________________
-
-
-
प्रथम दिन-कृत्यप्रकाश ।
L[ ૨૦૩ ].
લેહુપતાથી વિહાર ન કરતાં તે ત્યાંજ રહ્યા. પછી પંથક નામે એક સાધુને શેલક મુનિરાજની વૈયાવચ્ચ કરવા માટે રાખીને બીજા સર્વ સાધુઓએ વિહાર કર્યો.
એક સમયે કાર્તિક માસીને દિવસે શેલક મુનિરાજ યથેચ્છ સિનગ્ધ આહાર કરી સૂઈ રહ્યા. પ્રતિક્રમણનો સમય આવ્યો, ત્યારે પંથકે ખમાવવાને અર્થે તેમને પગે પોતાનું માથું અડાડયું, તેથી તેમની (શેલક મુનિરાજની) નિદ્રા ઊડી ગઈ. પોતાના ગુરુને રોષમાન થએલા જેઈને પંથકે કહ્યું. “ચાતુર્માસમાં થએલા અપરાધ ખમાવવાને અર્થે મેં આપસાહેબના ચરણને સ્પર્શ કર્યો. ” પંથકનું એવું વચન સાંભળી શેલક મુનિરાજ વૈરાગ્ય પામ્યા, અને મનમાં વિચાર કરવા લાગ્યા કે, “રસવિષયમાં લેલુપ થએલા મને ધિક્કાર થાઓ !” એમ વિચારી તેમણે તુરત વિહાર કર્યો. પછી બીજા શિષ્ય પણ શેલક મુનિરાજને મળ્યા. તેઓ શત્રુંજય પર્વત ઉપર પિતાના પરિવાર સહિત સિદ્ધ થયા. આ રીતે થાવસ્થા પુત્રની કથા છે.
ક્રિયા અને જ્ઞાન વિષે. તે માટે દરરોજ ગુરૂ પાસે ધર્મોપદેશ સાંભળે. સાંભળીને તેજ પ્રમાણે યથાશક્તિ ઉદ્યમ કરવામાં પ્રવૃત્ત થવું કેમકે, ઔષધ કે ભેજનના જ્ઞાન માત્રથી આરોગ્ય અથવા તૃપ્તિ નથી થતી પણ તેનો ઉપયોગ કરાય તે જ આરોગ્ય કે તૃપ્તિ થાય છે. કહેલું છે કે, ક્રિયાજ ફળદાયક થાય છે, કેવળ જાણપણું ફળદાયક થઈ શકતું નથી. જેમકે, સ્ત્રી, ભક્ષ્ય, અને ભેગને જાણવાથી (મનુષ્ય) તેના સુખનો ભાગી થઈ શકતો નથી પણ ભેગવવાથી થાય છે. તરવાની ક્રિયા જાણનાર હોય તે પણ નદીમાં જે હાથ હલાવે નહીં તો તે ડુબી જાય છે અને પાછળથી પશ્ચાત્તાપ પામે છે, એમ જ્ઞાની પણ ક્રિયા વિના એવો બની જાય છે. દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં પણ કહેલ છે કે જે અક્રિયાવાદી છે તે ભવી કે અભવી હોય તે પણ નિશ્ચયથી કૃષ્ણપક્ષીય ગણાય છે. ક્રિયાવાદી તો નિશ્ચયથી ભવીજ હાય, નિશ્ચયથી શુકલપક્ષીજ હાય, ને સમ્યકત્વ હોય કે મિથ્યાત્વી હોય પણ એક પુદગળપરાવમાંજ સિદ્ધિપદને પ્રાપ્ત થાય છે. માટે ક્રિયા કરવી શ્રેયકારી છે.
જ્ઞાન વિના ક્રિયા પણ પરિણામે ફળદાયક નીવડતી નથી. જે માટે કહેવું છે કે,
અજ્ઞાનથી કર્મક્ષય થયું હતું તે મંડકડડકા)નાં ચૂર્ણ સરખે જાણો. (જેમ કેઈ ડેડકો મરણ પામ્યા પછી સુકાઈ ગયેલ છતાં તેના કળેવરનું જે સૂર્ણ કીધું હોય તે તેનાથી હજારો ડેડકાં થઈ શકે છે. તે ચૂર્ણ પાણીમાં નાખવાથી હજારો ડેડકાં તત્કાળ ઉત્પન્ન થઈ જાય છે. એટલે અજ્ઞાનથી કર્મક્ષય થાય તેમાં ભવપરંપરા વધી જાય છે), અને સમ્યફ જ્ઞાન સહિત ક્રિયા તે મંડુકના ચૂર્ણની રાખ સરખી છે (એટલે તેનાથી પાછી ભવની પરંપરાની વૃદ્ધિ થઈ શકતી નથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org