________________
-
-
-
-
प्रथम दिन-कृत्यप्रकाश ।
[ ૨૭ ].
છે કે નાયક વિનાનું સૈન્ય હાર જ પામે, માટે તારા વિના શત્રુઓને તેઓ શી રીતે જીતી શકે? વળી આવું યુદ્ધ મચી રહ્યું છે, ત્યાં આપણે પણ એકદમ શી રીતે જઈ શકીએ? એ વિચારે જ મનમાં ખેદ ધરતા હું આ વૃક્ષ પર બેઠો છું અને વૃક્ષ પર બેસી જવાનું પણ એ જ કારણ છે.” આવી હદય વિદારનારી વાર્તા સાંભળતાં જ અતિ ક્ષુબ્ધ થયેલા રાજાના અંતઃકરણમાં જાણે પ્રવેશ માર્ગ મળ્યો હોય તેમ તીવ્ર સંતાપે પ્રવેશ કર્યો. આ વખતે તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યું કે, “ધિક્કાર થાઓ આવી દુરાચારિણી સ્ત્રીના દુષ્ટ હદયને! આશ્ચર્ય છે એ ચંદ્રશેખરની સાહસિકતાને તેમજ એની નિર્ભયતાને ! પિતાના સ્વામિના રાજ્યની પણ તૃષ્ણા કરી. જુઓ તે ખરા, આ કેટલે અન્યાય પણ એમાં એને શે દેષ છે? સૂનું રાજ્ય લેવા કોણ ઈચ્છા ન કરે? ધણ વગરના ક્ષેત્રમાંથી દાણા પણ ચિરાઈ જાય છે, તો પછી સૂના રાજ્યનું શું કહેવું ધિક્કાર થાઓ મને, કેમકે, હું પોતે જ વગરવિચારે મોહગ્રસ્ત, તેમ જ અવિવેકી બની રાજ્ય સૂનું મૂકી ચાલ્યા ગયે. પરિણામે આવી આપદામાં આવી પડું એમાં શી નવાઈ ! કોઈ પણ બાબતમાં વગર વિચારે ઉતાવળ કરાય, કઈ મુકાઈ જાય કે વિશ્વાસ રખાય, અપાય, લેવાય, બોલાય, ખવાય કે વિનાશ કરાય તો પરિણામે પશ્ચાતાપ કરવાને જ સમય આવે. કહ્યું છે કે, “સારું કે નરસું કાંઈ પણ કામ કરતાં પહેલાં જ પંડિતોએ તેના પરિણામને વિચાર કરવો જોઈએ. કેમ કે અસ્થિર ચિત્તથી વગર વિચારે ઉતાવળું કામ કર્યું હોય તો તેમાં એટલી બધી આપત્તિઓ આવી પડે છે કે જેમ મર્મસ્થલમાં પેઠેલું શલ્ય મરણ સુધી દાહ કરનારી પીડા આપે છે, તેમ તેવા વગર વિચારે કરેલાં કાર્યોના પરિણામ મરણ પર્યન્ત કલેશ આપે છે.” રાજ્ય મળવાની આશા જેણે છોડી દીધી છે એવા પશ્ચાતાપમાં પડેલા રાજાને શુકરાજ કહેવા લાગ્યું કે, “પુરુષમાં પ્રવર! હે રાજા! તું તારા મનમાં કટ ચિંતા ન કર. વૈદ્યના બતાવ્યા પ્રમાણે વર્તનારને વ્યાધિ શું ગયા વિના રહે? તેમ હું પણ તને એક ઉપાય બતાવું છું, તે ઉપાય અજમાવતાની સાથે જ તારું શ્રેય થશે. તું એમ ન જાણુશ કે મારું રાજ્ય ગયું. હજી તે તું ઘણું વર્ષ સુધી સુખપૂર્વક રાજ્ય કરશે.” આવું તેનું બોલવું સાંભળીને નિમિત્તિયાના વચન પર જેમ આશા રાખી શકાય તેમ આ રાજાને પણ તે શુકરાજના વચનથી રાજ્ય પાછું મળશે એમ આશા બંધાઈ. તેટલામાં અકસ્માત જાણે દાવાનલ જ સામે આવતો ન હોય એમ સશસ્ત્ર ચતુરંગી સૈન્ય પિતાની સામે ઝડપથી આવતું દેખીને તે સભય બનીને વિચારવા લાગ્યું કે, જે ચંદ્રશેખર રાજાની મારા મનમાં ઉદાસી આવી છે એ જ સેના મને હણવાને મારી સામે આવે છે. હા! હા !! હવે શું થશે ! ખરેખર! આ વખતે આ કમલમાલાને કેવી રીતે બચાવ કરી શકીશ. અને આ શત્રુઓની સામે હું એકલો કેમ કરી યુદ્ધ કરી શકીશ? આવી પરિસ્થિતિથી મુંઝાયલે તે રાજા સ્તબ્ધ બની વિચાર કરે છે તેટલામાં “જયજય ચિરંજીવ છે મહારાજ ! જયવંતા વર્તે હે મહારાજ ! આ અણીને વખતે તમે ઠીક જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org--