________________
કથા હિન-જયકાર |
[ ર૧૨]
યુગલિયાપણું તથા સમકિત વગેરેને લાભ થાય છે, અને એવી સામગ્રીના લાભને અંતે મક્ષ પણ થોડા વખતમાં પ્રાપ્ત થાય છે. અહિં ધનસાર્થવાહ તથા શાલિભદ્ર વગેરેનું દwાંત જાણવું.
૨ ન્યાયથી મેળવેલું ધન પણ કુપાત્ર દાન એ બેને યોગ થવાથી બીજે માંગો થાય છે. એ પાપાનુબંધિ પુણ્યનું કારણ હોવાથી એથી કઈ કઈ ભવમાં વિષયસુખને દેખીતે લાભ થાય છેતે પણ અંતે તેનું પરિણામ કડવુંજ નિપજે છે. અહિં લાખ બ્રાહ્મણને ભેજન આપનાર બ્રાહ્મણનું દષ્ટાંત છે, જે નીચે પ્રમાણે છે –
એક બ્રાહ્મણે લાખ બ્રાહ્મણોને ભેજન આપ્યું. તેથી તે કેટલાક ભાગમાં વિષયગ આદિ સુખ ભેગવી મરીને સર્વે સુંદર અને સુલક્ષણ અવયવોને ધારણ કરનારે સેચનક નામે ભદ્ર જાતિને હાથી થયે. તેણે લાખ બ્રાહ્મણોને જમાડયા ત્યારે બ્રાક્ષને જમતાં ઉગરેલું અન્ન ભેગું કરી સુપાત્રે દાન આપનારો બીજો એક દરિદ્વી બ્રાહ્મણ હતા. તે સુપાત્રદાનના પ્રભાવથી સૌધર્મ દેવલોક જઈ ત્યાંથી વી પાંચસો રાજકન્યાઓને પરણનાર નંદિષેણ નામે શ્રેણિક પુત્ર થયો. તેને જોઈ સેચનકને જાતિસ્મરણ જ્ઞાન થયું તે પણ અંતે તે પહેલી નરકે ગયે.
૩ અન્યાયથી ઉપજેલું ધન અને સુપાત્ર દાન એ બેના મળવાથી ત્રીજે ભાગે થાય છે. સારા ક્ષેત્રમાં હલકું બી જ વાવવાથી જેમ અંકુર માત્ર ઊગે છે, પણ ધાન્ય નિપજતું નથી, તેમ એથી પરિણામે સુખનો સંબંધ થાય છે તેથી રાજાઓ, વ્યાપારિયો અને ઘણા આરંભથી ધન મેળવનાર લેકેને તે માનવા લાયક થાય છે. કેમકે–એ લક્ષમી કાશયષ્ટિની પેઠે શમા વિનાની અને રસ વિનાની છતાં પણ ધન્યપુરૂષએ તેને સાત ક્ષેત્રમાં લાવીને શેલડી સમાન કરી, ગાયને ખેળ આપતાં તેનું પરિણામ દૂધ જેવું થાય છે, અને દૂધ સપને આપતાં તેનું ઝેરના રૂપમાં પરિણામ આવે છે. સુપાત્ર છતાં કુપાત્ર વસ્તુનો ઉપયોગ કરવાથી એવાં ભિન્ન ભિન્ન પરિણામ નિપજે છે, માટે સુપાત્રે દાન કરવું એ જ ઉત્તમ છે. સ્વાતિ નક્ષત્રનું જળ સપના મુખમાં પડે તો ઝેર અને છીપના સંપુટમાં પડે તો મોતી થાય છે. જુઓ, તે જ સ્વાતિ નક્ષત્ર અને તે જ જળ પણ પાત્રના ફેરફારથી પરિણામમાં કેટલે ફેર પડે છે? આ વિષય ઉપર આબૂ પર્વત ઉપર જિનમંદિર કરાવનાર વિમળમંત્રી વગેરેના દાંત લેકસિદ્ધ છે. મોટા આરંભ સમારંભ વગેરે અનુચિત કર્મ કરીને ભેગું કરેલું ધન ધર્મકૃત્યમાં ન વાપરે છે, તે ધનથી આ લેકમાં અપયશ અને પરલેકમાં નરક જ પ્રાપ્ત થાય, અહિં મમ્મણકી વગેરેનાં દષ્ટાંત જાણવાં.
*એક જાતના ઘાસની સાઠી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org