________________
प्रथम दिन फत्वप्रकाश ।
| [ ૨૮૦ ]
ઉત્તરવારણાને વિષે દાન આપ્યું હોય, તે દાનથી બહુ ફળ મળે છે. આ રીતે શ્રાવક દેશ તથા ક્ષેત્ર જાણીને પ્રાસુક અને એષણય એ આહાર જેને જે ગ્યા હોય તે તેને આપે. અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ઔષધ (એક વસ્તુથી બનેલું) અને ભેષજ્ય ઘણા દ્રવ્યના મિશ્રણથી બનેલું એ સર્વે વસ્તુ પ્રાસુક અને એષણય હોય તે મુનિરાજને આપે. મુનિરાજને શી રીતે નિમંત્રણા કરવી? તથા ગોચરી શી રીતે આપવી ? ઈત્યાદિક વિધિ મેં બનાવેલ શ્રાદ્ધપ્રતિક્રમણ વૃત્તિથી જાણું લે. એ સુપાત્ર દાનજ અતિથિસંવિભાગ વ્રત કહેવાય છે. કહ્યું છે કે-ન્યાયથી ઉપાર્જન કરેલા તથા ક૯૫નીય એવા અન્ન પાન આદિ વસ્તુનું દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમ સાચવીને પરમ ભક્તિએ પિતાના આત્મા ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિએ સાધુ મુનિરાજને દાન આપવું, તેજ અતિથિસંવિભાગ કહેવાય છે. સુપાત્રદાનથી દિવ્ય તથા ઔદારિક વગેરે વાંછિત ભેગની પ્રાપ્તિ થાય છે, સર્વ સુખની સમૃદ્ધિ થાય છે, તથા ચક્રવર્તિ વગેરેની પદવી પણ મળે છે, અને અંતે થોડા સમયમાં જ નિવણ સુખને લાભ થાય છે. કહ્યું છે કે–૧ અભયદાન, ૨ સુપાત્રદાન, ૩ અનુકંપાદાન, ૪ ઉચિતદાન અને ૫ કીર્તિદાન એવા દાનના પાંચ પ્રકાર છે. તેમાં પહેલા બે પ્રકારના દાનથી ભેગ અને સુખપૂર્વક મોક્ષની પ્રાપ્તિ થાય છે, અને છેલ્લા ત્રણ પ્રકારના દાનથી માત્ર ગ સુખાદિક વગેરે મળે છે. સુપાત્રનું લક્ષણ આ રીતે કહ્યું છે. ઉત્તમ પાત્ર સાધુ, મધ્યમ પાત્ર શ્રાવકે અને જઘન્ય પાત્ર અવિરતિ સમ્યગૂઢષ્ટિ જાણવા. તેમજ કહ્યું છે કે-હજારો મિથ્યાષ્ટિ કરતાં એક બાર વતધારી શીવક ઉત્તમ છે, અને હજારો બાર વ્રતધારી શ્રાવકો કરતાં એક પંચ મહાવ્રતધારી મુનિરાજ ઉત્તમ છે. હજારો મુનિરાજ કરતાં એક તત્વજ્ઞાની ઉત્તમ છે. તત્વજ્ઞાની જેવું પાત્ર થયું નથી અને થશે પણ નહીં. સત્પાત્ર, મહાટી શ્રદ્ધા, યેગ્ય કાળ, ઉચિત એવી આપવાની વસ્તુ, એવી ધર્મ સાધનની સામગ્રી ઘણા પુણ્યથી મેળવાય છે. ૧ અનાદર, ૨ વિલંબ, ૩ પરાસુખપણું, ૪ કડવું વચન અને ૫ પશ્ચાત્તાપ એ પાંચ વાનાં શુદ્ધ દાનને પણ દૂષિત કરે છે. ૧ ભમર ઊંચી ચઢાવવી, ૨ દ્રષ્ટિ ઊંચી કરવી, ૩ અંતવૃત્તિ રાખવી, ૪ પરાભૂખ થવું, ૫ મોન કરવું અને ૬ કાળવિલંબ કરવા, એ છ પ્રકારને નાકારે કહેવાય છે. ૧ આંખમાં આનંદનાં આંસુ, ૨ શરીરના રૂવાટાં ઊંચાં થવાં, ૩ બહુમાન, ૪ પ્રિય વચન અને ૫ અનુમોદના એ પાંચ પાત્રદાનનાં ભૂષણ કહેવાય છે. સુપાત્રદાન ઉપર અને પરિગ્રહ પરિમાણવ્રત પાળવા ઉપર નીચે પ્રમાણે રત્નસાર કુમારની કથા છે –
સુપાત્રદાન અને પરિગ્રહ પરિમાણ ઉપર રત્નસારની કથા. . સંપત્તિના મહેટા નિવાસસ્થાનરૂપ રત્નવિશાળા નામની નગરી હતી. તેમાં સમરસિંહ એવું યથાર્થ નામ ધારણ કરનાર રાજા રાજ્ય કરતો હતો. માઠી અવસ્થામાં આવી
પડેલા કેનાં દુઃખને હરણ કરનારો વસુસાર નામનો એક મોટે ધનાઢ્ય વ્યાપારી તે Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org