફ્ક જગતને કામવિકાર કરનારી તે કન્યાઓની આગળ પેાતાનું મન વશ રાખવામાં કાઇનુ ધૈર્ય ટકી ન રઘુ. સુખમાં, દુ:ખમાં, આનંદમાં અથવા વિષાદમાં એક બીજીથી જૂદી ન પડનારી, સર્વે કાર્યોમાં અને સર્વ વ્યાપારામાં સાથે રહેતી, રૂપ તથા શીલથી માંડામાંડે સરખી એવી તે કન્યાઓની જન્મથી બધાયટી પરસ્પર પ્રીતિને જો કદાચ ઉપમા આપી શકાય તે એ આંખની જ આપી શકાય. કહ્યું છે કે—“ સાથે જાગનારી, સાથે સૂઇ રહેનારી, સાથે હ પામનારી અને સાથે શેક કરનારી એ આંખાની પેઠે જન્મથી માંડીને નિશ્ચળ પ્રેમને ધારણ કરનારાઓને ધન્ય છે. ’ કન્યાએ યૌવનદશામાં આવી ત્યારે કનકધ્વજ રાજા મનમાં વિચારવા લાગ્યા કે,“ એમને એમના જેવા વર કાણુ મળશે ? રતિ પ્રીતિના જેમ એક કામદેવ વર છે, તેમ એ બન્નેના એક જ વર શેાધી કાઢવા જોઇએ. જો કદાચ એમને જૂદા વર થશે, તે માંહામાંહે બન્નેના વિરહ થવાથી મરણાંત કષ્ટ થશે. એમને આ જગતમાં કયા ભાગ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy