________________
[ ૨૨૮ ]
श्राद्धविधिप्रकरण ।
ઉપાય પ્રસિદ્ધ છે, તે પણ સામથી જ સર્વત્ર કાર્યસિદ્ધિ થાય છે, અને બાકીના ઉપાય નો કેવળ નામના જ છે. કોઈ તીક્ષણ તથા ઘણુ ક્રૂર હોય, તો પણ તે સામથી વશ થાય છે. જુઓ, જિહવામાં ઘણી મીઠાશ હેવાથી કઠેર દાંત પણ દાસની પેઠે તેની (જીભની) સેવા કરે છે. લેહેણદેણના સંબંધમાં જે ભ્રાંતિથી અથવા વિસ્મરણ વગેરે થવાથી કાંઈ વાંધે પડે તે માંહોમાંહે નકામે વિવાદ ( ઝઘડો) ન કરો, પરંતુ ચતુર, લેકમાં પ્રતિષ્ઠા પામેલા, હિતકારી અને ન્યાય કરી શકે એવા ચાર પાંચ પુરુષે નિપક્ષપાતથી જે કાંઈ કહે તે માન્ય કરવું. તેમ ન કરે તે ઝગડો ન પડે. વળી કહ્યું છે કે–સા ભાઈઓમાં વિવાદ હોય તે પારકા પુરુષે જ મટાડી શકે. કારણ કે, ગુંચાઈ ગએલા વાળ કાંચકીથી જ જૂદા થઈ શકે છે. ન્યાય કરનારા પુરુષોએ પણ પક્ષપાત મૂકી મધ્યસ્થ વૃત્તિ રાખીને જ ન્યાય કરો. અને તે પણ સ્વજનનું અથવા સ્વધામ આદિનું કાર્ય હોય તે જ સારી પેઠે સર્વ વાતનો વિચાર કરીને કરો. જ્યાં ત્યાં ન્યાય કરવા ન બેસવું. કારણ કે લેભ ન રાખતાં સારી પેઠે ન્યાય કરવામાં આવે, તે પણ તેથી જેમ વિવાદનો ભંગ થાય છે અને ન્યાય કરનારને મહેટાઈ મળે છે, તેમ તેથી એક મહેાટે દોષ ઉત્પન્ન થાય છે. તે આ કે,-વિવાદ ભાગતાં ન્યાય કરનારના ધ્યાનમાં વખતે ખરી બીના ન આવવાથી કેઈનું દેવું ન હોય તો તે માથે પડે છે, અને કેઈનું ખરું દેવું હેય તે તે ભાગી જાય છે. પ્રસ્તુત વિષય ઉપર એક વાત સંભળાય છે, તે એ છે કે –
શેઠની પુત્રીનું દષ્ટાંત, એક અદ્ધિવંત શ્રેષ્ઠી લેકમાં બહુ પ્રખ્યાત હતું. તે હટાઈના અને બહુમાનના અભિમાનથી જ્યાં ત્યાં ન્યાય કરવા જાય. તેની વિધવા પણ ઘણી સમજુ એવી એક પુત્રી હતી, તે હમેશાં શેકીને તેમ કરતાં વારે, પણ તે તેનું કહ્યું માને નહીં. એક વખત શ્રેણીને બંધ કરવાને અર્થે પુત્રીએ ખોટે ઝગડો માંડ્યો. તે એ રીતે કે, પૂર્વે થાપણુ મૂકેલા
હારા બે હજાર સોનૈયા આપે તે જ હું ભજન કરું.” એમ કહીને તે શ્રેષ્ઠી પુત્રી લાંઘણ કરવા લાગી. કોઈ પણ રીતે માને નહીં. “પિતાજી વૃદ્ધ થયા તે પણ મહારા ધનને લોભ કરે છે. ” ઈત્યાદિ જેવાં તેવાં વચન બોલવા લાગી. પછી શ્રેષ્ઠીએ લજવાઈને ન્યાય કરનાર લેકેને બોલાવ્યા. તેમણે આવીને વિચાર કર્યો કે, “આ શ્રેણીની પુત્રી છે, અને બાળવિધવા છે, માટે એની ઉપર દયા રાખવી જોઈએ.” એમ વિચારી ન્યાય કરનાર પંચાએ શ્રેણી પાસેથી બે હજાર સોનૈયા પુત્રીને અપાવ્યા. તેથી શ્રેણી “એ પુત્રીએ ફેગટ મહારું ધન લીધું અને લેકમાં ખમાય નહીં એવો અપવાદ ફેલાયે.” એ વિચાર કરી મનમાં બહુ ખેદ પામે. થોડીવાર પછી પુત્રીએ પોતાના સર્વ અભિપ્રાય શ્રેષ્ઠીને સારી પેઠે કહી સમજાવી સોનૈયા પાછા આવ્યા તેથી શ્રેષ્ઠીને હર્ષ થયે, અને ન્યાય કરવાના પરિણામ
ધ્યાનમાં ઉતરવાથી જ્યાં ત્યાં ન્યાય કરવા જવાનું તેણે છેડી દીધું. આ રીતે ન્યાય કરનારનું
દશાંત કહ્યું છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org