________________
Ar
t
-
-
- -
[]
[ ૨૨૦ ]
श्राद्धविधिप्रकरण ।
ક્ષેત્રશુદ્ધિ. ક્ષેત્રથી તે જ્યાં સ્વચક્ર, પરચક્ર, માંદગી અને વ્યસન આદિને ઉપદ્રવ ન હોય, તથા ધર્મની સર્વ સામગ્રી હોય, તે ક્ષેત્રમાં વ્યાપાર કરે, બીજે બહુ લાબ થતો હેય તો પણ ન કરો.
કાલશુદ્ધિ કાળથી તે બાર માસનની અંદર આવતી ત્રણ અઠ્ઠાઈઓ, પર્વતિથિ વ્યાપારમાં વર્જવી, અને વર્ષાદિ ઋતુ આશ્રયી જે જે વ્યાપારને સિદ્ધાંતમાં નિષેધ કર્યો છે, તે તે વ્યાપાર પણ વર્જ. કઈ ઋતુમાં કયે વ્યાપાર વજે? તે આ ગ્રંથમાંજ કહીશું.
ભાવશુદ્ધિ ભાવથી તે વ્યાપારના ઘણા ભેદ છે. તે આ રીતે –ક્ષત્રિય જાતના વ્યાપારી તથા રાજા વગેરે એમની સાથે છેડે વ્યવહાર કર્યો હોય તો પણ પ્રાયે તેથી લાભ થતા નથી. પિતાને હાથે આપેલું દ્રવ્ય માગતાં પણ જે લેકથી ડર રાખવો પડે, તેવા શસ્ત્રધારી આદિ લોકોની સાથે છેડો વ્યવહાર કરવાથી પણ લાભ કયાંથી થાય? કહ્યું છે કે–ઉત્તમ વણિકે ક્ષત્રિય વ્યાપારી, બ્રાહ્મણ વ્યાપારી તથા શસ્ત્રધારી એમની સાથે કોઈ કાળે પણ વ્યવહાર ન રાખે. તથા પાછળથી આડું બોલનાર લેકેની સાથે ઉધારને વ્યાપાર પણ ન કરે, કેમકે–વસ્તુ ઉધાર ન આપતાં સંગ્રહ કરી રાખે, તે પણ અવસર આવે તેના વેચવાથી મૂળ કિસ્મત જેટલું નાણું તે ઉપજશે. પણ આડું બોલનારા લોકેને ઉધાર આપ્યું હોય તે તેટલું દ્રવ્ય પણ ઉત્પન્ન ન થાય. તેમાં વિશેષે કરી નટ, વિટ (વેશ્યાના દલાલ), વેશ્યા તથા ધૂતકાર (જુગારી) એમની સાથે ઉધારનો વ્યાપાર શેડો પણ ન કરવો. કારણ કે, તેથી મૂળ દ્રવ્યને પણ નાશ થાય છે. વ્યાજ વટાવને વ્યાપાર પણ જેટલું દ્રવ્ય આપવું હોય, તે કરતાં અધિક મૂલ્યની વસ્તુ ગિરવી રાખીને જ કરવો ઉચિત છે. તેમ ન કરે તો, ઉઘરાણી કરતાં ઘણે કલેશ તથા વિરોધ થાય. વખતે ધમની હાનિ થાય, તથા લાંઘવા બેસવા આદિ અનેક અનર્થ પણ ઉત્પન્ન થાય. આ વિષય ઉપર એક વાત એવી સંભળાય છે કે:
મુગ્ધશેઠનું દષ્ટાંત. જિનદત્ત નામે એક શ્રેષ્ઠી તથા તેને મુગ્ધ નામે એક પુત્ર હતું. મુગ્ધ પિતાના નામ પ્રમાણે ઘણે ભેળ હતો. પોતાના બાપની મહેરબાનીથી તે સુખમાં લીલાલહેર કરતો હતો. અવસર આવતાં જિનદત્ત શ્રેષ્ઠીએ દસ પેઢીથી શુદ્ધ કુળમાં ઉત્પન્ન થએલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org