________________
[ ૨૪ ]
વિવિઘા .
સ્વયંવરમાં કઈ રાજા પોતાના આગમનને, કેઈ દેવને (ભાગ્યને) અને કેઈ અવતારને ધિક્કારવા લાગ્યા.
વિજયદેવ રાજાએ જિતારિ રાજા સાથે કન્યાઓને મહોત્સવ, સન્માન અને દાનપૂર્વક શુભ સમયે લગ્ન સમારંભ કર્યો. ભાગ્ય વિના મનવાંછિતની પ્રાપ્તિ થાય જ નહીં, એ નક્કી છતાં પણ કેટલાય પરાક્રમી રાજા આશા ન ફળતા ઉદાસ થઈ ગયા. કેટલાક રાજાઓ ઈર્ષા ધરીને જિતારિ રાજાને મારી નાખવાના કાર્યોમાં પ્રવર્તાવા લાગ્યા, પણ તે યથાર્થ નામવાળા જિતારિને કોણ પરાભવ કરી શકે? કોઈપણ તેને કાંઈ કરી શકયું નહીં. રતિ પ્રીતિ જેવી બે સ્ત્રીઓથી કામદેવને પણ શરમાવતે તે જિતારિ રાજા પોતાના શરૂપ બનેલા સર્વે રાજમંડળના ગર્વને પણ જીતતા પિતાની બંને સ્ત્રીઓ (હંસ, સારસી) સહિત નિર્વિને પિતાની રાજધાનીમાં જઈ પહએ. પછી અતિ આડંબરપૂર્વક તે બે રાણુઓને દેવીઓની પેઠે રાજ્યાભિષેકનો મહોત્સવ કરી તેમને પોતાની બે ચક્ષુની માફક સમાન માનીને રાજા સુખ ભેગવવા લાગ્યું. હંસી રાણી પ્રકૃતિથી સરળ-સ્વભાવી હતી, પણ સારસી રાણી તે રાજાને પ્રસન્ન કરવા માટે કઈ કઈ વાર કપટ કરતી હતી. જો કે તે પોતાના પતિને પ્રસન્ન કરવા માટે જ કપટ કેળવતી હતી, તે પણ તેથી તેણે સ્ત્રી વેદકર્મ દઢપણે બાંધ્યું, અને હંસીએ તો પિતાના સરળ સ્વભાવથી સ્ત્રીવેદ વિચછેદ કરી નાંખે, એટલું જ નહીં પણ રાજાને અત્યંત માન્ય થઈ. આશ્ચર્ય છે કે જીવ પિતાની મૂર્ખતાથી કિટ પિતાના આત્માને માયા (કપટ) કરવાથી નીચ ગતિમાં લઈ જાય છે.
એક વખત તે રાજા પિતાની આ બે રાણીઓની સાથે રાજમહેલના ગોખમાં ઊભે ઉભે નગરની શોભા જેતો હતો, તેટલામાં મનુષ્યના મોટા સમુદાયને નગરમાંથી બહાર જતો જે. તેજ વખતે તેણે તે વિષે તપાસ કરવા સેવકને આજ્ઞા કરી. તેણે તપાસ કરી આવી કહ્યું કે,-રાજેદ્ર ! શંખપુરી નગરથી એક માટે સંઘ આવ્યું છે, તે સિદ્ધાચલ તીર્થની યાત્રા કરવા જાય છે, તે સાંભળી કૌતુકથી રાજા સંઘના ઉતારે ગયે, અને ત્યાં રહેલા શ્રી શ્રતસાગરસૂરિને વંદન કર્યું. પછી સરલ આશયવાલા તે રાજાએ આચાર્યશ્રીને પૂછ્યું કે, એ સિદ્ધાચલ તે કયા ? તે તીથ કેમ ? અને તે તીર્થનું મહાભ્ય શું છે? ક્ષીરાશવલબ્ધિના ધારક તે આચાર્યશ્રી બોલ્યા કે–રાજન ! આ લેકમાં ધર્મથીજ સર્વ ઈષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને આ વિશ્વમાં ધર્મ એ જ સર્વ સારમાં સારભૂત છે. નામધર્મ જેિનું માત્ર નામ ધર્મ હોય, પણ જેમાં ધર્મ ન હોય તે તે ઘણું છે પણ અહંદૂ-પ્રત ધર્મ જ અત્યંત શ્રેયસ્કર-કલ્યાણ કરનાર છે, કેમ કે, સમ્યકત્વ (તત્ત્વશ્રદ્ધા), એ જ જેનું મૂળ છે, તેના વિના પ્રાણ જે તપ, જપ, વ્રત, કણા
* ક્ષીરાવલબ્ધિ-દૂધપાકના જેવી જેના વચનમાં મધુરતા (મીઠાશ) હોય તેવી શક્તિ. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org