________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૨૭૨ ]
ધર્માચાર્યના આદેશનું બહુમાન કરે, એમની મનથી પણ અવજ્ઞા ન કરે. અધમી લોકોએ કરેલા ધર્માચાર્યના અવર્ણવાદને પિતાની શકિત માફક રેકે પણ ઉપેક્ષા ન કરે. કહ્યું છે કે–મહટાઓની નિંદા કરનારજ કેવળ પાપી નથી, પણ તે નિંદા સાંભળનાર પણ પાપી છે. તથા ધર્માચાર્યને થતુતિવાદ હમેશાં કરે, કારણ કે, સમક્ષ અથવા પાછળ ધર્માચાર્યની પ્રશંસા કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. ધર્માચાર્યના છિદ્ર ન જેવાં, સુખમાં તથા દુઃખમાં મિત્રની પેઠે તેમને અનુવર્તવું, તથા પ્રત્યેનીક લોકોએ કરેલા ઉપદ્રવને પિતામાં જેટલી શક્તિ હોય, તેટલી શકિતથી વારવા. અહીં કેઈ શંકા કરે કે, “પ્રમાદથી રહિત એવા ધર્માચાર્યમાં છિદ્રો જ ન હોય, ત્યારે તે ન જેવાં એમ કહેવું વ્યર્થ છે. તથા મમતા રહિત ધર્માચાર્યની સાથે મિત્રની પેઠે શી રીતે વર્તવું?” ખરી વાત છે, ધર્માચાર્ય તે પ્રમાદથી અને મમતાથી રહિત જ છે, પણ જૂદી જૂદી પ્રકૃતિના શ્રાવકોને પોતાની પ્રકૃતિના અનુસારથી ધર્માચાર્યને વિષે પણ જૂદા જૂદો ભાવ ઉત્પન્ન થાય છે. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે –“હે ગોતમ! ચાર પ્રકારના શ્રાવક કહ્યા છે, એક માતાપિતા સમાન, બીજા ભાઈ સમાન, ત્રીજા મિત્ર સમાન, ચોથા શક્ય સમાન.” વગેરે આ ગ્રંથમાં પૂર્વે કહી ગયા છીએ. પ્રત્યેનીક લોકેએ કરેલો ઉપદ્રવ દૂર કરવાના સંબંધમાં કહ્યું છે કે, સાધુ ઓને, જિનમંદિરને તથા વિશેષે કરી જિનશાસનને કે વિરોધી હોય, અથવા કઈ અવર્ણવાદ બોલતે હોય, તે તેને સર્વ શકિતથી વાર.” આ વિષય ઉપર ભગીરથ નામના સગર ચક્રવતીના પિત્ર જયકુમાર, કે જેણે પ્રાંત ગામના રહીશ સાઠ હજાર લકોએ કરેલા ઉપદ્વવથી પીડાયેલા યાત્રાએ જનાર સંઘને ઉપદ્રવ ટાળ્યું હતું તેને દાખલો જાણુ.
પુરુષે પિતાને કાંઈ અપરાધ થએ છતે ધર્માચાર્ય શિખામણ દે ત્યારે “આપ કહો તે યોગ્ય છે” એમ કહી સર્વ કબૂલ કરવું. કદાચ ધર્માચાર્યની કંઈક ભૂલ જણાય તે તેમને એકાંતમાં “મહારાજ, આપ જેવા ચારિત્રવંતને આ વાત ઉચિત છે કે?” એમ કહે. શિષ્ય સામું આવવું, ગુરુ આવે ત્યારે ઉઠવું, આસન આપવું, પગચંપી કરવી, તથા શુદ્ધ એવાં વસ્ત્ર, પાત્ર, આહાર આદિનું દાન વગેરે સમયને ઉચિત એ સર્વ વિનય સંબધી ઉપચાર ભક્તિથી કરે. અને પોતાના હૃદયમાં ધર્માચાર્યને વિષે દઢ તથા કપટ રહિત અનુસંગ ધારણ કરવું. પુરુષ પરદેશમાં હોય તે પણ ધર્માચાર્યો કરેલા સમ્યકત્વ દાન આદિ ઉપકારને નિરંતર સંભારે ધર્માચાર્યના સંબંધમાં ઈત્યાદિ ઉચત આચરણ જાણવું.
સ્વનગરનિવાસીઓનું ઉચિત. પુરુષ જે નગરમાં પિતે રહેતા હોય, તે જ નગરમાં બીજા જે વણિકવૃત્તિએ આજી. વિકા કરનારા લોકો રહેતા હોય, તે “નાગર” એવા નામથી કહેવાય છે. નાગર લેકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org