________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ 2
]
ઉપકાર કરે છે. સેવકે રાજાદિકની સેવા ઘણું ચતુરાઈથી કરવી. કેમકે–સેવકે સર્પ, વ્યાઘ, હાથી અને સિંહ એવા દૂર ને પણ ઉપાયથી વશ કરેલા જોઈને મનમાં વિચારવું કે, બુદ્ધિશાળી અને ડાહ્યા પુરૂએ “રાજાને વશ કરો.” એ વાત સહેજ છે.
રાજાને વશ કરવાની રીતિ. રાજાદિકને વશ કરવાના પ્રકાર નીતિશાસ્ત્ર આદિ ગ્રંથોમાં કહ્યા છે, તે એ છે કે – ડાહ્યા સેવકે ધણુની બાજૂએ બેસવું, તેના મુખ તરફ દષ્ટિ રાખવી, હાથ જોડવા અને ધણીને સ્વભાવ જાણીને સર્વ કાર્યો સાધવો. સેવકે સભામાં ધણીની પાસે બહુ નજીક ન બેસવું, તથા બહુ દૂર પણ ન બેસવું, ધણુના આસન જેટલા અથવા તેથી વધારે ઊંચા આસન ઉપર પણ ન બેસવું. ધણીની આગળ તેમ પાછળ પણ ન બેસવું, કારણ કે, બહુ પાસે બેસે તે ધણીને અકળામણ થાય, બહુ દર બેસે તે બુદ્ધિહીન કહેવાય, આગળ બેસે તો બીજા કેઈ માણસને ખોટું લાગે, અને પાછળ બેસે તો ધણીની દષ્ટિ ન પડે, માટે ઉપર કહ્યા પ્રમાણે બેસવું.
સ્વામી આદિને વિનંતિ ક્યારે કરવી?
થાકી ગએલે, સુધાથી તથા તૃષાથી પીડાયલે, ક્રોધ પામેલે, કઈ કાર્યમાં રોકાલે, સુવાને વિચાર કરનારે, તથા બીબ કોઈની વિનંતી સાંભળવામાં રોકાય એવી અવસ્થામાં ધણું હોય, તે સમયે સેવકે તેને કાંઈ વાત કહેવાની હોય તો કહેવી નહીં. સેવકે જેમ રાજાની સાથે તેમજ રાજમાતા, પટ્ટરાણી, પાટવી કુમાર, મુખ્યમંત્રી, રાજગુરૂ અને દ્વારપાળ એટલા માણસોની સાથે પણ વર્તવું. ‘પૂર્વે મેં જ એ સળગાવ્યા છે, માટે હું એની અવહીલના કરૂં, તે પણ એ મને બાળશે નહીં” એવી ખોટી સમજથી જે કોઈ માણસ પિતાની આંગળી દીવા ઉપર ધરે, તે તે તત્કાળ બાળી નાંખે છે. તેમ “મેં જ એને હિકમતથી રાજપદવીએ પહોંચાડયો છે, માટે ગમે તે કરું તો પણ હારા ઉપર એ રૂષ્ટ થાય નહીં. એવી ખોટી સમજથી જે કઈ માણસ રાજાને આંગલી અડાડે, તે પણ તે રૂટ થયા વગર રહે નહીં. માટે તે રૂ ન થાય તેમ ચાલવું કે પુરૂષ રાજાને ઘણે માન્ય હોય, તો પણ મનમાં તેણે તે વાતનો ગર્વ ન કરો. કારણ કે, “ગર્વ વિનાશનું મૂળ છે.” એમ કહ્યું છે. આ વિષય ઉપર એક વાત એવી સંભળાય છે કે –
દિલ્લી શહેરના બાદશાહના મ્હોટા પ્રધાનને ઘણે ગર્વ થયો. તે મનમાં એમ સમજવા લાગ્યો કે, “રાજ્ય મહારા આધાર ઉપરજ ટકી રહ્યું છે. એક સમયે કઈ હેટા માણસ આગળ તેણે તેવી ગર્વની વાત પણ કહી દીધી તે વાત બાદશાહને કાને પડતાંજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org