________________
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૧૭ ].
હેલા અને રાત્રે કેવળજ્ઞાન પામેલા પિતાના (શીતલાચાર્યના) ચાર ભાણે જેને પહેલા ક્રોધથી દ્રવ્ય વંદના કરી અને પછી તેમના વચનથી ભાવવંદના કરી ત્યારે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
ગુરૂવન્દનના પ્રકાર અને વિધિ. ગુરૂવંદન પણ ત્રણ પ્રકારના છે ભાષ્યમાં કહ્યું છે કે–ગુરૂવંદન ત્રણ પ્રકારનાં છે. એક ફેટાવંદન, બીજું ભવંદન અને ત્રીજું દ્વાદશાવર્ત વંદન. એલું માથું નમાવે, અથવા બે હાથ જોડે તે ફેટી વંદન જાણવું, બે ખમાસમણું દે તે બીજું ભવંદન જાણવું, અને બાર આવર્તા, પચ્ચીશ આવશ્યક વગેરે વિધિ સહિત બે ખમાસમણ દે, તે ત્રીજું દ્વાદશાવર્ત વંદન જાણવું. તેમાં પ્રથમ ફેટી વંદન સર્વ સંધે માંહોમાંહે કરવું. બીજું થોભવંદન ગ૭માં રહેલા રૂડા મુનિરાજને અથવા કારણથી લિંગમાત્રધારી સમકિતીને પણ કરવું. ત્રીજું દ્વાદશાવત્ત વંદન તે આચાર્ય, ઉપાધ્યાય આદિ પદે રહેલા મુનિરાજનેજ કરવું. જે પુરૂષે પ્રતિક્રમણ કર્યું નથી, તેણે વિધિથી વંદના કરવી. ભાષ્યમાં કહ્યું છે કે–પ્રથમ ઈરિયાવહી પ્રતિક્રમીને “કુસુમિ દુકુમ ટાળવાને માટે ચાર લોગસ્સને અથવા સો ઉચ્છવાસને કાઉસ્સગ કરે, દુઃસ્વપ્નાદિ પિતે અનુભવ્યાં હોય તે એકસો આઠ ઉચ્છવાસનો કાઉસ્સગ કરવો. પછી આદેશ માગીને ચૈત્યવંદન કરે, પછી આદેશ માગી મુહપત્તિ પડિલેહે, પછી બે વાંદણા દેઈ, રાઈએ આવે, પછી ફરીથી બે વાંદણ દે, અભિંતર રાઈ ખમાવે, પછી વાંદણ દેઈ, પચ્ચખાણ કરે, પછી માવાનë ઈત્યાદિ ચાર ખમાસમણ દે, પછી સર્ણય સંદિસાહ? અને સાય કરું? એ બે ખમા સમણે બે આદેશ માગી સાય કરે. એ પ્રમાણે પ્રભાત વખતને વંદન વિધિ કહ્યો છે.
સંધ્યા સમયે વન્દનનો વિધિ પ્રથમ ઈરિયાવહિ પ્રતિક્રમીને આદેશ માગી ચૈત્યવંદન કરે, પછી મુહપત્તિ પડિલેહે, બે વાંદણુ દે, પછી દિવસચરિમ પચ્ચખાણ કરે, પછી બે વાંદણાં દેઈ દેવસિઅ આવે, પછી બે વાંદણ દેઈ દેવસિસ ખમાવે, પછી ચાર ખમાસમણ દઈ આચાર્યાદિકને વાંદીને આદેશ માગી દેવસિપાછિત્ત વિસોહણને અર્થ (ચાર લેગસ્સનો) કાર્યોત્સર્ગ કરે, પછી સજઝાય સંદિસાડું? અને સજઝાય કરું? એ પ્રમાણે આદેશ માગી બે ખમાસમણ દેઈ સઝાય કરે. એ સંધ્યા સમયનો વંદન વિધિ કહ્યો છે. ગુરૂ કેઈ કામમાં વ્યગ્ર હોવાથી જે દ્વાદશાવર્ત વંદના કરવાને વેગ ન આવે તે, ભ વંદનથી જ ગુરૂને વંદના કરવી. એવી રીતે વંદના કરી ગુરૂ પાસે પચ્ચખાણ કરવું. કહ્યું છે કે પોતે જે પહેલાં પચ્ચખાણ કર્યું હોય. તેજ અથવા તેથી વધારે ગુરૂ સાક્ષાએ ગ્રહણ કરવું. કારણ કે, ધર્મના સાક્ષી ગુરૂં છે. ધર્મકૃત્ય ગુરૂ સાક્ષિએ કરવામાં આટલા લાભ છે. એક તે (ગુરૂ સાક્ષિએ ધમ હોય છે.) એ જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે. બીજે,
ગુરૂના વચનથી શુભ પરિણામ ઉત્પન્ન થવાથી અધિક ક્ષપશમ થાય છે. ત્રીજે, પૂર્વે Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org