________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૨૨૭]
થી સર્વે દિશાઓને પ્રકાશિત કરતી એક સુંદર સ્ત્રી સામી આવી. મસ્તકે રત્ન સરખી શિખા ધારણ કરનાર, જેનાર લોકોને ઘણે આનંદ પેદા કરનાર, મનહર પિચ્છના સમુદાયથી શોભાને ધારણ કરનાર, મુખે મધુર કેકારવ કરનાર, બીજા મયૂરાને પિતાની અલોકિક શોભાથી હરાવનાર અને ઇંદ્રના અશ્વને પણ પોતાના વેગથી તુચ્છ ગણનાર એવા એક દિવ્ય મયૂરપક્ષી ઉપર તે સ્ત્રી બેઠી હતી. તેના શરીરની કાંતિ દીવ્ય હતી. શ્રીધર્મની આરાધના કરવામાં નિપુણ એવી તે સ્ત્રી પ્રજ્ઞપ્તિ દેવી માફક દેખાતી હતી. કમલિનીની પેઠે પિતાના સર્વ શરીરમાંથી તે કમળ પુષ્પ જેવી સુગંધીની વૃષ્ટિ કરતી હતી. તેની સુંદર તરુણ અવસ્થા દીપતી હતી, અને તેનું લાવણ્ય અમૃતની નીક સરખું જણાતું હતું. જાણે રંભા જ પૃથ્વી ઉપર આવેલી ન હોય ! એવી તે સ્ત્રીએ આદિનાથ ભગવાનને ભક્તિથી વંદના કરી, મયૂર ઉપર બેસીને જ નૃત્ય કરવા લાગી. એકાદ નિપુણ નર્તકી માફક તેણે મનને આકર્ષણ કરનારા હસ્તપલ્લવના કંપાવવાથી, અનેક પ્રકારના અંગવિક્ષેપથી, મનને અભિપ્રાય વ્યક્ત કરનારી અનેક ચેષ્ટાથી તથા બીજા પણ નૃત્યના જુદા જુદા પ્રકારથી મનહર નૃત્ય કર્યું. જાણે સર્વ વાત ભૂલી જઈ તન્મય જ થઈ ગયાં ન હોય ! એવી રીતે કુમારનું અને પોપટનું ચિત્ત તે નૃત્યથી ચકિત થયું. હરણ જેવાં ચાલાક નેત્રને ધારણ કરનારી તે સ્ત્રી પણ આ સુંદર કુમારને જોઈને ઉલાસથી વિલાસ કરતી અને ઘણા કાળ સુધી ચમત્કાર પામેલી હોય તેવી દેખાઈ. પછી રત્નસાર કુમારે તે સ્ત્રીને કહ્યું, “હે સુંદર સ્ત્રી ! જે હારા મનને કાંઈ પણ ખેદ ન થતો હોય તે હું કાંઈક પૂછું છું.” તે સ્ત્રીએ “પૂછે, કાંઈ હરકત નથી.” એમ કહ્યું. ત્યારે કુમારે તેની સર્વ હકીકત પૂછી. બોલવામાં ચતુર એવી તે સ્ત્રીએ મૂળથી છેડા સુધી પોતાને મનેવેધક વૃત્તાંત નીચે પ્રમાણે કો –
ઘણું સુવર્ણની શોભાથી અલૌકિક શોભાને ધારણ કરનારી કનકપુરી નગરીમાં પિતાના કુળને દીપાવનાર સુવર્ણની વજા જે કનકધ્વજ નામે રાજા હતા. તે રાજાએ પોતાની અમી નજરથી તણખલાને પણ અમૃત સમાન કર્યા. એમ ન હતા તે તેના શત્રુઓ દાંતમાં તણખલાં પકડી તેને સ્વાદ લેવાથી શી રીતે મરણ ટાળીને જીવતા રહેત? પ્રશંસા કરવા જેવા ગુણેને ધારણ કરનારી અને સ્વરૂપથી ઇંદ્રા જેવી સુંદર એવી કુસુમસુંદરી નામે ઉત્તમ રાણી કનકધ્વજના અંતઃપુરમાં હતી. તે સુંદર સ્ત્રી એક વખતે સુખનિદ્રામાં સૂતી હતી, એટલામાં જાગૃત અવસ્થામાં સ્પષ્ટ દેખાતું એવું કન્યાની પ્રાપ્તિ કરાવનારું સ્વમ તેના જોવામાં આવ્યું. મનમાં રતિ અને પ્રતિ ઉત્પન્ન કરનારું, રતિ અને પ્રીતિ એ બન્નેનું જોડું કામદેવના ખોળામાંથી ઉઠીને પ્રીતિથી મહારા ખેાળામાં આવીને બેઠું. તેના સ્વપ્નમાં એવો સંબંધ હતા. શીધ્ર જાગૃત થયેલી કુસુમસુંદરી એ વિકસ્વર કમળ સરખાં પોતાનાં નેત્ર ઉઘાડયાં. જેમ મહેટા પૂરથી નદી ભરાય છે તેમ કહી ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org