________________
[ ૨૨૮].
શ્રાવિધિ
|
જાણુ પુરૂષોએ ૧ સર્વસંપન્કરી, ૨ પૌરૂષબ્રી, અને ૩ વૃત્તિભિક્ષા. આ રીતે ત્રણ પ્રકારની ભિક્ષા કહી છે. ગુરુની આજ્ઞામાં રહેલા, ધર્મધ્યાન આદિ શુભ ધ્યાન કરનારા અને વાવજજીવ સર્વ આરંભથી નિવૃત્તિ પામેલા સાધુઓની ભિક્ષા સર્વસંપન્કરી કહેવાય છે. જે પુરુષ પંચ મહાવ્રતને અંગીકાર કરીને યતિધર્મને વિરોધ આવે એવી રીતે ચાલે, તે ગૃહસ્થની પેઠે સાવદ્ય આરંભ કરનારા સાધુની ભિક્ષા પૌરુષબ્રી કહેવાય છે. કારણ કે, ધર્મની લઘુતા ઉત્પન્ન કરનાર તે મૂઢ સાધુ, શરીર પુષ્ટ છતાં દીન થઈ ભિક્ષા માગીને ઉદરપોષણ કરે, તેથી તેને કેવળ પુરૂષાર્થ નાશ પામે છે. દરિદ્વી, આંધળા, પાંગળા તથા બીજા પણ જેમનાથી કાંઈ ધંધો થઈ શકે એમ નથી; એ લોકો જે પિતાની આજીવિકાને અર્થે ભિક્ષા માગે છે તે વૃત્તિશિક્ષા કહેવાય છે. વૃત્તિભિક્ષામાં બહુ દોષ નથી, કારણ કે તેના માગનારા દરિદ્રી આદિ લોકે ધર્મને લઘુતા ઉપજાવતા નથી, મનમાં દયા લાવી લેકે તેમને ભિક્ષા આપે છે. માટે ગૃહસ્થ અને વિશેષ કરી ધમી શ્રાવકે ભિક્ષા માગવી જેવી.
બીજું કારણ એ છે કે, ભિક્ષા માગનાર પુરુષ ગમે તેટલું શ્રેષ્ઠ ધર્માનુષ્ઠાન કરે તે પણ જેમ દુર્જનની મૈત્રીથી દે છે તેમ તેનાથી લેકમાં અવજ્ઞા, નિંદા વગેરે થાય અને જે જીવ ધર્મની નિંદા કરાવનાર થાય, તેને સમ્યકત્વ પ્રાપ્તિ આદિ થવું મુશ્કેલ છે. ઓઘનિર્યુક્તિમાં સાધુ આશ્રયી કહ્યું છે કે, ષજીવનિકાય ઉપર દયા રાખનાર સંયમી પણ, આહાર નિહાર કરતાં તથા ગોચરીએ અન્ન ગ્રહણ કરતાં જે કાંઈ ધર્મની નિંદા ઉપજાવે, તે બાધિલાભ દુર્લભ થાય. ભિક્ષા માગવાથી કેઈને લક્ષ્મી અને સુખ વગેરેની પ્રાપ્તિ થતી નથી. કહ્યું છે કે–પૂર્ણ લક્ષમી વ્યાપારની અંદર વસે છે, થેડી ખેતીમાં છે, સેવામાં નહીં જેવી છે અને ભિક્ષામાં તો બિલકુલ છે જ નહીં. ઉદરપોષણ માત્ર તે ભિક્ષાથી પણ થાય છે. તેથી અંધ પ્રમુખને તે આજીવિકાનું સાધન થઈ પડે છે. મનુસ્મૃતિના ચોથા અધ્યાયમાં કહ્યું છે કે--રૂત, અમૃત, મૃત, પ્રકૃતિ અને સત્યાગ્રુત એટલા ઉપાયથી પિતાની આજીવિકા કરવી, પરંતુ નીચ સેવા કરી પોતાને નિર્વાહ કદી પણ ન કરે. ચોટામાં પડેલા દાણા વીણવા તે રૂત કહેવાય છે. યાચના કર્યા વગર મળેલું તે અમૃત અને યાચના કરવાથી મળેલું તે મૃત કહેવાય છે. પ્રમૃત તે ખેતી અને સત્યાગ્રુત એટલે વેપાર જાણ. વણિક લોકોને તે દ્રવ્ય સંપાદન કરવાનો મુખ્ય માર્ગ વ્યાપાર જ છે. કહ્યું છે કે-લક્ષમી વિષ્ણુના વક્ષસ્થળે અથવા કમળ વનમાં રહેતી નથી, પણ પુરૂષોના ઉદ્યમરૂપ સમુદ્રમાં તેનું મુખ્ય સ્થાન છે. વિવેકી પુરુષે પોતાને અને પિતાના સહાયક ધન, બળ, ભાગ્યેાદય, દેશ, કાળ આદિને વિચાર કરીને જ વ્યાપાર કરે; નહીં તે બેટ વગેરે આવવાનો સંભવ રહે છે. અમે કહ્યું છે કે–બુદ્ધિશાળી પુરુષે પિતાની શક્તિ હોય તે પ્રમાણે જ કાર્ય કરવું. તેમ ન કરે તે લેકમાં કાર્યની અસિદ્ધિ, લજજા, લેકમાં ઉપહાસ, હીલના તથા લકમીની અને બળની હાનિ થાય. અન્ય ગ્રંથકારોએ પણ કહ્યું છે કેદેશ કર્યો છે? મહારા સહાધ્યકારી કેવા છે? કાળ કેવો છે? મહારે આવક તથા ખર્ચ કેટલું છે? હું કોણ છું અને મહારી શકિત કેટલી છે? એ વાતને દરરોજ વારંવાર વિચાર કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org