________________
प्रथम दिन-कृत्यप्रकाश ।।
[ ૨૨૭]
સાથે તે ક્યારે પણ ન જ કરવો. કહ્યું છે કે–જેને ખાંસીને વિકાર હોય, તેણે ચોરી ના કરવી, જેને ઘણી નિદ્રા આવતી હોય, તેણે જારકમ ન કરવું, જેને રોગ થયો હોય તેણે મધુરાદિ રસ ઉપર આસક્તિ ન કરવી, પોતાની જીભ સ્વાધીનતામાં રાખવી, અને જેની પાસે ધન હોય તેણે કેઈની સાથે કલેશ ન કરો. ભંડારી રાજા, ગુરુ અને તપસ્વી એમની સાથે તથા પક્ષપાતી, બલિષ, ક્રૂર અને નીચ એવા પુરુષની સાથે વિવેદી પુરુષે વાદ ન કરે. કદાચિત્ કઈ મહેટા પુરુષની સાથે દ્રવ્ય આદિનો વ્યવહાર થયો હોય, તે વિનયથી જ પોતાનું કાર્ય સાધવું. બળાત્કાર, કલેશ આદિ ન કર. પંચેપાખ્યાનમાં પણ કહ્યું છે કે-ઉત્તમ પુરુષને વિનયથી, શૂર પુરુષને ફિતુરીથી, નીચ પુરુષને અ૫ વ્યાદિકના દાનથી અને આપણી બરાબરીને હોય તેને પોતાનું પરાક્રમ દેખાડીને વશ કરવો.
ધનને અર્થી અને ધનવાન એ અને પુરુષોએ વિશેષે કરી ક્ષમા રાખવી જોઈએ, કારણ કે, ક્ષમા કરવાથી લક્ષમીની વૃદ્ધિ અને રક્ષણ થાય છે. કહ્યું છે કે
બ્રાહ્મણનું બળ હોમમંત્ર, રાજાનું બળ, નીતિશાસ્ત્ર, અનાથ પ્રજાઓનું બળ રાજા અને વણિકપુત્રનું બળ ક્ષમા છે” મીઠું વચન અને ક્ષમા એ બે ધનનાં કારણ છે. ધન, શરીર અને યોવન - અવસ્થા એ ત્રણ કામનાં કારણ છે. દાન, દયા અને ઇંદ્રિય નિગ્રહ એ ત્રણ ધર્મનાં કારણ છે, અને સર્વસંગ પરિત્યાગ કરવો એ મોક્ષનું કારણ છે. વચનકલેશ તો સર્વ ઠેકાણે સર્વથા ૧૪. શ્રી દારિદ્વસંવાદમાં કહ્યું છે કે – ( લક્ષમી કહે છે.) હે ઈંદ્ર ! જ્યાં મહેટા પુરુષની પૂજા થાય છે, ન્યાયથી ધન ઉપાજે છે અને લેશમાત્ર પણ વચનકલહ નથી, ત્યાં હું રહું છું. (દરિદ્ર કહે છે. ) હમેશાં ધૂત (જુગાર ) રમનાર, સ્વજનની સાથે છેષ કરનાર, ધાતુર્વાદ( કિમિયા) કરનાર, સર્વ કાબ આળસમાં ગુમાવનાર, અને પેદાશ તથા ખરચ તરફ દષ્ટિ ન રાખનાર એવા પુરુષની પાસે હું હમેશાં રહું છું.
ઉઘરાણી કેમ કરવી? વિવેકી પુરુષે પોતાના લહેણની ઉઘરાણું પણ કોમળતા રાખી, નિંદા ન થાય તેવી રીતે કરવી, એ જ યોગ્ય છે. એમ ન કરે તે દેવાદારની દાક્ષિણ્યતા, લજજા વગેરેને લોપ થાય અને તેથી પિતાના ધન, ધર્મ અને પ્રતિષ્ઠા એ ત્રણેની હાનિ થવાનો સંભવ છે, માટે જ પોતે કદાચિત લાંઘણ કરે તે પણ બીજાને લાંઘણ ન કરાવવી, પોતે ભેજન કરીને બીજાને લાંઘણ કરાવવી, એ સર્વથા અયોગ્ય જ છે. ભેજન આદિને અંતરાય કર, એ ઢંઢણકુમારાદિકની પેઠે બહુ સહ છે. | સર્વ પુરુષોએ તથા ઘણું કરી વણિકજનોએ સર્વથા સંપ-સલાહથી જ પોતાનું સર્વ કામ સાધવું. કેમકે–સામ, દામ, ભેદ અને દંભ એ કાર્ય સાધન કરવાના ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org