________________
[ ૨૨૦ ]
__ भादविधिप्रकरण ।
દેવદ્રવ્યના સંભાલનારને લાગતા દોષ અંગે દષ્ટાંત મહેંદ્ર નામા નગરમાં એક સુંદર જિનમંદિર હતું. તેમાં ચંદન, બરાસ, ફૂલ, ચેખા, ફળ, નેવેવ, દી, તેલ, ભંડાર, પૂજાની સામગ્રી, પૂજાની રચના, મંદિરનું સમારવું, દેવદ્રવ્યની ઉઘરાણ, તેનું નામું લખવું, સારી યતનાથી દેવદ્રવ્ય રાખવું, તેના જમે ખરચીને વિચાર કરવો, એટલાં કામ કરવાને અર્થે શ્રીસંઘ, દરેક કામમાં ચાર ચાર માણસ રાખ્યા હતા. તે લેકે પિતપોતાનું કામ બરાબર કરતા. એક દિવસે ઉઘરાણી કરનાર પૈકીને મુખ્ય માણસ એક ઠેકાણે ઉઘરાણી કરવા ગયા, ત્યાં ઉઘરાણું ન થતાં ઉલટાં દેણદારના મુખમાંથી નીકળેલી ગાળે સાંભળવાથી તે મનમાં ઘણે ખેદ પામ્યા. અને તે દિવસથી તે ઉલરાણના કામમાં આલસ કરવા લાગ્યા, જે ઉપરી તેવા તેના હાથ નીચેના લોકો હોય છે,” એ લેક વ્યહાર હોવાથી તેના હાથ નીચેના લોકો પણ આળસ કરવા લાગ્યા તેટલામાં દેશનો નાશ વગેરે થવાથી ઉધાર રહેલું ઘણું દેવદ્રવ્ય નાશ પામ્યું. પછી તે કર્મના દેષથી ઉઘરાણી કરનારને ઉપરી અસંખ્યાતા ભવ ભખે. આ રીતે દેવદ્રવ્યની ઉઘરાણું કરવાના કામમાં આલસ કરવા ઉપર દષ્ટાંત કહ્યું છે.
તેમજ દેવદ્રવ્ય આદિ જે આપવાનું હોય તે સારૂં આપવું. ઘસાયેલું અથવા ખોટું નાણું વગેરે ન આપવું કારણ કે, તેમ કરવાથી કઈ પણ રીતે દેવદ્રવ્યાદિકને ઉપભેગ કર્યાને દોષ માથે આવે છે. તેમજ દેવ, જ્ઞાન તથા સાધારણ દ્રવ્ય સંબંધી ઘર, દુકાન, ક્ષેત્ર, વાડી, પાષાણ, ઇંટ, કાષ્ઠ, વાંસ, નળીયાં, માટી, ખડી આદિ ચીજો તથા ચંદન, કેશર, બરાસ, ફૂલ છાબડીઓ, ચંગેરીઓ, ધૂપધાણું, કળશ, વાળાકુંચી, છત્રસહિત સિંહાસન, ચામર, ચંદ્રવાઓ ઝલરી, ભેરી આદિ વાજિંત્ર, તંબુ કેડિયાં, પડદા, કાંબળ, સાદડી, કબાટ, પાટ, પાટલા, પાટલીઓ, કુંડી, ઘડા, એરસીઓ, કાજળ, જળ અને દીવા આદિ વસ્તુ તથા મંદિરની શાળામાં થઈને પરનાળાના ભાગે આવેલું જળ વગેરે પણ પોતાના કામને માટે ન વાપરવું. કારણ કે, દેવદ્રવ્યની પેઠે તેના ઉપગથી પણ દેષ લાગે છે. ચામર, તંબુ આદિ વસ્તુ તે વાપરવાથી કદાચિત્ મલિન થવાનો તથા તૂટવાફાટવાને પણ સંભવ છે, તેથી ઉપભેગ કરતાં પણ અધિક દોષ લાગે. કહ્યું છે કે ભગવાન આગળ દીવે કરીને તેજ દીવાથી ઘરનાં કામ ન કરવાં. તેમ કરે તે તિર્યંચ નિમાં જાય. એ ઉપર એવું દ્રષ્ટાંત છે કે –
- મન્દિરને દીવે વાપરવા અંગે ઊંટડીનું દૃષ્ટાંત
ઈદ્રપુર નગરમાં દેવસેન નામે એક વ્યવહારી હતે. અને ધનસેન નામે એક ઊટસ્વાર તેનો સેવક હતે. ધનસેનના ઘરથી દરરોજ એક ઊંટડી દેવસેનને ઘેર આવતી. ધનસેન તેને મારી કૂટીને પાછી લઈ જાય, તે પણ તે રહને લીધે પાછી દેવસેનને ઘેર જ આવીને રહે એમ થવા લાગ્યું ત્યારે દેવસને તેને વેચાતી લઈને પોતાના ઘરમાં રાખી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org